ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 13 ફેબ્રુઆરી, 2023

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ બનવા બદલ મયુરભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન ઉતરોત્તર પ્રગતિ ના સોપાન સર કરો એવી શુભકામનાઓ.... 💐

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના જિલ્લા પ્રમુખનો તાજ મયુરભાઇ ગઢવીના શિરે

અખિલ ભારતીય ચારણ - ગઢવી મહાસભા (યુવા) ના રાષ્ટ્રીય મહામંત્રી અને મારા પરમ સ્નેહી મિત્ર શ્રી મયુરભાઈ રામભાઈ ગઢવી ને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ દ્વારા મયુરભાઈ રામભાઈ ગઢવીની દેવભુમિ દ્વારકાના જિલ્લા પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવેલ.

 દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ બનવા બદલ મયુરભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન ઉતરોત્તર પ્રગતિ ના સોપાન સર કરો એવી શુભકામનાઓ.... 💐💐💐

શનિવાર, 28 જાન્યુઆરી, 2023

સ્પર્ધાત્મક પરીક્ષા આપવા આવતા દરેક ચારણ - ગઢવી સમાજના ભાઈઓ - બેનો માટે ભાવનગર ભગવતિ ગર્લ્સ હોસ્ટેલ ખાતે રહેવા તથા જમવા ની વ્યવસ્થા

જય માતાજી. 

આવતીકાલે તારીખ.૨૯ જાન્યુઆરી ૨૦૨૩ ને રવિવારના રોજ ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્ક ( વહીવટ / હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા આવતા દરેક ચારણ - ગઢવી સમાજના ભાઈઓ - બેનો માટે ભાવનગર ભગવતિ ગર્લ્સ હોસ્ટેલ ખાતે રહેવા તથા જમવા ની વ્યવસ્થા કરવામાં આવી છે.

સરનામું :-
જ્ઞાનમંજરી સ્કૂલ થી આગળ રૂદ્રેશ્વર મહાદેવના મંદિરની સામે કાળીયાબીડ , ભાવનગર 

મોં. પ્રતાપભાઈ ગઢવી.
7201872445
7201999696

ચારણ - ગઢવી સમાજના દરેક ગ્રુપમાં મેસેજ ફોરવર્ડ કરવા વિંનતી.

શુક્રવાર, 20 જાન્યુઆરી, 2023

કાગ એવોર્ડ 2023

કાગ એવોર્ડ 2023

પૂજ્ય મોરારીબાપુના નિશ્રામાં કાગધામ પદ્મશ્રી કવિ કાગબાપુ ની જન્મ ભૂમિ ખાતે યોજાશે કાગ ઉત્સવ

મોરારીબાપુ પ્રેરિત કાગ એવોર્ડની જાહેરાત કરતા સંયોજક ડો. બળવંતભાઈ જાની : સ્વ. નાગભાઈ લાખાભાઈ ખળેલ, હરેશદાન સુરુ, ઈશુદાન ગઢવી, નિલેશભાઈ પંડ્યા ગજાદાન ચારણને કાગ એવોર્ડ અર્પણ કરાશે

કાગના ફળિયે કાગની વાતું પરિસંવાદમાં પ્રખ્યાત વક્તા શ્રી લાખણશી ગઢવી અને શ્રી યશવંત લાંબા વક્તવ્યો આપશે

પૂજ્ય કાગબાપુની પાવન જન્મભૂમિ કાગધામ (મજાદર) ખાતે કાગબાપુની પુણ્યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ પ્રતિવર્ષ યોજવામાં આવે છે. જેમાં કાગના ફળિયે કાગની વાતું, કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાતના નામી- અનામી કલાકારો દ્વારા કાગવાણી પ્રસ્તુતિ થાય છે. આ કાર્યક્રમ અંતર્ગત વર્ષ 2023ના કાગ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે જેમાં 
મરણોત્તર - સ્વ. શ્રી નાગભાઈ લાખાભાઈ ખળેલ (મગરવાડા), સ્ટેજ - શ્રી હરેશદાન સુરુ,
સર્જક - શ્રી ઈશુદાન ગઢવી (રત્નુ) (હિંમતનગર), 
સંશોધન - શ્રી નિલેશભાઈ પંડ્યા (રાજકોટ), 
રાજસ્થાની વિરુલ - શ્રી ગજાદાન ચારણ (નાથુસર) ને કાગ એવોર્ડ અર્પણ કરવામાં આવશે.

વર્તમાન વર્ષ પૂજ્ય કાગબાપુની 46મી પુણ્યતિથિ નિમિતે ઘોષિત થયેલા કાર્યક્રમ મુજબ કાગધામ ગામે ફાગણ સુદી ચોથને ગુરુવારે તા. 23.02.2023ના બપોરે 3થી સાંજના 6 વાગ્યા સુધી પૂજ્ય મોરારીબાપુના સાનિધ્યમાં કાગના ફળિયે કાગની વાતું વિષય અંતર્ગત કાગના ફળિયે કાગની વાતું નામના પરિસંવાદમાં પ્રખ્યાત વક્તા શ્રી લાખણશી ગઢવી અને શ્રી યશવંત લાંબા વક્તવ્યો આપશે . આ તકે પદ્મશ્રી કવિ કાગબાપુ ટ્રસ્ટ  દ્વાર સર્વ કાગપ્રેમી ને આમંત્રણ આપે છે.


શનિવાર, 14 જાન્યુઆરી, 2023

પ.પૂ.આઈશ્રી દેવલમાં (ભાડા,કચ્છ) હાલે બલીયાવડ (ગિરનાર) નો પ્રાગટ્ય દિવસ

આજે મકરસંક્રાંતિ એટલે પ.પૂ.આઈશ્રી દેવલમાં (ભાડા,કચ્છ) હાલે બલીયાવડ (ગિરનાર) નો પ્રાગટ્ય દિવસ છે.

*નીરખી ત્યાં નમણું થઈ, હતી ન એની હેવ,*
*જોગણ લાગે "જોગડા", દેવલ કઉ કે દેવ*

નામ :- દેવલ માં 
પિતાનું નામ :- પબુભાઈ વાછીયાભાઈ ગઢવી (માલમ)
માતાનું નામ :- ખીમશ્રીબેન 
જન્મ સ્થળ :- વેરાવળ

*પ.પૂ.આઈશ્રી દેવલમાં (ભાડા,કચ્છ) હાલે બલીયાવડ (ગિરનાર) નો પ્રાગટ્ય દિવસે કોટિ કોટિ નમન* 🙏🏻

*આશ્રમનું સરનામું :-*
આઈશ્રી દેવલમાં આશ્રમ,
માં ભગવતી શક્તિપીઠ , 
ભેસાણ રોડ, મુ.બલીયાવડ, તા. જી. જૂનગાઢ,
સંપર્ક :- ૯૮૭૯૬૫૯૧૦૭
           ૯૬૩૮૪૫૪૦૩૩

           જય દેવલ માં
      
        વંદે સોનલ માતરમ

સોમવાર, 9 જાન્યુઆરી, 2023

ચારણ સમાજનું ગૌરવ

પો.સ.ઈ. ભરતી બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત,
ગુજરાત રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વર્ગ-૩) જગ્યાઓ સીધી ભરતીથી પસંદ થયેલ ચારણ ગઢવી સમાજના ઉમેદવારો ની યાદી.

(૧)હરેશદાનભાઈ અશોકદાનભાઈ ટાપરીયા
હળવદ

(૨)સહદેવભાઈ ખીમરાજભાઈ રતનું
(અધેળી)

ચારણત્વ બ્લોગ વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ
💐💐💐
માં ભગવતિ ખૂબ પ્રગતિ કરાવે તેવી પ્રાર્થના

(1)
હરેશદાનભાઈ અશોકદાનભાઈ ટાપરીયા
હળવદ



(2)
સહદેવભાઈ ખીમરાજભાઈ રતનું
(અધેળી)

શનિવાર, 7 જાન્યુઆરી, 2023

પ્રાતઃ સ્મરણીય પ.પૂ. આઈશ્રી સોનલ મા



ચારણ સમાજ ના આંગણે દેવી અવતરે, જગદંબા અવતરે એ કોઈ નવી વાત નથી. માં મોગલ હોય, માં રવેચી હોય, નાગબાઈ માં ખોડિયાર હોય કે માં સોનલ.. આ તમામ દેવીઓ એ અવતરણ માટે ચારણો ના ઘર પસંદ કર્યા છે..

માં સોનલ એ આચરણ ની દેવી છે. તેમનો બોધ તેમનો સંદેશ હંમેશા  જ્ઞાતિ, ધર્મ ના વાડાઓ ઉલ્લંઘી પ્રેમ, ભાયચારા અને તાલિમ પર કેન્દ્રિત રહ્યો છે. તેઓ સમાજ ને તેમના ઉપદેશ ને જીવન માં ઉતારી આચરણ માં લાવવા પર ભાર મૂકે છે.

માં સોનલ અંધશ્રદ્ધા ના પ્રખર વિરોધી હતા. તેઓ ને ધર્મ વિશે જાણવાની એટલી તાલાવેલી હતી કે અનેક ગ્રંથો અને અનેક સંતો મહાત્માઓ સાથે ગોષ્ટિ હંમેશા રહી.

તેમને ઇસ્લામ ને જાણવાની ઇચ્છતા થતા તેમને કુરાન ને ગુજરાતી માં ભાષાંત્રિત કરી કુરાન નો સંદેશો જાણવા મઢડા ગામે મૌલવી ને આમંત્રિત કર્યા અને કુરાન ને સમજી. મૌલવી ને એમ લાગ્યું કે માતાજી હવે કુરાન થી ખૂબ પ્રભાવિત થયા છે ત્યારે તેને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવાની તાલાવેલી જાગી.

માતાજી ને જાણ થઈ કે હવે આ મૌલવી અલ્લાહ નો સંદેશો ઓછો અને પોતાની ધર્માંતરણ ની લાલચ વધુ સેવે છે ત્યારે માતાજીએ તે મૌલવી ને તગેડી મુકેલો.

જૂનાગઢ ના બાદશાહ મોહબત ખાન માતાજી ના દર્શને ખૂબ આવતા.

આમ માતાજી ને તમામ ધર્મ પ્રત્યે ખૂબ આદર હતો પણ ધર્મ ના દુરુપયોગ કરનાર ને તેઓ હંમેશા ભગાડતા.

માતાજી લોકોને જમાડી ને ખૂબ ખુશ થતા. સંદેશાવ્યવહાર વગર ના તે જમાના માં માતાજી ને ખબર પડી જતી કે આજે અડધી રાતે આટલા મહેમાન આવશે.. એટલે તેમના ભોજન ની તૈયારી તેઓ સુતા પહેલા કરી રાખતા.  તેમને "મધર" નામની ભેંસ મહેમાન અડધી રાત્રે આવે ત્યારે દોહવા દેતી.. અને બોઘેરણુ ભરી ને દૂધ આપતી.

માતાજી અશપૃશયતા માં જરા પણ માનતા નહિ. તે તમામ જાતિ ના  લોકો ને પછી તે રાજા હોય કે રંક તમામને એક પંગતે બેસાડી ને પ્રેમ થી જમાડતા.

માતાજી નો કચ્છ પ્રવાસ હતો,નીકળતા જ હતા.. ત્યાં ખબર આવ્યા કે ગામમાં અનુસૂચિત જાતિના સ્ત્રી ને પ્રસુતિ સમય થઈ ગયો છે અને હોસ્પિટલમાં સમયસર પહોંચે તોજ બચશે.. ગામ માં કોઈ વાહન ઉપલબ્ધ નહોતું..

માતાજી તેમને ત્યાં ઉભેલી એમ્બેસેડર ગાડી પોતે હંકારી કેશોદ લઈ ગયા, અને અનુસૂચિત જાતિ સ્ત્રી સ્વસ્થ થઈ ત્યાં સુધી હોસ્પિટલમાં જ રોકાયા.

આમ માં સોનલ નું  સમગ્ર જીવન ઉપદેશ સમાન છે. તેમને જે ઉપદેશ આપ્યો તે સૌપ્રથમ પોતે આચરણ કરી ને દેખાડ્યો છે.

એટલેજ માં સોનલ ની ભક્તિ તેમના નામના રટણ માં નથી પણ તેમના ઉપદેશ ના આચરણ માં છે.

જય માં સોનલ.

#આઈશ્રીસોનલમાજન્મશતાબ્દીમહોત્સવ
#સોનલધામમઢડા
#આઈશ્રીસોનલમા

ગુરુવાર, 5 જાન્યુઆરી, 2023

કાગવાણી સંદેશ માસિક મુખ પત્રક જામનગર દ્વારા વિનામૂલ્યે લગ્ન વિષય (બાયોડેટા વિભાગ) સેવા.

કાગવાણી સંદેશ માસિક મુખ પત્રક જામનગર
 દ્વારા વિનામૂલ્યે લગ્ન વિષય (બાયોડેટા વિભાગ) સેવા.

ગઢવી સમાજના લગ્ન ઇચ્છુક યુવક-યુવતીઓના વિનામૂલ્યે બાયોડેટા પ્રસિદ્ધ કરવાની ઉત્તમ તક.

સમાજના લગ્ન ઈચ્છુક યુવક-યુવતીઓને લગ્ન વિષયક માહિતી સરળતાથી મળી રહે અને યુવક-યુવતીઓ તેમજ પરિવારજનોને યોગ્ય પરિચય બાદ પસંદગીનું પાત્ર મળી રહે તે હેતુથી ઉપરોક્ત વિભાગ નિ:શુલ્ક શરૂ કરીએ છીએ.


લગ્ન વિષયક વિભાગમાં બાયોડેટા પ્રસિદ્ધ કરવા ઇચ્છુક યુવક-યુવતીઓ અથવા પરિવારજનોએ નીચે જણાવેલ માહિતી મોકલીઆપવાની રહેશે.

યુવક/યુવતીનું પૂરું નામ :-
પિતાનું પૂરું નામ :-
માતાનું નામ:-
ગોત્ર/મૂળ અટક:-
મૂળ વતન
યુવક/યુવતીની જન્મ તારીખ :-
શૈક્ષણિક લાયકાત :-
વ્યવસાય/નોકરીની વિગત :-
રહેઠાણનું પૂરું સરનામું :-
વાલીનો સંપર્ક નંબર:

ઉપરોક્ત માહિતી મોબાઈલ નંબર
9687573577 (મનુદાન બી. ગઢવી)ને વોટ્સએપ મારફત મોકલી આપવાની રહેશે.

Featured Post

શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજીત 31 મો સમુહ લગ્ન મહોત્સવ

શ્રી 1! શ્રી ગણેશાય નમઃ આઈશ્રી સોનલ માં નમઃ !! ચારણ સમાજ જોગ સંદેશ !!        જય માતાજી શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ ...