ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

રવિવાર, 31 મે, 2020

આઇશ્રી સોનલમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા કીટનું વિનામૂલ્યે વિતરણ

31/05/2020
આઇશ્રી સોનલમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા દર વર્ષની જેમ આ 11 માં વર્ષે પણ જરૂરીયાતમંદ પરીવારોને અનાજ કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ.
*કુલ ૧૦૬ કીટનું* ( આશરે રૂ. 7.65 લાખ કિંમત) વિતરણ કરવામાં આવેલ છે જેમાં,
ઘઉં,
તેલનો ડબ્બો,
ગોળ,
ચોખા અને મગ(ખીચડી)
તેમજ કોરોના lockdown નિમિત્તે
રોકડા રૂ. 1000/= ખાસ  વધારાની સહાય કરવામાં આવેલ.

ટ્રસ્ટ આ જરૂરિયાત મંદ પરિવારોને દિવાળી તેમજ જન્માષ્ટમી નિમિત્તે *મીઠાઈ અને ફરસાણ* નું પણ વિતરણ કરે છે.

આજના વિતરણમાં સમાજના *યુવાનોએ* સેવા પૂરી પાડી *એકતાનું* અને યુવા શક્તિનું ઉદાહરણ આપેલ, તેને પ્રોત્સાહિત કરવા સમાજ ના શ્રેષ્ઠી ઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ટ્રસ્ટીઓ એ યોગ્ય આયોજન કરી ને માર્ગદર્શન પૂરું પડેલ હતું.

અગાઉ આ ટ્રસ્ટની સાથે    રાજકોટ ની બીજી 2 સંસ્થાઓ *ઇન્દુબેન ધીરુભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ* અને 
*સમૂહ લગ્ન સમિતિ (જૂની)* 
એટલે કુલ 3 સંસ્થા ઓના આર્થિક સહયોગથી કોરોના રોગ ના ખાસ સંજોગો માં
 રૂ.150000 ની અનાજ કીટ અને તથા 1000 રૂ. આ પરિવારો ને રોકડા  
*શ્રી શક્તિ ચારણ યુવા સંગઠનના યુવાનો*  અને *યુથ વર્કિંગ કમિટીના યુવા કાર્યકર્તાઓ* 
એ કોરોના ના ભય હેઠળ પણ ઘરે ઘરે જઈ ને કીટ નું વિતરણ કરેલ.
આવા સમયમાં આ કરેલ *સેવા ની સમગ્ર સમાજે સરાહના* કરેલ હતી અને *અભિનંદન પાઠવ્યા હતા*.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...