પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય આઈ શ્રી સોનબાઈ મા નું સપનું હતું ચારણ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે સૌ બાળકો ભણે આગળ વધે કુટુંબ, પરિવાર ,સમાજનું વિકાસ થાય અંને સંસ્કૃતિનું જતન થાય, અને તેના માટે આઈશ્રી સોનબાઇ મા દ્રારા શિક્ષણની દિવ્ય જ્યોત બોર્ડિંગનો સ્થાપના કરી કરેલ હતી એ સિવાય અને સમાજ ઉત્થાન માટે અનેક કાર્ય કરવામાં આવ્યા હતા તેનાથી આપણે સૌ પરિચિત છીએ,વ્યક્તિના જીવનમાં ઉત્કર્ષ અને ઉત્થાન માટે શિક્ષણ અને સંસ્કાર મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે વર્તમાન સમય અનુસાર ચારણ ગઢવી સમાજના વિધાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે એ માટે ચારણ- ગઢવી સમાજના શૈક્ષણિક સંકુલની ગાંધીનગર/અમદાવાદ ખાતે ખાસ જરૂર હતી. આ શૈક્ષણિક સંકુલ માટે આઈશ્રી સોનબાઇ માના જન્મ શતાબ્દી વર્ષ ની ફળશ્રુતિ રુપે બહુ જ સારી પહેલ દિલીપભાઈ શીલગા સાહેબ અને એમની ટીમ દ્રારા કરવામાં આવેલ છે. *આ કાર્ય માટે ભાઈશ્રી "સમ્રાટ" સામતભાઈ ગઢવી દ્રારા રૂ.30,00,000 /- નું યોગદાન જાહેર કરવામાં આવેલ છે.* સમાજ પ્રેમી અને યુવાનોના માર્ગદર્શક સામતભાઈ દ્રારા શૈક્ષણિક કાર્ય માટે હર હંમેશ સહકાર અને યોગદાન હોય જ છે.
*આ ભગીરથ કાર્યમા સર્વે જ્ઞાતિજનો તન, મન , ધન થી આપણા સમાજના વિધાર્થીઓ માટે સાથ સહકાર આપવા વિનંતી.*
યોગદાન અને માહિતી માટે
દિલીપભાઈ શીલગા
મો.9825005224
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો