મુસાફરોમાં ખુશી
રાજુલા એસટી ડેપોએ નવા નવ રૂટ શરૂ કર્યા રાજુલા 13 કલાક પહેલાં • લોકલ બસનો લાભ લેવા ડેપો મેનેજરની લોકોને અપીલ રાજુલા એસટી ડેપો દ્વારા મુસાફરોની રજુઆતને ધ્યાને રાખીને નવ નવા એસટી રૂટ શરૂ કર્યા છે .
અહીં ગ્રામ્ય વિસ્તારોને જોડતા લોકલ રૂટ શરૂ થતા મુસાફરોમાં ખુશીનો માહોલ પ્રસર્યો હતો . અમરેલી એસટી વિભાગના નિયામક ચારોલાની સૂચનાથી રાજુલા ડેપોના મેનેજર નિમિષાબેન ગઢવી દ્વારા મુસાફરોની રજુઆતને ધ્યાનમાં રાખીને એસ.ટી.ના નવા રૂટ શરૂ કર્યા છે . જેમાં રાજુલા - બગસરા વાયા કાતર , ધારી , રાજુલા – બગસરા , રાજુલા- ઉના વાયા બારપટોળી , રાજુલા - ઉના , રાજુલા – મહુવા , રાજુલા - ધારી અને રાજુલા - અમરેલીની એસટી સેવા શરૂ કરાઇ હતી . અહીં ગ્રામ્ય વિસ્તારમાં લોકલ બસ ન મળવાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો . ત્યારે એસ.ટી તંત્ર દ્વારા નવા રૂટ શરૂ કરવામાં આવતા ગ્રામ્ય વિસ્તારના મુસાફરો ખુશ ખુશાલ થયા છે . તેમજ લોકલ બસનો લાભ લેવા ડેપો મેનેજર નિમિષાબેન ગઢવીએ મુસાફરોને અપીલ કરી હતી .
પ્રશંસનીય કાર્ય બદલ ડેપો મેનેજર નિમિષાબેન ગઢવી ને ખૂબ ખુબ અભિનંદન 💐💐💐
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો