*લોકસાહિત્યકાર સ્વ.શ્રી કાનજીભાઈ કાવીદાન લીલા (ગઢવી) વિશે માહિતી*
જન્મ :- તા.19-09-1937
અવસાન :- તા.10-03-2013
ગામ :-છત્રાવા તા.કુતિયાણા જી.પોરબંદર
કાનજીભાઈ કાવીદાન ગઢવીએ ચારણી સાહીત્ય અને લોકસાહિત્ય જાણનાર અને 1975 થી 1979 સુધી ગૂજરાત સરકાર મા નશાબંધી નીયૉજક તરીકે સેવા આપેલ.
આઈ શ્રી સોનલ માં સાથે પ્રવાસ કરેલ અને કવિશ્રી કાગ બાપુ સાથે રહી ઘણૂ બધૂ લખેલ છે.
પૂ.મૉરારી બાપૂ સાથે સાહિત્ય વિધાલયમાં ભણનાર તેમજ કાનજીભાઈ
કરસનભાઈ પઢીયાર, જયમલભાઈ પરમાર સાથે ઉર્મિ નવ રચના અંકમા સાથ આપનારા.
પોરબંદર ચારણ કૂમાર છત્રાલય તેમજ કન્યા છાત્રાલય મા મહીનાઓ સૂધી સહયોગ આપનાર
પહેલા ડાયરાઑ ડેલીયે થતા ગૂજરાતમા પહેલીવાર ટોકીઝમા ડાયરો કરનાર સાથે નામી કલાકારોને લયને 1965 મા મુંબઈ ખાતે લોક સાહિત્યનું ડાયરો.
રામાયણનો લક્ષ્મણ મૃચ્છા પ્રસંગ બોલેલા તેનો ઉલ્લેખ પૂ.મોરારીબાપૂએ અમદાવાદ કરણાવતી ખાતે કરેલ
સાય નેહડીની વાત, આઈ હોલની વાત, કરણ , વિર વછરાજનો ઈતીહાસ, મા વાછલબામા
નો ઈતીહાસ વગેરે
પહેલીવાર આખું દેવીયાણ કંઠસ્થ બોલેલા અને તેની સી.ડી પણ બહાર પડેલ
જવાલજી કાંગળજી ચાંમૂડાજી
હીમાચલ મા કવિ શ્રી પિંગલશી,
કવિશ્રી કાગ તથા મેરૂભા સાથે રહી
દૂહા લખેલ છે.
બચૂબાપૂ (વઢવાણ) સાથે બૉલેલ, કવિ મેકરણભાઈ લીલા સાથે વાર્તાઓ કરતા એમનો વિષય વાર્તા જ લ હતો
બધા ધર્મ પૂસ્તક પર ગૂઢ રહશયની વાતૉ કરતા. કલાકૉ, દીવસૉ સુધી બોલે પણ વિષાંતર ન થાય તેવી તેમની કહેણી હતી
લી.કીરીટ કાનજીભાઈ લીલા (મુંબઈ)
પ્રવીણ કાનજીભાઈ લીલા (પી.આઈ મોરબી)
संकलन :- चारणी साहित्य ब्लॉग
*વંદે સોનલ માતરમ્*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો