આવા સમયે ચોક્કસ મારા પિતા સ્વ.બી.કે.ગઢવી અને મારા ભાઈ સ્વ.મુકેશભાઈ ગઢવીની યાદ આવે છે કે એ સમયે રાજસ્થાનના અંતરિયાળ ગામડાંમાં લાજ પ્રથાની જડતા હતી તેની સામે તેમણે અવાજ ઊઠાવ્યો હતો. બી.કે.ગઢવી સાહેબે તો ત્યાં સુધી કે સમાજમાં પુનર્વિવાહને પ્રેરણા મળે એ માટે તેઓ વર્ષોથી આતૂર હતા અને જ્યારે ઘરમાં જ પોતાની દિકરી જ્યારે વિધવા થઈ ત્યારે તેમના માટે આ દુઃખ ખૂબ અસહ્ય હતું. પરંતુ બીજી તરફ તેમણે એવું પણ વિચાર્યું કે કદાચ કુદરતે મને આ દુઃખ દ્વારા સામાજિક બદલાવ માટેની એક પ્રેરણા આપી છે. એ સમયે મારી સ્થિતિ આ પુનર્વિવાહ માટેના નિર્ણય માટે જરા પણ તૈયાર ન હતી. પરંતુ તેમણે મને આવા બોલ્ડ નિર્ણય માટે તૈયાર કરી. જે એ સમયની માનસિક્તા અને સંકુચિતતા સામે એક બહુ જ હિંમત આપી દે તેવો નિર્ણય હતો અને આજે સમાજ માટે રાહબર બન્યો છે. સમાજની સ્ત્રીઓનું સશક્તિકરણ થાય તે માટે પોતાની દિકરીથી જ શરુઆત કરી.
આજે ઘણી જગ્યાએ દિકરીઓ ભણે છે તેની સામે તેને નોકરી નહીં કરવા દેવી અથવા તેની સ્વતંત્રતા પર કોઈને કોઈ રીતે સામાજિક બંધનો લાદવામાં આવે છે તે ખોટું છું. આ બધા પ્રશ્નોમાં મને લાગે છે કે અત્યારે ભણેલા- ગણેલા દિકરા-દિકરીઓ એ વિચારીને એક નવતર રચના કરવી જોઈએ.- નયના ગઢવી ,એડવોકેટ (ગુજરાત હાઈકોર્ટ ) - ચરજ નેટવર્ક મેગેઝીન”શક્તિ વિશેષાંક” જાન્યુઆરી ૨૦૧૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો