આઈમાના આદેશ અનુસારની ઘણી રચનાત્મક અને પરિણામ લક્ષી પ્રવૃત્તિઓ આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ કરી રહ્યું છે. અગાઉના વર્ષની જેમ આ વર્ષે પણ એજયુકેશન ક્ષેત્રે 'સોનલમા એજયુકેશનલ એવોર્ડ' આપવાનું નકકી કરેલ છે.
જેમાં આ વર્ષે જે વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની ધો.૧૦ તેમજ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ PR પ્રાપ્ત કરનાર સૌરાષ્ટ્ર-કચ્છના કોઈપણ ચારણ ગઢવી વિદ્યાર્થીને સોનલમા એજયુકેશન એવોર્ડ તથા રૂા. ૧૧,૦૦૦/- રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
આ માટે તા.૩૧/૦૭/૨૦૨૪ સુધીમાં છેલ્લી ૨૦૨૪ની પરીક્ષાની (૯૫ PR ઉપર માર્કસ હોય) તેવા વિદ્યાર્થીઓ માર્કશીટની ઝેરોક્ષ સાથે ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ, ૩૦૯-સૂર્યા આર્કેટ, હેડ પોસ્ટ ઓફિસ પાસે, બેંક ઓફ બરોડા પાસે, જયુબેલી ચોક, રાજકોટ - ઓફિસના સરનામે સાદા કાગળમાં પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર સાથે અરજી કરવી.
ટ્રસ્ટીઓની વ્યસ્તતાના કારણે કૃપા કરી ફોન પર સંપર્ક નહીં કરવા વિનંતી કરવામાં આવે છે.
ખાસ પુછપરછ હોય તો
(૧) મહેશદાન મોડ (૯૯૭૮૭૦૯૩૬૫)
(૨) પ્રવીણભાઈ સોયા(૯૪૨૬૯૭૭૮૦૧)
પર કોન્ટેક કરવો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો