ઢસા 108 એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી પ્રમાણિકતા અને ઈમાનદારીનું પ્રેરક પૂરૂ પાડ્યુ
આજરોજ સવારના ૭ વાગ્યે ભરતભાઈ પરમાર ઉમર વર્ષ ૫૮ પોતાના બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે લીમડા નજીક પોતાનું બાઇક અચાનક સ્લીપ થઈ જતા ભરતભાઈ ગંભીર રીતે ઘવાયેલ ૧૦૮ ઇમરજન્સી માં કોલ કરેલ તેમને ઢસા હોસ્પિટલ લઇ આવેલ ત્યારબાદ ગંભીર જણાતા ઢસા થી સીએસસી સિહોર હોસ્પિટલમાં દાખલ કરેલ તેમની પાસે રાખેલ રોકડ રકમ અંદાજિત ૧૦૪૦૦૭ રૂપિયા તેમજ બે atm અલગ-અલગ બેંકની પાસબુક તેમજ એક મોબાઇલ ફોન તેમના સગા ને પરત કરી એક પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે ઢસા ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સના સ્ટાફ એમટી જયેશ વાળા તેમજ પાયલોટ ભરતભાઈ ખાતરા(શૈલેષ ગઢવી) દર્દીના સગા વાલા એ બંને સ્ટાફને ખુબ ખુબ બિરદાવી અભિનંદન પાઠવેલ છે ખરેખર 108 ના સ્ટાફને સો સો સલામ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો