*શ્રદ્ધાંજલિ*
હજુ આજના દિવસ જેવું યાદ છે, મોરઝર - કચ્છના ડાયરાની ઓડિયો કેસેટ સાંભળી અને પ્રથમ વખત એ મસ્ત પહાડી શુર કાને પડ્યો, મા હિંગળાજ ની વંદના, બચુભાઈ ગઢવી ના શબ્દો, અને સ્વર જયદેવભાઇ નો, *એય રમાહ રમાહ રમાહ રમાહ* *ગમે ગમે ખમાહ ખમાહ*
એ ગાયકી નો ઠાઠ, એ બુલંદ અવાજ, એ મન મૌજી અંદાજ, કાયમ બેફિકરાઈ, બધું માત્ર જયદેવભાઇ માં જ જોવા મળતું. ગત ચૈત્ર મહિના મા રાણેસર અને સચાણા એમ સળંગ બે દિવસ ના કાર્યક્રમોમાં મંચ પર જયદેવભાઇ સાથે રહેવાનો અવસર મળ્યો . બિમારીથી જયદેવભાઇ નું શરીર થાકયું હતું પણ મનની મૌજ હજુ એવી જ હતી. ગજબનું આકર્ષણ હતું જયદેવભાઇ ના વ્યકિતત્વ મા, એ ખાલી મંચ પર આવે ત્યાં લોકો દિવાના થઈ જતાં, એ મેં નજરે જોયું છે, એ ગમે તેવી મસ્તી કરે પણ પૂ. મોરારી બાપુ જેવી વિભુતિઓ પણ તેમની મસ્તી ને માન આપતી એ મેં નજરે જોયું છે.
આજે એ મૌજીલો ચારણ પોતાની મસ્તીમાં દુનિયા ને અલવિદા કહી ગયો, ગેબ માં રમવા જતો રહ્યો. હજુ ક્યાંક સંભળાય છે *મૈં રમતા જોગી, મૈં રમતા જોગી......*
મા જગદંબા જયદેવભાઇ ના દિવ્ય આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્થના .
- જયેશદાન ગઢવી
- કવિ: *જય*.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો