કોઈપણ સમાજની પ્રગતિશીલતાના પાયામાં હોય છે શિક્ષણ,રોજગાર,વ્યવસાય અને ઉધોગ.આપણો સમાજ તો જ વધારે સમૃદ્ધ અને પ્રગતિશીલ બને જ્યારે આપણા સામાજિક ખર્ચનો મોટો હિસ્સો શિક્ષણ અને રોજગાર માટે ખર્ચાતો હોય.
આજે વાત કરવી છે ચારણ સમાજના ઉચ્ચ શિક્ષિત એવા ડૉ.આર .ડી .માનવ,(ગુડગાંવ - હરિયાણા) ની ,જેમણે આપણા ચારણ સમાજના યુવાનોમાં શિક્ષણ ,ઉચ્ચ શિક્ષણ અને રોજગારનું પ્રમાણ ઉતરોતર વધે એ માટે બીડું ઝડપ્યું છે.
ડૉ .આર .ડી .માનવે રાષ્ટ્રીય સ્તરે “ચારણ –ગઢવી સેન્ટર ફોર એકસલેન્સ” પ્રોજેક્ટની સ્થાપના કરી છે.જ્યાં આપણા સમાજના યુવાનોને ઉચ્ચ શિક્ષણ અને કેરિયર અંગે નિષ્ણાતોનું માર્ગદર્શન મળશે ,એટલું જ નહિ આ સેન્ટરમાં ડૉ .માનવ એક “પ્લેસમેન્ટ સેન્ટર “ પણ શરૂ કરી રહ્યા છે .આ પ્લેસમેન્ટ સેન્ટર દેશ –વિદેશની ખ્યાતનામ કોર્પોરેટ કંપનીઓ અને અન્ય ઓદ્યોગિક એકમો સાથે જોડાયેલું હશે ,યોગ્ય ઉમેદવારોને સરકાર અને ખાનગી કંપનીઓમાં સારી નોકરી મળી રહે એ માટે યોગ્ય માર્ગદર્શન અને ભરતી પ્રક્રિયામાં મદદરૂપ બનશે.આ ઉપરાંત આ સેન્ટરમાં ઉચ્ચ કક્ષાના આધુનિક સાધનોથી સજ્જ એક ‘સ્કીલ સેન્ટર “પણ હશે , જેમાં આપણા યુવાનોને જુદા જુદા કૌશલ્ય અંગે તાલીમ આપવામાં આવશે.
ઉચ્ચ શિક્ષણ અને જુદા જુદા ક્ષેત્રમાં કેરિયર બનાવવા ઈચ્છુક ચારણ યુવાનોએ આવા પ્લેટફોર્મનો વધારેમાં વધારે લાભ લેવો જોઈએ.
ડૉ .આર.ડી .માનવ સોશિયલ મીડિયા દ્વારા આપણા સમાજના યુવાનો ,શીક્ષિતો,વ્યવસાયિક વિષય નિષ્ણાતો અને સમાજના અન્ય આગેવાનો સાથે આ પ્રોજેક્ટ વિષે વિચાર – વિમર્શ કરી રહ્યા છે,આપણા સમાજના વધારેમાં વધારે લોકોને આ અભિયાનમાં જોડી રહ્યા છે.આપ પણ એમના આ પ્રગતિશીલ અભિયાનમાં જોડાઈ શકો છો .સંપર્ક ડૉ .આર .ડી .માનવ (મો) ૦ 9871 5916 18, એમના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક : https://chat.whatsapp.com/2GM9KoUEF5R5fLleLHGKHX
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો