નમસ્કાર
માતાજીની કૃપાથી,આપ સૌ શ્રેષ્ઠીઓ ના સહકારથી આજ થી "Aharti ghee" નું વેચાણ શરૂ કરવા જઈ રહ્યા છીએ.આપ સૌ અમારા આ સોપાનને વધાવી, વધુ માં વધુ લોકો સુધી પહોંચાડી અમારી શુધ્ધતાનો આસ્વાદ કરાવી અમોને પ્રોત્સાહન આપશો એવી અપેક્ષા..
ઓર્ડર માટે મો. ૬૨ ૬૨ ૫૮ ૫૮ ૬૦
ઉપર સંપર્ક કરવા વિનંતી.
નમસ્કાર
ભારતીય આર્ય સંસ્કૃતિમાં પશુધનનું અનેરું મહત્વ રહ્યું છે. દૂધ, દહી, છાશ,માખણ તથા ધી પ્રથમ થી જ આપણા ગુજરાતીઓનું મનપસંદ ખાણું રહ્યા છે. દૂધની બનાવટોનો આસ્વાદ આપણા રોમેરોમ ને પુલકિત કરી દે છે પરંતુ આજે એ ઘી નો આસ્વાદ એના સંપૂર્ણ શુદ્ધ અને પ્રાચીન સ્વરૂપે મેળવવો અલભ્ય થઈ ગયેલ છે.એ જ વલોનાથી બનાવેલ માખણ અને એ જ વૈદિક પદ્ધતિ થી બનાવેલ ઘી અને એજ પ્રાચીન સ્વાદ અમો આપના માટે લાવવા તત્પર છીએ.
અમો ૧૦૦ થી વધુ જાફરાબાદી ઓલાદની ભેંસો ધરાવીએ છીએ. જે તેના દૂધ માટે સમગ્ર વિશ્વમાં જાણીતી છે અમો આ ભેંસો નો ઉછેર સંપૂર્ણ કુદરતી વાતાવરણમાં કરીએ છીએ. અંદાજિત 250 વીઘા જેટલી વીડીની જમીનમાં આ ભેંસો કુદરતી ઘાસ ચરે છે તથા સંપૂર્ણ કુદરતી વાતાવરણમાં રહે છે.આ તબેલો એટલે બોટાદ જિલ્લાના સ્વામીના ગઢડા તાલુકાના સમઢીયાળા ગામે આવેલ "શ્રી ગઢવી ડેરી ફાર્મ" જે વર્ષ 2017 થી કાર્યરત છે.
આજના યુગમાં શુદ્ધ વસ્તુ મેળવવી મુશ્કેલ છે એમાં પણ શુદ્ધ ઘી મળવું અત્યંત મુશ્કેલ છે. બજારમાં અસંખ્ય ઘી ની વિવિધ કંપનીઓ ઉપલબ્ધ છે પરંતુ તેમાં ૧૦૦ % શુદ્ધતા મેળવવી, માખનમાંથી બનાવેલ ઘી મેળવવું એટલું જ કઠિન છે ત્યારે અમો પ્રાચીન પરંપરા મુજબ વલોણા થી માખણ બનાવી આ માખણમાંથી શુદ્ધ ઘી બનાવી ટૂંક સમયમાં જ "ahrti ghee" થી બ્રાન્ડ શરૂ કરવા જઈ રહ્યા છીએ અમારું સૂત્ર જ "THE PROMISE OF PURITY" છે.તથા અમો શુધ્ધતા બાબતે ચેલેન્જ પણ આપીએ છીએ.
અમારા આ નવા સોપાન ને આપ સૌ શ્રેષ્ઠીઓ વધાવી લઇ અમારી આ શુધ્ધતાનો આસ્વાદ લઈ આપનું જીવન પણ નિરામય બનાવો તેવી અમારી અભિલાષા છે. અને આપ સૌ શ્રેષ્ઠીઓ અમારા આ વિચાર બીજને ફેલાવીને વટવૃક્ષ બનાવવા માં મદદ કરશો તેવી અપેક્ષા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો