સ્વ. પ્રભાત સિંહજી બારહઠ
ચારણી સાહિત્ય, ઈતિહાસનાં જાણકાર ખુબ સારા ચિત્રકાર, શિવાજી મહારાજનુ વર્લ્ઠ રેકોર્ડ (રંગ પુરણી અધુરી) ચિત્ર બનાવનાર, લાગણીશીલ માણસ.
ચારણી સાહિત્યનાં અનેક સંશોધકો, સંપાદકોએ પ્રભાતસિંહજીનાં ચિત્રથી પોતાના પુસ્તકને શણગાર્યુ છે.
ગુજરાતનાં શ્રેષ્ઠ ચિત્રકાર અવોર્ડ માટે મોદીજીએ જેમના નામની ભલામણ કરેલ.
તેમનો એક પ્રકલ્પ હતો કે ચારણ સર્જકો વિષયક પુસ્તક તૈયાર કરવુ જેમા ચિત્રો પ્રભાતસિંહજીનાં તથા જીવન અને કવન વિષયક સંશોધન તીથઁકર રોહડિયા તથા કિશોર બારહઠ(હજનાળી) કરવાના હતા.
ઈશરદાસજી મહારાજનુ પ્રથમ અને અસલ(બંધ બેસતુ) ચિત્ર આપણને પ્રભાતસિંહજી પાસેથી જ પ્રાપ્ત થાય છે. આ ચિત્ર સંદર્ભે તેઓશ્રીએ અનેક વાર સ્વીકાર્યુ છે કે આ ચિત્ર બનાવવાની પ્રેરણા મને રતુકાકા (રતુદાનજી રોહડિયા)એ આપી આમ આ ચિત્ર બન્યુ ને આજ ઘેર ઘેર આ ચિત્ર દ્વારા ઈશરદાદાની પુજા થાય છે.
પ્રભાતસિંહજી ભલે સ્થુળ દેહ સ્વરૂપે આપણી વચ્ચે ન રહ્યા પણ તેઓ ઈશરદાસજી મહારાજનાં ચિત્રથી, અશ્ર્વોનાં ચિત્રોથી અને શિવાજી મહારાજનાં વર્લ્ડ રેકોર્ડ ચિત્રથી હમેંશા અમર રહેશે.
માતાજી તેમના આત્માને શાંતી અને મોક્ષ પ્રદાન કરે.
ૐ શાંતી શાંતી શાંતી
🙏🏻🙏🏻🙏🏻💐💐💐
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો