ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 20 ઑગસ્ટ, 2020

સ્વ હેમુભાઈ ગઢવી ની મી પુણ્યતિથી

લોકસંગીત ના હીર, અષાઢી ગાયક, ગહેકતો મોરલો એવા કાઠ્યાવાડી કલાકાર સ્વ. હેમુભા (હેમુભાઇ) ગઢવી ની ,20મી ઑગસ્ટ, ના રોજ પુણ્યતિથી છે 
મિત્રો તેમની બધી વિગત ભેગી કરી તમારી સમક્ષ રજુ કરુ છુ.

સૌરાષ્ટની લોકકલાની વાત આવે ત્યારે ત્યારે આપણા લોકગાયકો યાદ આવ્યા વિના ન રહે અને આવા લોકગાયકો માં કસુંબલ કંઠના માલિક હેમુભાઇનો જોટો ન મળે .

”મારું વનરાવન છે રુડું..વૈંકુંઠ નહી આવું..કંઠની મીઠાસ અને હલક બેજોડ હતાંસાંભળો તો લોકગીતોની સૂરાવલિમાં સમાયેલું સૌંદર્ય છતું થાય…….. એવી હલકથી ગાવાની ક્ષમતા ધરાવતા ……..અને કથાનકમાં રહેલા વીર કે કરુણ રસને બહેલાવે એવો કંઠ ધરાવતા હિંમતદાન ગઢવીનો જન્મ સૌરાષ્‍ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકણિયા ગામે ઈ. ૧૯૨૯ના સપ્‍ટેમ્બર માસની ૮મી તારીખે થયો હતો. પછીથી તેઓ ‘હેમુ‘ નામના લાડીલા ઉપનામથી ઓળખાતા હતા.
મૂળનામ હેમુભા નાનભા ગઢવી,પિતાનુ; નામ નાનુભા.માતા – બાલુભા; નાનુભા પોતે નિરક્ષર હતા અને ખેતીનો ધંધો કરતા હતા. માતા બાલુબાએ હેમને ભવાઈ અને પ્રવાસી નાટક-મંડળીઓનો પરિચય કરાવ્યો. બાલુબાના ભાઈ એટલે કે હેમુના મામા નાટક મંડળી ચલાવતા.જેથી તેઓ ૧૪ વર્ષની ઉંમરે શક્તિ પ્રભાવ કલામંદિરમાં મહિને ૧૨ રૂપિયાનાં પગારે જોડાયા હતાં. જેમાં તેને પ્રથમ નાટક મુરલીધરમાં કૃષ્ણની ભુમિકા ભજવીને પોતાનાં અભિનયથી જોવા આવનાર લોકોનાં મન મોહી લીધા હતાં. તે દરમિયાન તેને ” ગામડુ મુજને પ્યારૂં ગોકુળ ” પ્રથમ ગીત ગાયુ હતું. એક વખત તેઓ જામનગર શહેરમાં રાણકદેવી નામનું નાટક ભજવવા ગયેલા. જેમાં તેઓએ રાણકદેવી નું સ્ત્રીનું પાત્ર ભજવ્યુ હતુ અને લોકોનાં દીલ જીતી લીધેલા અને તેનાથી પ્રભાવિત થઈને તે સમયે જામનગર શહેરમાં ચાલતા રાણકદેવી ચલચિત્રનાં નિર્માતા છેક મુંબઈથી આવીને તેઓએ બાળકલાકાર હેમુભાઈને નવાજ્યા હતાં. 

હેમુ એ કંપનીનાં નાટકોમાં સ્ત્રીપાત્રો ભજવતાનાટક-મંડળી પ્રવાસ કરતી રહેતી. પરિણામે વિવિધ સ્થળોએ વિવિધ શ્રોતામંડળી સમક્ષ લોકગીતો, રાસ, ગરબા વગેરે રજૂ કરવાની તક તેમને સાંપડી.આમ તેઓએ ઈ.સ.૧૯૫૫ સુધીમાં વાંકાનેર ની નાટક કંપની અને રાજકોટની ચૈતન્ય નાટક કંપનીમાં પણ કામ કર્યુ હતું.

આકાશવાણી રાજકોટમાં યોગદાન
લોકસાહિત્યમાં રસ પડતાં તેનો વ્યવસ્થિત અભ્યાસ શરૂ કર્યો. મોરબીના વિદ્યારામ હરિયાણીને તેમણે પોતાના ગુરુ તરીકે સ્થાપ્‍યા હતા. વિદ્યારામે લોકસાહિત્યની ખૂબીઓ અને વિવિધતાઓથી હેમુને સુપરિચિત કર્યા.1955 – આકાશવાણી કેન્દ્રમા તાનપુરા આર્ટિસ્ટ તરીકે જોડાયા ઈ. ૧૯૫૬માં તેઓ રાજકોટ આકાશવાણીમાં જોડાયા. તે દરમિયાન અસરકારક પદ્ધતિએ લોકસંગીત શી રીતે રજૂ કરવું તેની વ્યવસ્થિત તાલીમ તેમણે લીધી.તે દરમિયાન તેઓએ ઝવેરચંદ મેઘાણી અને દુલા કાગનાં સાહિત્યનો અભ્યાસ કરીને લોકસંગીતને વાચા આપી હતી અને આકાશવાણી દ્વારા ગુજરાતનાં ઘર ઘર સુધી પહોંચાડયુ હતું. પછી તો તેમણે સંખ્યાબંધ જાહેર કાર્યક્રમો આપ્‍યા. તેમનો અવાજ ઝવેરચંદ મેઘાણી જેમ બુલંદ અને સુરીલો હતો.1962-1963 – કોલંમ્બિયા કંપનીએ તેમની 78 સ્પીકની રેકર્ડ ‘સોની હલામણ મે ઉજળી’ બહાર પાડી હતી તેમણે ગાયેલાં અસંખ્ય લોકગીતોની ગ્રામોફોન રેકર્ડ તૈયાર થઈ ધૂમ વેચાવા લાગી.એચ.એમ.વી. એ અમે મહિયારા રે, શિવાજીનું હાલરડું, મોરબીની વાણિયણ વગેરે ગીતો ની રેકર્ડ રજુ કરી હતી જે ગીતો આજેય યાદગાર છે .
આકાશવાણીમાં તેમને લોકસંગીતના સહાયક નિર્દેશક તરીકે બઢતી આપવામાં આવી હતી. તેમના સહકાર્યકર હતા. દીનાબહેન ગાંધર્વ. એમના સાથમાં તેમણે અનેક લોકસંગીત-રૂપકો રચ્યાં. એમાંનાં ‘રાંકનું રતન‘, ‘શેણી વિજાણંદ‘, ‘કવળાં સાસરિયાં‘ તથા ‘પાતળી પરમાર‘ આજે પણ એટલાં જ લોકપ્રિય રહ્યાં છે.આકાશવાણી રાજકોટ આજે જે કંઇ છે એમાં સૌથી વધુ પ્રદાન હેમુભાઇ નું છે.હેમુ ગઢવીને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણજી ના હસ્તે લોકસંગીત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
રાજકોટ મુકામે 1998 માં મ્યુ. કોર્પો. દ્વારા બંધાયેલ ઑડીટોરિયમ ને ‘હેમુ ગઢવી’ નામ આપવામાં આવ્યુ છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને રાજકોટ શહેરમાં જાહેરમાર્ગને હેમુ ગઢવી માર્ગ નામ આપ્યું.
એક દિન પંચસિંધુને તીર‘ અને ‘વર્ષાવર્ણન‘ જેવી ગદ્યવાર્તાઓ તેમણે રજૂ કરી ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્‍ત કરી હતી. તે સમયમાં સૌરાષ્‍ટ્ર સંગીત નાટક અકાદમી અસ્તિત્વમાં હતી. આ અકાદમીએ ‘શેતલને કાંઠે‘ અને ‘ધન્ય સૌરાષ્‍ટ્ર ધરણી‘ જેવાં નાટકો રજૂ કર્યાં હતાં. આ નાટકો ખૂબ જ પ્રશંસા પામ્યાં હતાં..રંગભૂમિ ના પણ ઉમદા કલાકાર પણ હતાં; સત્યવાદી રાજા હરિચંન્દ્ર અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા યાદગાર નાટકો કરેલાં છે.
આ પ્રશંસા પાછળ હેમુનો કંઠ અને તેમના અભિનયનું અતિ મહત્વનું પ્રદાન છે.હેમુ ગઢવી ના મુખે લોકગીત કે ભજન કાને પડે ત્યારે એનો આનંદ રોમાંચ મનેખને ડોલાવી દે છે.ઝવેરચંદ મેઘાણીએ ઢગલાબંધ લોકગીતોનું સંશોધન અને તેનો સંચય કર્યો છે. આ લોકગીતોને કવિ દુલા કાગ કે કાનજી ભૂટા બારોટ જેવા ગાયકોએ ઢાળ આપવાનું કામ કર્યું છે. હેમુ ગઢવીની ગણના પણ ઢાળ આપનાર આ ગાયકોમાં થાયયોગદાન
અસરકારક રીતે લોકસાહિત્યની રજૂઆત કરવામાં તે એક્કા હતા. ઊછરતા લોકસાહિત્ય કલાકારોને તાલીમ આપી કુશળ બનાવવામાં પણ એમણે મહત્વનો ફાળો આપ્‍યો હતો.લોકસાહિત્યની ગીત-કથાઓ, વારતાઓ વગેરેને લોકપ્રિય બનાવવામાં મહત્વનું યોગદાન

ગુજરાતી ભાષાનાં સાહિત્યને પોતાનાં કંઠ દ્વારા વાચા આપનાર હેમુભાઈ તા.૨૦-૦૮-૧૯૬૫નાં દિવસે સૌરાષ્‍ટ્રના પડધરી ગામે કોળી મહિલાઓનાં ગીતોનું ધ્વનિ-મુદ્રણ કરી રહ્યા હતા ત્યારે રાસડાઓનાં રેકોર્ડીગ વખતે હેમરેજ થવાથી ચકર આવ્યા ને ધરતી ઉપર કાયમને માટે ઢડી પડ્યા અને બધાને અલવિદા કરીને ચાલ્યા ગયા. આમ ફક્ત ૩૬ વર્ષનું આયુષ્ય ભોગવીને તેમનુ અવસાન થયુ. લોકસંગીતનો જીવ આકાશવાણીનો તારલો હંમેશને માટે આકાશવાણી બની ગયો.આજે પણ તેઓનાં લોકગીતો માણસને તેમની યાદ અપાવે છે. તેમનાં વારસાને આગળ ચલાવનાર તેમનાં પુત્ર બિહારીદાન ગઢવી પણ હેમુભાઈની જેમજ લોકસંગીતને જીવંત રાખવા માટે લોકગીતો ગાય છે. ગુજરાત સરકારનો શ્રેષ્ઠ લોકગાયકનો ગૌરવ પુરસ્કાર સૂરમણી સ્વ. શ્રી હેમુભા ને લાખ લાખ વંદન


હેમુ ગઢવીને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણજી ના હસ્તે લોકસંગીત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
રાજકોટ મુકામે 1998 માં મ્યુ. કોર્પો. દ્વારા બંધાયેલ ઑડીટોરિયમ ને ‘હેમુ ગઢવી’ નામ આપવામાં આવ્યુ છે.
આકાશવાણી, રાજકોટ આજે જે કાંઇ છે, તેમાં મુખ્ય ફાળો હેમુભાઇ ગઢવીનો છે.
સૌરાષ્ટના લોકસાહિત્યને જીવંત કરનાર સૂરમણી સ્વ. શ્રી હેમુભા ને લાખ લાખ વંદન…

1 ટિપ્પણી: