ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 8 ઑગસ્ટ, 2018

શ્રી ગઢવી યુવક મંડળ ટ્રસ્ટ - ગાંધીધામ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગ

શ્રી ગઢવી યુવક મંડળ ટ્રસ્ટ - ગાંધીધામ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગ

     *ગાંધીધામ, આદિપુર, અંજાર, ભચાઉ, રાપર,તેમજ નજીકમાં વસતા ચારણ(ગઢવી) સમાજના યુવાનો /યુવતીઓ માટે* આગામી નજીકના ભવિષ્યમાં આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે તલાટી કમ મંત્રી, મહેસુલ તલાટી, બિન સચિવાલય કલાકૅ, પી.એસ.આઈ ,એ.એસ.આઈ, પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી માટે કરછ ના સૌથી નિષ્ણાંત અને *તજજ્ઞ ફેકલ્ટી દ્વારા સમાજના યુવાનો /યુવતીઓ માટે એક ફ્રી સેમીનાર અને ત્યારબાદ સોનલધામ - ગાંધીધામ* મધ્યે કલાસનું આયોજન કરવાનું હોઈ આ સેમિનારમાં ભાગ લેવા માંગતા ચારણ (ગઢવી) સમાજના યુવાનો /યુવતીઓ નીચે જણાવેલ નંબર પર *વ્હોટસપ કરી પોતાનુ રજિસ્ટ્રેશન જાણ કરાવામાં આવે છે*

જય માં સોનલ....

વિપુલ. એલ. ગઢવી - +919687700708
ભરત. જે. ગઢવી - +918200762164

        વંદે સોનલ માતરમ્

અમૂલ્ય દાન શિક્ષણ ને....

અમૂલ્ય દાન શિક્ષણ ને....

સમગ્ર ચારણ ગઢવી સમાજ માં સૌથી મોટી જરૂરિયાત શિક્ષણની ઉભી થવા પામેલ છે. અને જે આજના સમય ની સૌથી મોટી માંગ પણ છે. આઈ શ્રી સોનલમાં એ અથાગ પરિશ્રમ અને મહેનત સાથે સમાજ માટે  સેવેલું સપનું હવે ક્યાંકને ક્યાંક સફળ થતું દેખાઈ રહ્યું છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં સોનલમાં ની કૃપા થી શિક્ષણના વિકાસ માટે બોર્ડીંગો દ્વારા અને જુદી જુદી રીતે ગઢવી સમાજના બાળકો ના શિક્ષણ નો વિકાસ થઈ રહ્યો છે.  ત્યારે માં સોનબાઇ ના ચરણ ની રજ જ્યાં કણે કણ માં વ્યાપી છે. જ્યાં માં ના  અખૂટ આશીર્વાદ અને ચેતના હાજરા હજુર છે. અને જેને સમગ્ર ચારણ ગઢવી સમાજની માતૃ સંસ્થા ગણવામાં આવે છે તેવી ભાવનગર ની  "શ્રી ક્રુષ્ણકુમાર સિંહજી ચારણ બોર્ડિંગ"  ચારણ સમાજના બાળકો - યુવાનો ને શિક્ષણ અને સંસ્કાર ના સીંચન નું અવિરત કામ વર્ષો થી કરી રહી છે. તેવા સમયે આ બોર્ડીંગ ના વિકાસ માટે ચારણ-ગઢવી સમાજ ના અનેક સફળ અને સુખી વ્યક્તિઓએ આર્થીક રીતે મદદ કરી આ ભાવનગર બોર્ડીંગ ને વિકાસ ના પંથે દોડતી કરી છે. ત્યારે આનંદ અને ગૌરવ સાથે કહેવું પડે કે ભાવનગર બોર્ડીંગ માંજ યુવાવસ્થા  સમયે અભ્યાસ કરેલ અને આ બોર્ડીંગ માં શિક્ષણ મેળવી અનેક વિકાસ ની ક્ષિતિજો સર કરી છે તેવા શ્રી શાંતિભાઈ જીવાભાઈ નેચડા જાંબુડા ના વતની અને હાલ લંડન કે જેઓ સમગ્ર ચારણ -ગઢવી સમાજ નું ગૌરવ છે. જેઓ એ ગઢવી સમાજ ના અનેક સત્કાર્યો માં આર્થીક મદદ કરી છે ત્યારે ભાવનગર બોર્ડીંગ માં શિક્ષણ ના વિકાસ માટે નવા બિલ્ડીંગ ના 24 રૂમો વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલ છે. તેમાં તેમના તરફથી રૂ.1,50,000/- અને આજીવન ભોજનતીથી માટે રૂ.25000/- નું યોગદાન ઓગસ્ટ 2018 માં આપી પોતાના જીવનમાં પાયાનું શિક્ષણ મેળવેલ જગ્યા નું ઋણ ચૂકવેલ છે. અને આઈ શ્રી સોનલમાં ના સફળ થતા સપનામાં ભાગીદાર થયા છે. આપના તરફથી મળેલા યોગદાનથી ભાવનગર ચારણ બોર્ડિંગ માં શિક્ષણ ના કાર્ય ને વેગ મળશે. આપના  યોગદાન થી બોર્ડીંગ ના વિકાસ માટે મેહનત કરતા સમાજના વ્યક્તિઓને હજુ સારા બોર્ડિંગ ના કાર્યો કરવાનું બળ મળશે. આપના યોગદાન થી સમાજ ના જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપવા માટેની વ્યવસ્થા માં ખુબજ મોટી સરળતા ઉભી થઇ છે. આપના તરફથી મળેલ યોગદાન માટે આપની સાથે સંપર્ક કરી અને બોર્ડિંગ ને આપનો આર્થિક સહયોગ મળવા પ્રવીણભાઈ લાંગાવદરા, રાહુલભાઈ લીલા, વજેસંગ ચડીયા,  આ શ્રેષ્ઠ કાર્ય માં કડીરૂપ બન્યા છે. ભાવનગર ચારણ બોર્ડીંગ ને મળેલ આર્થીક સહયોગ બદલ ભાવનગર બોર્ડીંગ આપના આભારી છે..

અજીત ખળેલ
ભાવનગર.

શનિવાર, 28 જુલાઈ, 2018

"ગાંધીધામ ગઢવી સમાજ નું ગૌરવ"

"ગાંધીધામ ગઢવી સમાજ નું ગૌરવ"

કુ. હરેશ્ચરીબેન નારણભા રાબા (ગઢવી) ક્લાસ - 2 માં પ્રમોશન મળતા તેઓ આસિન્ટટ ડાયરેક્ટર ઓફ ઇન્ફોર્મેશન ની પોસ્ટ પર પદભાર સંભાળશે ખુબ ખુબ અભિનંદન... જય માં સોનલ


આધુનિક કાળમાં આવી ભણેલી-ગણેલી, વિદ્યાસંપન્ન ચારણકન્યા કુ. હરેશ્ચરીબેન રાબા જેવી સફળ દીકરીઓ એ સમાજ માટે રોલ મોડેલ છે .આશા રાખીએ કુ. હરેશ્ચરીબેન જેવા સફળ  ચારણ યુવાઓ  સમાજના યુવાનો ને  વધારે પ્રગતિશીલ બનાવામાં પોતાનો ફાળો આપે અને સમાજ દીકરીઓ ને પણ સન્માન ની નજરે જોતો થાય ,દીકરીઓ પણ સમાજમાં માનવીય ગૌરવ સાથે સ્વમાનભેર જીવી શકે એ માટે પોતાનું સક્રિય યોગદાન આપે.... જય માં સોનલ


पोस्टबाय :- वीपुलभाई गढवी

ગુરુવાર, 28 જૂન, 2018

બારાડી ચારણ વિડીયો શુટિંગ ગૃપ તરફથી આઈ શ્રી સોનલ ચારણ વિસામાને ૨૦,૦૦૦/-₹ નું યોગદાન મળેલ છે..

બારાડી ચારણ વિડીયો શુટિંગ ગૃપ
તરફથી આઈ શ્રી સોનલ ચારણ વિસામાને ૨૦,૦૦૦/-₹ નું યોગદાન મળેલ છે..

1-જય જુંગીવારા. વિડિયો-બેહ
    નાથાભાઈ ગઢવી
2-માધવ સાઉન્ડ-વિડીયો પરોડીયા
   . ભારાભાઈ વડ
3-હિંગળાજ ફોટો આલ્બમ-માળી
   નવલભાઈ જામ
4-કવિરાજ વિડિયો-ભાડથર
    ખીમાણંદભાઈ હરીયાણી
5-નાગલ વિડીયો-આસોટા
    કુંભાભાઈ ગઢવી
6-રાહુલ મંડપ-વિડીયો-ભોગાત
    દેવાણંદભાઈ રૂડાચ
7-દીપ સ્ટુડિયો-ખંભાળિયા
    કિશનભાઈ ધારાણી
8-હરસિધ્ધી સ્ટુડિયો -ખંભાળિયા
    રાજપાલભાઈ જોગાણી
9-જય સોનલ વિડીયો ખંભાળીયા
    દુલાભાઈ જામ
10-મોમાઈ કૃપા સ્ટુડિયો - 
    ખંભાળિયા નાગાજણ ભાચકન
11-ન્યુ માધવ વિડીયો-પરોડીયા
     સામતભાઈ ભાઈ ભાચકન
12-સોનલ સ્ટુડિયો -પરોડીયા
      કરણભાઈ ભાચકન
13-એસ કે વિડીયો-માડી
     દલુભાઈ જામ
14-કામઈકૃપા વિડીયો-માધુપુર
      કમલેશભાઈ ભાન
15-શ્રી સોનલ વિડીયો-ભાટીયા
      વેરસી વરમલ
16-સુરેશભાઈ ગઢવી -ભાડથર
      સમય મિડિયા
17-આવળ કૃપા વિડીયો-માંઝા
    જીવાભાઈ ગઢવી
17x1100=18700
+
700, મોમાઈ સ્ટુડિયો -નાગાજણભાઈ +
600, સોનલ વિડીયો -વેરસી વરમલ
=1300
    18700
  + 1300
=20000/-

ખાસ કરી શ્રી વેરસીભાઈના પ્રયત્નોને વંદન અને સર્વે સગયોગી મિત્રોને ધન્યવાદ..સહ ખુબ ખુબ આભાર..જય સોનલ..🙏

દીલીપભાઈ સિલ્ગા

શુક્રવાર, 22 જૂન, 2018

રાજકોટનું ગૌરવ

રાજકોટનું ગૌરવ એવા સી.એ. શ્રી કુલદિપ નારણભાઈ કેશરીયા આજ રોજ જાહેર થયેલ પરીણામ થી સમગ્ર ગુજરાત માં ત્રીજા ક્રમે આસી. કમિશનર ઓફ સેલ્સ ટેક્સ વગઁ - ૧ થયેલ છે ખૂબ ખૂબ અભિનંદન સમાજ નું ગૌરવ વધારવા બદલ  👍🏻👍🏻👍🏻

સોમવાર, 18 જૂન, 2018

તેજસ્વી તારલા નું સનમાન

તેજસ્વી તારલા નું સનમાન
ચારણ શકતી સમાજ વડોદરા દ્રારા ચારણ સમાજ ના જે વિદ્યાર્થિ ધોરણ ૧૦ અને૧૨ મા ૭૦%અને તેની ઉપર માર્ક્સ મેળવી ઉત્તીર્ણ થઈ સમાજ ને ગૌરવ અપાવેલ છે ત્તેઓ નું સન્માન સમગ્ર સમાજ વતી આપવા નું નક્કી કરેલ છે જેમા સર્વે જ્ઞાતિ બંધુ હાજર રહી બાળકો ને પ્રોસ્તાહંન આપવા હાર્દિક નિમંત્રણ

સમાજ જેનાં માટે ગૌરવ લઇ સકે તેવા સંગીત નાટક અકાદમી નાં પુર્વ ચેરમેન શ્રી યૉગેસભાઈ બોક્ષા જેમને રાષ્ટ્રપતિ શ્રી ના હસ્તે એવોર્ડ મળેલ છે તેમનુ સન્માન કરવાનું આયોજન કરેલ છે સૌએ હાજર રહેવા નિમંત્રણ
તારીખ ૧૯/૬/૧૮ મંગળવાર
સમય  સાંજે ૮/૦૦ કલાકે
સ્થળ મિલન પાર્ટી પ્લોટ ન્યૂ
           વી આઈ પી રોડ વડોદરા
  સન્માન પુર્ણ થયાં બાદ ડાયરા નૉ કાર્યક્રમ રાખેલ છે
પ્રમુખ દાદુભા વી ગઢવી
ઉપ.પ્ર.હિતેષભાઈ જે ટાપરીયા
નોંધ ઉત્તીર્ણ થયેલ વીધાર્થિ ની માર્કશીટ જમા કરાવવી

ગુરુવાર, 31 મે, 2018

ચારણ મહાત્મા નરહરદાસ લાખાજી રોહડિયા કૃત અવતાર ચરિત્ર

ચારણ મહાત્મા નરહરદાસ લાખાજી રોહડિયા કૃત  અવતાર ચરિત્ર

           *|| નૃરસિંઘ અવતાર ।।*

*બાલક ઉવાચ - દોહા-*

મેરો પ્રભુ યા થંભ મહઁ, સો મિથ્યા નહિ હોહિ ।
મન વચ કર્મ બુલાઇ હૂ, દરસન દૈ હૈ મોહિ।।

*રાજોવાચ -*

સો મન વચ કરિવૌ કહા, મરતે હૂં જુ ન હોઇ।
તબ દરસન કરિ હૌ કહા, ઉર લૈહૂં સર પોઇ।।

ગએ વિદેશનિ બંધુ સબ, તરુણી તજ્યો સનેહ।
કૃષિ નાસિ પશુ મરિ ગએ, દૂધનિ વરસહુ મેહ।

મૈં માર્યો ઉર એંચિ યહ, બાન પ્રાન લે જાઇ।
તબ દ્યૌં હરિ કરિ વે કહા, મૂવૈ વૈદ્યજુ આઇ।

*કવિરુવાચ- || છંદ : પધ્ધરિ ||*

વૈષાખ શુક્લ ચૌદસિ વિસાલ, રવિ હોત અસ્તગત સંધિકાલ।
પ્રહ્લાદ કરી કરુણા પુકાર, થહરાઇ થંબ તબ પરિ દરાર।।

થર હરત થંભ ડગ મગિત ગેહ, હલ હલિત ભૂમિ ડરિ અસુર દેહ।
કસ મસિત કમઠ ફણ લસિત શેષ, ઉર પરિયત્રાસ આસુર અસેસ।।

*બાલક ઉવાચ-*

ભુવતાર ઉતારણ પ્રભુ પ્રવીન, હરિ ઇતૌ ઝેર કબહૂ ન કીન।
યહ મૂઢ દિખાવત મોહિ ત્રાસ, અબ દેહું દરસ કરુણા નિવાસ।।

દુખ દીન હરન દેવાધિ દેવ, સબ કાલ કરત ઇંદ્રાદિ સેવ।
પિતુ માત તજ્યો હૂં કરિ અનાથ, કો વ્હૈ હૈં મો તૈ દીનનાથ।।

*।।કવિત્ત - ઘનાક્ષરી।।*

અખિલ જગત સબ આપનૈ કરમ બાંધ્યો,
નાચત હૈ તારી દૈ દૈ તુમહિ નચાઇવૌ।
કર્તુ ઓ અકર્તુ નાથ અન્યથા સમર્થ હરિ,
વિગ્રતા હુ મનમૈ ન મન કો બહાઇવૌ।।
અતિ હી રસિક રમા રસ જો રહત રસે,
યે હૌ તઉ ચિત પૈં વિરદ વિસરાઇવૌ।
મોહૂ સે પતિત કી પુકાર જો ન લગૈ તો ,
છાંડિ દેહુ પતિત ઉધાર ન  કહાઇવૌ।।

*કવિરુવાચ- || છંદ :પધ્ધરી ||*

યહ કહત ગર્જ પહુઁચી અકાશ, ઇંદ્રાસન ડોલ્યો અતિ સત્રાસ।
શિવ ટર્યો જોગ નિદ્રા સમંધ, મદ સુકિત ભયે દિગ્ગજ મદંધ।।

દિગપાલ ચકિત બ્રહમંડ ડોલ, અકવકિત અમર નહીં ફુરત બોલ।
થકિ રંભ નર્ત ગઇ તાલ ચૂકિ,    મુખ હાસ ત્રાસ નિસ્વાસ મૂકિ।।

જય જય નૃસિંહ સુર ભયો ઉચાર, બ્રહ્માદિ લખ્યો ભુવ ટર્યો ભાર।
થહરાઇ ઘોષ તબ ફટ્યો થંભ, અવતાર ભયો નરહરિ અસંભ।।

કટ કટહિ દશન દઢ્ઢા વિકાસ, શશિ સૂર જ્વલન ત્રય ચખ પ્રકાશ।
કૃત જૃંભ પ્રદીપિત મુખ કરાલ,   સા રક્ત દિવ્ય જિહ્વા સચાલ।।

કૃત ભૃકુટી કુટિલ વંકટ સકોપ, ઉદ્ધસિત સટા વપુ પીત ઓપ।
ખર નખર વજ્ર પર કર ઉઠાઇ, આછોટ ભ્રમિત શિર પૂંછ આઇ।।

ધૂં કાર શબ્દ ગર્જિત સધીર, વિકરાલ રુપ નરસિંઘ વીર।
પ્રભુ ઉચકિ હિરનકસ્યપ પછાર, ધરિ ગોદ ભયે થિત ગ્રેહ દ્વાર।।

દનુ ઉદર શિખર નખરન વિદારિ, આનંદ સુરનિ જય જય ઉચારિ।
તહાં કરી દૈવ ક્રીડા સુ તંત્ર, આંદૌલ હાર ઉર અસુર અંત્ર।।

આસુર સંઘારિ માયા અનૂપ, હરિ ભએ કાલ ભગવાન રુપ।
રક્તલિપ્ત વદન કર અરુણ રંગ, ભૃકુટિ વિલાસ ત્રય લોક ભંગ।।

આસુરી ગર્ભ સ્રાવિત અપાર, શિશુ કરત સભય હાહા પુકાર।
હા માત તાત તાતેતિ હોઇ,      કહૂં શષ્ટ આન ત્રાતા ન કોઇ।।

વૃષભાસન બંછિત ભૌ વિલાસ, શુભ રચિત સગણ નાટક સહાસ।
કર ડમરુ ડાક હર સમર ક્રૂદ્ધ,    ખર ખરહિ  યંત્ર જુગ્ગિનિ સખુદ્ધ।।

બેતાલ તાલ મિલિ હાક બીર, ગુર પ્રેત યક્ષ ગર્જિત ગહીર।
ડાકિની ડાક ત્રંબક તહક્ક, ગોમાયુ ચિલ્હ ગૃધ્રગ્ગ હક્ક।।

આનંદે નારદ અંગ અંગ,  યહ મિલ્યો આનિ અવસર અભંગ।
એરાવત આરુહ ઇંદ્ર આઇ, વર કુસુમ  વરષિ દુંદુભિ બજાઇ।।

શુભ કરત અમર કન્યા સુગાન , નૃત્યાદિ ગીત વાજિત વિધાન।
ગંધર્વ કરત નાટક સુગેય,     ઉચ્ચાર વિરદ તુંબુંર અજેય।।

દિગ્ગજારૂઢ દિગપાલ આઇ, સબ કરત શબ્દ જય જય સુભાઇ।
પગ ધારિ હંસ વાહન પ્રકાશ, શુભ દેખિ બ્રહ્મ ક્રીડા વિલાસ।।

ચવ વેદ ઉક્ત હિત મંત્ર ચીન, મુખ ચારિ ઉચિત આસિષ સુ દીન।
તેતીસ કોટિ સુર  કહત તામ , ભુવ ભાર  હર્યો પ્રભુ ધર્મ  ધામ।।

ઋષિ કહત ભએ આનંદ એવ, જગ જયતિ  જયતિ નર સિંઘ દેવ।
સકુટુંબ હિરણ કસ્યપ સમૂલ, હરિ ક્રોધાનલ જરિ સલભ તૂલ।।

કછુ બચે ભાજિ આસુર કુચાર, નિસ્સેષ કર્યો પ્રભુ ભૂમિ ભાર।
ભયભીત ભયે ઋષિ દેવ ભૂપ, શુભ નિકટ આઇ કમલા સુરૂપ।।

દંડવત કીન કરુણા દિખાઇ, ભયે સાંત રૂપ નરહરિ સુભાઇ।
શુભ સુર કોટી દીપિત શરીર, વપુ વૃદ્ધિ વિમલ નરસિંઘ વીર।।

નર સિંઘ દેવ બૈઠારિ અંક, તબ ભક્ત તિલક બાલક નિસંક।
ચાટત નૃસિંઘ નિજ રસનિ બાલ, દનુ દુષ્ટ હત્યો નર હરિ દયાલ।।

વર્ષાસુ હોત સુમનનિ અકાસ, લૈ અમર ચમર ઢાલત સહાસ।
તહાં ધર્યો છત્ર પહ્લાદ સીસ, દીય તિલક આપ ત્રૈલોક્ય ઇસ।।

*શ્રીનૃસિંહોવાચ  -*

નૃપતા વિશેષ છિતિ તોહિ દીન, પુનિ હોઇ ચિત જાચહુ પ્રવિન।

*પ્રહ્લાદઉવાચ  -*

મુખ ચારિ રટત વિધિ ચારિ વેદ, સોઉ નેતિ નેતિ ગાવત સખેદ।
ઇંદ્રાદી સબૈ સુર સત્ય લીન, નિત તિનંહિ સૂઝિ માયા નવીન।।

વ્હૈ ધ્યાના વસ્થિત દંડ ધારિ, દિગવાસ ભયે મુખ મેક ચારિ।
ત્રય નેત્ર દેખી જલ થલ અકાશ, નિર્ધાર પાર પાયો ન તાસ।।

ઋષિ વસન સઘન ઉદ્યાન તીર, જલ પત્ર મંત્ર પોષત સરીર।
દૃગ મૂંદિ રહત રત એક ધ્યાન, પૈ દેવ નહિન પાયો નિદાન।।

ભુવ અંત ભ્રમત જતિ જોગ સાધિ, અષ્ટાંગ ઉપાસત નિરુપાધિ।
અરુ હોત સિદ્ધ સાધક અનેક, વેઉ નૈ બતાવત હેત એક।।

ષટકર્મ ત્રિસંધ્યા ન્હાઇ વિપ્ર, સોઇ જોતી ફિરતિ ખોજત સછિપ્ર।
જુગ સહસ રસનિ નિત નામ જોર, આરાધ રોષ નહીં લહત ઔર।।

તુમ રહિત આદિ મધ્યાવસાન, કારણાભૂત કરુણા નિધાન।
દુર્લભ્ય જોતિ તુમ દેહ ધારિ, મુહિ દીનં દરસ દીનૌં મુરારિ।।

ગહિ બાંહ મોહિ બૈઠારિ ગોદ, મન વંછિંત પાયૌ સહિત મોદ।
અભિલાષ સબૈ પૂરે અનંત, સિર ધર્યો હાથ મોહિ કર્યો સંત।।

કર જોરિ યહૈ જાચત કૃપાલ,  દૃઢ ભક્તિ દેહુ દીનનિ દયાલ।
નિત નામ રટૈ રસના નવીન, અરુ રહૈ હસ્ત વંદન અધીન।

સિર રહૈ નમસ્કૃત ચરન સંગ, પુનિ ભાલ દેશ પદ રજ પ્રસંગ।।
શુભ જોતિ રહહુ ચિત વેદ સાખિ, ભવ તથા અસ્તુ નરસિંઘ ભાખિ।।

કીનૌ પુરાણ નરસિંઘ દેવ, નિજ વક્ર જગત ઉદ્ધાર મેવ।
સબ આઇ નિકટ તબ સુર સમાજ, આનંદ કહત મહિમા સકાજ।।

*|| છંદ :ભુજંગી || બ્રહ્મસ્તુતિ  -*

નમો દેવ નારાયણં નાર સિંઘં , નમો દેવ નારાયણં વીર સિંઘં।
નમો દેવ  નારાયણં ક્રૂર સિંઘં,  નમો દેવ નારાયણં દિવ્ય સિંઘં।।

નમો દેવ નારાયણં વ્યાઘ્ર સિંઘં, નમો દેવ નારાયણં પૂછ સિંઘં।
નમો નારાયણં પુરુષ સિંઘમ નમો દેવ  નારાયણં રૌદ્ર સિંઘમ।।

કવિ પ્રવીણભાઇ મધુડા રાજકોટના સૌજન્યથી ~ [અવતાર ચરીત્ર માથી]  પ્રાપ્ત થયેલ છે.

ટાઇપિંગ~:ધર્મેશ ગાબાણી

Featured Post

ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ

અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...