ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 8 ઑગસ્ટ, 2018


તા.6/8/2018 ના  સોનલધામ - ગાંધીધામ મધ્યે ચારણ સમાજ ના ગુરુદ્વારાના પરમ પુજ્ય મહંત શ્રી ૧૦૮ ધમઁજીવનદાસજી બાપુ ગુરૂ શ્રી હરગોવિંદદાસજી(કાત્રોડી-કુંતલપર) પધાર્યા  તે સાથે જાંબાઝ પોલીસ સબઈન્સ્પેક્ટર શ્રી જયરાજસિંહ એમ ગઢવી, વિરસલભા દેવસુર, ભગવાનજીભાઈ અયાચી, મોમાયાભા ગઢવી, સુરેશદાન ગઢવી, તુલસીભા ગઢવી, શીવરાજ ગઢવી, વિનોદભા લાંબા, તથા ચારણ સમાજના મહાનુભાવો, મહિલા મંડળ તેમજ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા.... જય માં સોનલ


ગઢવી યુવક મંડળ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી રાજેશભા ગઢવી દ્વારા પધારેલ મહેમાન ને આવકાર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું......


સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન યુવક મંડળ ટ્રસ્ટ ના મહામંત્રી વિપુલભા ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે યુવા ટીમે જહેમત ઉઠાવી હતી... જય માં સોનલ

શ્રી ગઢવી યુવક મંડળ ટ્રસ્ટ - ગાંધીધામ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગ

શ્રી ગઢવી યુવક મંડળ ટ્રસ્ટ - ગાંધીધામ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગ

     *ગાંધીધામ, આદિપુર, અંજાર, ભચાઉ, રાપર,તેમજ નજીકમાં વસતા ચારણ(ગઢવી) સમાજના યુવાનો /યુવતીઓ માટે* આગામી નજીકના ભવિષ્યમાં આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે તલાટી કમ મંત્રી, મહેસુલ તલાટી, બિન સચિવાલય કલાકૅ, પી.એસ.આઈ ,એ.એસ.આઈ, પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી માટે કરછ ના સૌથી નિષ્ણાંત અને *તજજ્ઞ ફેકલ્ટી દ્વારા સમાજના યુવાનો /યુવતીઓ માટે એક ફ્રી સેમીનાર અને ત્યારબાદ સોનલધામ - ગાંધીધામ* મધ્યે કલાસનું આયોજન કરવાનું હોઈ આ સેમિનારમાં ભાગ લેવા માંગતા ચારણ (ગઢવી) સમાજના યુવાનો /યુવતીઓ નીચે જણાવેલ નંબર પર *વ્હોટસપ કરી પોતાનુ રજિસ્ટ્રેશન જાણ કરાવામાં આવે છે*

જય માં સોનલ....

વિપુલ. એલ. ગઢવી - +919687700708
ભરત. જે. ગઢવી - +918200762164

        વંદે સોનલ માતરમ્

અમૂલ્ય દાન શિક્ષણ ને....

અમૂલ્ય દાન શિક્ષણ ને....

સમગ્ર ચારણ ગઢવી સમાજ માં સૌથી મોટી જરૂરિયાત શિક્ષણની ઉભી થવા પામેલ છે. અને જે આજના સમય ની સૌથી મોટી માંગ પણ છે. આઈ શ્રી સોનલમાં એ અથાગ પરિશ્રમ અને મહેનત સાથે સમાજ માટે  સેવેલું સપનું હવે ક્યાંકને ક્યાંક સફળ થતું દેખાઈ રહ્યું છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં સોનલમાં ની કૃપા થી શિક્ષણના વિકાસ માટે બોર્ડીંગો દ્વારા અને જુદી જુદી રીતે ગઢવી સમાજના બાળકો ના શિક્ષણ નો વિકાસ થઈ રહ્યો છે.  ત્યારે માં સોનબાઇ ના ચરણ ની રજ જ્યાં કણે કણ માં વ્યાપી છે. જ્યાં માં ના  અખૂટ આશીર્વાદ અને ચેતના હાજરા હજુર છે. અને જેને સમગ્ર ચારણ ગઢવી સમાજની માતૃ સંસ્થા ગણવામાં આવે છે તેવી ભાવનગર ની  "શ્રી ક્રુષ્ણકુમાર સિંહજી ચારણ બોર્ડિંગ"  ચારણ સમાજના બાળકો - યુવાનો ને શિક્ષણ અને સંસ્કાર ના સીંચન નું અવિરત કામ વર્ષો થી કરી રહી છે. તેવા સમયે આ બોર્ડીંગ ના વિકાસ માટે ચારણ-ગઢવી સમાજ ના અનેક સફળ અને સુખી વ્યક્તિઓએ આર્થીક રીતે મદદ કરી આ ભાવનગર બોર્ડીંગ ને વિકાસ ના પંથે દોડતી કરી છે. ત્યારે આનંદ અને ગૌરવ સાથે કહેવું પડે કે ભાવનગર બોર્ડીંગ માંજ યુવાવસ્થા  સમયે અભ્યાસ કરેલ અને આ બોર્ડીંગ માં શિક્ષણ મેળવી અનેક વિકાસ ની ક્ષિતિજો સર કરી છે તેવા શ્રી શાંતિભાઈ જીવાભાઈ નેચડા જાંબુડા ના વતની અને હાલ લંડન કે જેઓ સમગ્ર ચારણ -ગઢવી સમાજ નું ગૌરવ છે. જેઓ એ ગઢવી સમાજ ના અનેક સત્કાર્યો માં આર્થીક મદદ કરી છે ત્યારે ભાવનગર બોર્ડીંગ માં શિક્ષણ ના વિકાસ માટે નવા બિલ્ડીંગ ના 24 રૂમો વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલ છે. તેમાં તેમના તરફથી રૂ.1,50,000/- અને આજીવન ભોજનતીથી માટે રૂ.25000/- નું યોગદાન ઓગસ્ટ 2018 માં આપી પોતાના જીવનમાં પાયાનું શિક્ષણ મેળવેલ જગ્યા નું ઋણ ચૂકવેલ છે. અને આઈ શ્રી સોનલમાં ના સફળ થતા સપનામાં ભાગીદાર થયા છે. આપના તરફથી મળેલા યોગદાનથી ભાવનગર ચારણ બોર્ડિંગ માં શિક્ષણ ના કાર્ય ને વેગ મળશે. આપના  યોગદાન થી બોર્ડીંગ ના વિકાસ માટે મેહનત કરતા સમાજના વ્યક્તિઓને હજુ સારા બોર્ડિંગ ના કાર્યો કરવાનું બળ મળશે. આપના યોગદાન થી સમાજ ના જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપવા માટેની વ્યવસ્થા માં ખુબજ મોટી સરળતા ઉભી થઇ છે. આપના તરફથી મળેલ યોગદાન માટે આપની સાથે સંપર્ક કરી અને બોર્ડિંગ ને આપનો આર્થિક સહયોગ મળવા પ્રવીણભાઈ લાંગાવદરા, રાહુલભાઈ લીલા, વજેસંગ ચડીયા,  આ શ્રેષ્ઠ કાર્ય માં કડીરૂપ બન્યા છે. ભાવનગર ચારણ બોર્ડીંગ ને મળેલ આર્થીક સહયોગ બદલ ભાવનગર બોર્ડીંગ આપના આભારી છે..

અજીત ખળેલ
ભાવનગર.

Featured Post

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ કુ.મીરા કાનાભાઈ ગઢવી

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ  કુ.મીરા કાનાભાઈ ગઢવી WEIGHT LIFTING, WRESTLING સ્પર્ધામાં માં ગોલ્ડ મેડલ મેળવીને પરિવાર સાથે સમાજનું ગૌરવ વધારેલ છ...