એટલે શું ?
એક માણસ હતો તે પોતાના સમાજની સાથે ખૂબ જ સરસ રીતે રહેતો હતો અને ખૂબ ખુશ હતો . એક વખત અચાનક કોઈને કોઈ કારણથી સમાજથી સંગઠનથી દૂર જતો રહ્યો અને ફક્ત એકલો પોતાના ઘરે જંગલમાં એકાંતમાં રહેવા લાગ્યો . આ બધી વસ્તુ સંગઠનના મંત્રીને ખબર પડી તો એક દિવસ રાત્રે તે તેના ઘરે પહોંચી જાય છે . અને જુએ છે . તો તે એકલો બેઠો બેઠો તાપણું કરીને આગનીસામે બેઠો હોય છે . તો મંત્રી ત્યાં જાય છે . તેને જોઈને પેલો માણસ કાંઈપણ બોલતો નથી પણ મનોમન રાજી થાય છે કે હું સંગઠનથી દૂર થયો તો ખૂદ મંત્રી મારા ઘરે આવ્યા પરંતુ મંત્રી હોંશિયાર હોય છે . તેમણે તે સળગતી અગ્નિમાંથી એક લાકડીને કાઢીને દૂર મૂકી દીધી આ પેલો માણસ બરાબર નિરીક્ષણ કરી રહ્યો હોય છે . અને મનમાં રાજી | થતો હોય છે . બન્ને કાંઈપણ બોલતા નથી પરંતુ થોડો સમય જતા પેલી લાકડી જે દૂર કરી હતી . તે આગ બુઝાઈ ગઈ અને ધીરે - ધીરે કાળી પડવા લાગી અને કોલસો થઈ ગઈ પછી મંત્રી ઊભા થાય છે . અને જેવા લાગે છે . અને તે જુદી કરેલી લાકડીને ફરીથી પેલી સળગતી લાકડીઓ સાથે મૂકી દે છે . તો પાછી પેલી લાકડી સળગવા લાગે છે . અને પ્રકાશ આપવા માંડે છે . તેથી આ જોઈને પેલા ભાઈને પોતાની ભૂલ સમજાઈ અને મનોમન મંત્રીનો આભાર માનવા લાગ્યો કે એકલો માણસનું કાંઈ અસ્તિત્વ નથી . સંગઠનનો સાથ હોય તો જ માણસનું મહત્ત્વ છે .
*“એક રહો , નેક રહો , સંગઠીત રહો ”*
જય માતાજી..🙏
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો