ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 3 જાન્યુઆરી, 2019

રાહુલ લીલા અને મેડીકલ કેમ્પ પર્યાય બની ગયા છે : ચારણ સંસ્કુતિ નો અહેવાલ

રાહુલ લીલા અને મેડીકલ કેમ્પ પર્યાય બની ગયા છે

"પહેલુ સુખ તે જાતે નર્યા"
માણસ જો તંદુરસ્ત અને સ્વશથ ન હોય તો ગમે તેટલા તેની પાસે વૈભવના સાધન હોય પણ તેને સુખી ન કહી શકાય. જાત નરવી હોય તેને જ સુખ કહ્યું છે.શરીરમાં આવતી કોઈપણ બીમારીની સારવાર ન મળે તો મનુષ્ય જીવન નર્ક સમુ બની જાય છે.
કેટલાક લોકો શિક્ષણના અભાવે , કેટલાક આર્થિક પરિસ્થિતિના અભાવે, કેટલાકને મેડીકલની સારવાર દુર હોવાના કારણે સારવાર મેળવી શક્તા નથી. અને જીવન પર્યન્ત બીમાર રહે છે.

આવા લોકો દરેક સમાજમાં હોય છે . ચારણ સમાજના આવા લોકોની સારવાર કરવાનાં યગ્નોનું આયોજન એટલે શ્રીમતી શારદાબેન દિલીપભાઈ રુડાચ દ્વારા થતા મેડીકલ કેમ્પ.
સમાજનું કોઈ કાર્ય સારુ થતું હોય તો દાતા તો મળી શકે પણ તે કાર્યને પાર પાડનાર , આયોજન કરી આપનાર અને તે પણ ગ્નાતિના વ્યક્તિ મળવા મુશકેલ હોય છે.
પણ એક એવી વ્યક્તિની વાત કરવી છે મારે કે જેણે ચારણ સમાજના ઘણા બધા જીલ્લાઓના ગામડામાં જઈ ચારણો જ્યાં વસતા હોય તેવા નેહડામાં જઈ મેડીકલ કેમ્પ યોજીને કોઈકનું જીવન બચતું હશે તો દાતાના દાનને મારા શ્રમ દ્વારા સિદ્ધ કરીશ એવો નિર્ધાર કરનાર વ્યક્તિ છે "રાહુલ લીલા"

મિત્રો આ એક યુવાને ચારણ સમાજમાં નોખી ભાત પાડી છે અને અલગ ચીલો ચીતર્યો છે.
ચારણ -ગઢવી સમાજની છેવાડાની વ્યક્તિને તેણે બીમારી માંથી મુક્તિ અપાવીને નવું જીવન બક્ષ્યુ છે.
રાહુલ લીલા ના કેમ્પના આગળના અહેવાલ પછીની વાત કરીએ તો તેમને ગુજરાતની ખયેતનામા હોસ્પિટલ , સ્ટર્લિંગ , વોકહાર્ટ , એચ.સી.જી.,જાયડસ, ગો કુલ રીધમ અને જે તે જીલ્લાના આરોગ્ય સેન્ટરની મદદ લઈને ગોધરાના રસુલ પુર , ગવાસી, અને જામજોધપુર, મોણીયા, નાગબાઈમાં ધામ, ભીમરાણા મોગલ ધામ, અને મધ્ય ગુજરાતનું રામોદડીમાં સુંદર આયોજન કર્યા છે.
તેમા મોણીયા નાગબાઈમાં ભીમરાણાના બાપુ, તેમજ રામદાનભાઈ ઝુલા , નવલદાનભાઈ ખડીયા, વિરમભાઈ, પી.એમ. ગઢવી, મયુરભાઈ, પરબતભાઈ, આપદાનભાઈ, પ્રવિણભાઈ સહિત સમાજના અનેક અગ્રણીઓએ સહકાર આપેલ.
માતાજી આ સેવારૂપી યગ્ન કાયમ શરુ રાખે તેવી માં સોનલ અને માં મોગલને પ્રાર્થના.

લી :- પ્રવિણભાઈ ગઢવી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...