ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 5 ઑગસ્ટ, 2021

ગઢવી સમાજનું ગૌરવ

ચારણત્વ બ્લોગ વતી ખૂબ ખૂબ અભિનંદન સહ ઉજ્વળ ભવિષ્યની શુભેચ્છાઓ 
માં જગદંબા અવિરત પ્રગતિ કરાવે તેવી પ્રાર્થના 

ફુલછાબ ન્યુઝ પેપર પૂર્તિ : અહેવાલ


આઈશ્રી સોનલમાં એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા તાજેતરમાં જ પ્રકાશીત કરાયેલ ચારણ સમાજના 68 દિવંગત હસ્તિઓ નો સુંદર મજાનો પરિચય આપતું પુસ્તક નું કાગધામ ખાતે થી વિમોચન થયું હતું જેમની ખૂબ સારી વ્યાખ્યા આપતો અહેવાલ.ગઈકાલ તારીખ 4-8-2021
ફુલછાબ ન્યુઝ પેપર પૂર્તિ માં સમાવેશ કરવા બદલ ખૂબ ખૂબ આભાર સહ વંદન :- શ્રી મનોજભાઈ  શુકલ

 અહેવાલ :- મનોજભાઈ શુકલ

બુધવાર, 4 ઑગસ્ટ, 2021

ચારણ સમાજનું ગૌરવ :- અભિજીત અજિતદાનભાઈ ગઢવી


ચારણ સમાજનું ગૌરવ :- અભિજીત અજિતદાનભાઈ ગઢવી

 Assistant Director / Regional Fire Officer Class 1 

 GPSC દ્વારા લેવાયેલ પરીક્ષા આસી . ડાયરેકટર / રીજીયોનલ ફાયર ઓફિસર , (વર્ગ-૧) માં *સમગ્ર ગુજરાતમાં પ્રથમ* આવવા બદલ ચારણત્વ બ્લોગ તરફથી હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ 
ઉતરોતર પ્રગતિ કરો પરિવાર સાથે સમાજનું નામ રોશન કરો તેવી શુભકામનાઓ સહ માતાજી ને પ્રાર્થના 💐💐💐

મંગળવાર, 27 જુલાઈ, 2021

"ચારણ સંસ્કૃતિ" ત્રિ-માસિક મેગેઝિન, રાજકોટ દ્વારા વિનામૂલ્યે સપ્તપદી સેવા.

*"ચારણ સંસ્કૃતિ"*
*ત્રિ-માસિક મેગેઝિન, રાજકોટ  દ્વારા વિનામૂલ્યે સપ્તપદી સેવા.*


*ગઢવી સમાજના લગ્ન ઇચ્છુક યુવક-યુવતીઓના વિનામૂલ્યે બાયોડેટા પ્રસિદ્ધ કરવાની ઉત્તમ તક.*

*સમાજના લગ્ન ઈચ્છુક યુવક-યુવતીઓને લગ્ન વિષયક માહિતી સરળતાથી મળી રહે અને યુવક-યુવતીઓ તેમજ પરિવારજનોને યોગ્ય પરિચય બાદ પસંદગીનું પાત્ર મળી રહે તે હેતુથી ઉપરોક્ત વિભાગ નિ:શુલ્ક શરૂ કરીએ છીએ.*


*લગ્ન વિષયક વિભાગમાં બાયોડેટા પ્રસિદ્ધ કરવા ઇચ્છુક યુવક-યુવતીઓ અથવા પરિવારજનોએ નીચે જણાવેલ માહિતી મોકલીઆપવાની રહેશે.*

*યુવક/યુવતીનું પૂરું નામ :-*

*પિતાનું પૂરું નામ :-*

*માતાનું નામ:-*

*ગોત્ર/મૂળ અટક:-*

*મૂળ વતન*

*યુવક/યુવતીની જન્મ તારીખ :-*

*શૈક્ષણિક લાયકાત :-*

*વ્યવસાય/નોકરીની વિગત :-*

*રહેઠાણનું પૂરું સરનામું :-*

*વાલીનો સંપર્ક નંબર:*


*ઉપરોક્ત માહિતી મોબાઈલ નંબર*
*9687573577 (મનુદાન બી. ગઢવી)ને વોટ્સએપ મારફત મોકલી આપવાની રહેશે.*

સ્નેહીશ્રી શિવુભાઈ નાગરૂભા ગઢવી ને અભિનંદન

સ્નેહીશ્રી શિવુભાઈ નાગરૂભા ગઢવી ને  ભાવનગર જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક થતાં ઉજ્વળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐💐

શુક્રવાર, 23 જુલાઈ, 2021

ગઢવી સમાજનું ગૌરવ : મેઘા સંજયભાઈ ગઢવી

ગઢવી સમાજનું ગૌરવ

વર્ષ ૨૦૧૯-૨૦ એમ.એસ.સી.માઇક્રો બાયોલોજી ની લેવાયેલ પરીક્ષામાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંકે *મેઘા સંજયકુમાર ગઢવી ઉતીર્ણ થઈ ગોલ્ડ મેડલ | c મેળવેલ છે* . તા .૨૧ / ૦૭ / ૨૦૨૧ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ . દ્વારા યોજવામાં આવેલ પદવીદાન સમારોહમાં માન.મુખ્ય મંત્રી શ્રી ની ઉપસ્થિતિમાં ગઢવી મેઘા ને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવેલ . મેઘા ગઢવી પ્રથમ થી જ અભ્યાસમાં ખુબ તેજસ્વી પ્રતિભા ધરાવે છે અને ધોરણ ૧ થી એમ.એસ.સી. સુધી ફર્સટ કલાસ વિથ ડીસ્ટ્રીક્શન પાસ થયેલ છે . તેમના ઘણાં આર્ટિકલો  ઇન્ટરનેશનલ જરનલમાં પ્રસિધ્ધ થયેલ છે . એમ.એસ.સી. અભ્યાસ દરમ્યાન તેઓએ જી - સેટ | C ની પરીક્ષા પાસ કરેલ છે . ગઢવી મેઘા ના પિતા સંજયકુમાર હિમંતદાન ગઢવી જુનાગઢ પોલીસ બેડામાં એ.એસ.આઇ. તરીકે નાયબ પોલીસ અધિક્ષક જુનાગઢની કચેરીમાં ફરજ બજાવતા હોય તેઓની પુત્રી એ મેળવેલ જ્વલંત સફળતા બદલ સમગ્ર જુનાગઢ જીલ્લા પોલીસ પરીવાર તેમજ ગઢવી સમાજનું ગૌરવ વધારેલ છે .

ચારણત્વ બ્લોગ વતી ખૂબ ખૂબ અભિનંદન 



ગુરુવાર, 22 જુલાઈ, 2021

ચારણ સમાજનું ગૌરવ :- તાલુકા વિકાસ અધિકારી (TDO) તરીકે બઢતી

ચારણ સમાજનું ગૌરવ :- તાલુકા વિકાસ અધિકારી (TDO) તરીકે બઢતી

પંચાયત / રાજ્ય સેવા વર્ગ-3ના કર્મચારીઓને ગુજરાત વિકાસ સેવા વર્ગ-2 માં તાલુકા વિકાસ અધિકારી સંવર્ગની જગ્યા પર બઢતી આપવામાં આવેલ છે. જેમાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના અધિકારીઓને બઢતી મળેલ છે. 

ક્રમ              નામ      

(1) શ્રી વિરલભાઈ આવડદાનભાઈ ગઢવી - તાલુકા વિકાસ અધિકારી, વલ્લભીપુર જી. ભાવનગર

(2) સુશ્રી મિતાલીબેન નવલદાનભાઈ ગઢવી - ચીટનીશ વિકાસની કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર

(3) શ્રી કલ્પેશકુમાર હરિસિંહભાઈ ગઢવી, તાલુકા વિકાસ અધિકારી, મૂળી જી. સુરેન્દ્રનગર

(4) અજિતભાઈ દાદુભાઈ ચારણ - તાલુકા વિકાસ અધિકારી, ધોળકા જી. અમદાવાદ

સર્વેને ખૂબ ખૂબ અભિનંદન
💐💐💐

    વંદે સોનલ માતરમ્

Featured Post

શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજીત 31 મો સમુહ લગ્ન મહોત્સવ

શ્રી 1! શ્રી ગણેશાય નમઃ આઈશ્રી સોનલ માં નમઃ !! ચારણ સમાજ જોગ સંદેશ !!        જય માતાજી શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ ...