આજે તા. 27-09-2018 અને ભાદરવા વદ - બીજ એટલે ભજન સમ્રાટ નારણ સ્વામી બાપુ ની 18 મી નિર્વાણ તિથી છે.
તે નિમ્મિતે તેમનું ટુંકમા જીવન ચરીત્ર મુકવાનો નાનકડો પ્રયાસ કરેલ છે.
પુર્વઆશ્રામનું નામ :- શક્તિદાન લાંગાવદરા
પિતાનું નામ :- મહિદાન લાંગાવદરા
માતાનું નામ :- જીવુબાબેન
જન્મ :- અષાઢ સુદ - બીદ વિક્રમ સવંત - 1994
બ્રહ્મલિન :- ભાદરવા વદ - બીજ તા. 16-09-2000
*તેમના વિશે વિશેષ :-*
નારાયણ સ્વામીએ સંસારમાંથી સન્યાસ લીધો હતો.
શાપર (વેરાવળ)નાં પાટીયે આવેલા શ્રી પરબવાળા હનુમાન મંદીરે તેઓ થોડો સમય રહયા હતાં જયાં તેઓ દર શનિવારે ભજન કરતા હતાં. તેમની સાથે વેરાવળ (શાપર)ના મુળુભા (બચુભાઈ) તેમજ અન્ય સાથીદારોએ શરૂ કરેલ આ ક્રમ આજે પણ ચાલુ છે. ત્યાર પછીથી તેઓએ સ્થાપેલા આશ્રમમાં રહેતા હતાં.
તેમનો આશ્રમ
કચ્છ જિલ્લાનાં માંડવી ખાતે આવેલો છે. જયાં તેઓએ બીમાર તથા અશક્ત ગાયની સંભાળ માટે ગૌશાળા પણ સ્થાપેલી છે. રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશને રાજકોટ શહેરમાં એક જાહેરમાર્ગનું નામ
નારાયણ સ્વામી માર્ગ નામ આપેલું છે.
નારણ બાપુનિ નિર્વાણ તિથી અે કોટી કોટી વંદન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો