ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 23 જુલાઈ, 2021

ગઢવી સમાજનું ગૌરવ : મેઘા સંજયભાઈ ગઢવી

ગઢવી સમાજનું ગૌરવ

વર્ષ ૨૦૧૯-૨૦ એમ.એસ.સી.માઇક્રો બાયોલોજી ની લેવાયેલ પરીક્ષામાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંકે *મેઘા સંજયકુમાર ગઢવી ઉતીર્ણ થઈ ગોલ્ડ મેડલ | c મેળવેલ છે* . તા .૨૧ / ૦૭ / ૨૦૨૧ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ . દ્વારા યોજવામાં આવેલ પદવીદાન સમારોહમાં માન.મુખ્ય મંત્રી શ્રી ની ઉપસ્થિતિમાં ગઢવી મેઘા ને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવેલ . મેઘા ગઢવી પ્રથમ થી જ અભ્યાસમાં ખુબ તેજસ્વી પ્રતિભા ધરાવે છે અને ધોરણ ૧ થી એમ.એસ.સી. સુધી ફર્સટ કલાસ વિથ ડીસ્ટ્રીક્શન પાસ થયેલ છે . તેમના ઘણાં આર્ટિકલો  ઇન્ટરનેશનલ જરનલમાં પ્રસિધ્ધ થયેલ છે . એમ.એસ.સી. અભ્યાસ દરમ્યાન તેઓએ જી - સેટ | C ની પરીક્ષા પાસ કરેલ છે . ગઢવી મેઘા ના પિતા સંજયકુમાર હિમંતદાન ગઢવી જુનાગઢ પોલીસ બેડામાં એ.એસ.આઇ. તરીકે નાયબ પોલીસ અધિક્ષક જુનાગઢની કચેરીમાં ફરજ બજાવતા હોય તેઓની પુત્રી એ મેળવેલ જ્વલંત સફળતા બદલ સમગ્ર જુનાગઢ જીલ્લા પોલીસ પરીવાર તેમજ ગઢવી સમાજનું ગૌરવ વધારેલ છે .

ચારણત્વ બ્લોગ વતી ખૂબ ખૂબ અભિનંદન 



ગુરુવાર, 22 જુલાઈ, 2021

ચારણ સમાજનું ગૌરવ :- તાલુકા વિકાસ અધિકારી (TDO) તરીકે બઢતી

ચારણ સમાજનું ગૌરવ :- તાલુકા વિકાસ અધિકારી (TDO) તરીકે બઢતી

પંચાયત / રાજ્ય સેવા વર્ગ-3ના કર્મચારીઓને ગુજરાત વિકાસ સેવા વર્ગ-2 માં તાલુકા વિકાસ અધિકારી સંવર્ગની જગ્યા પર બઢતી આપવામાં આવેલ છે. જેમાં ચારણ-ગઢવી સમાજના નીચે મુજબના અધિકારીઓને બઢતી મળેલ છે. 

ક્રમ              નામ      

(1) શ્રી વિરલભાઈ આવડદાનભાઈ ગઢવી - તાલુકા વિકાસ અધિકારી, વલ્લભીપુર જી. ભાવનગર

(2) સુશ્રી મિતાલીબેન નવલદાનભાઈ ગઢવી - ચીટનીશ વિકાસની કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર

(3) શ્રી કલ્પેશકુમાર હરિસિંહભાઈ ગઢવી, તાલુકા વિકાસ અધિકારી, મૂળી જી. સુરેન્દ્રનગર

(4) અજિતભાઈ દાદુભાઈ ચારણ - તાલુકા વિકાસ અધિકારી, ધોળકા જી. અમદાવાદ

સર્વેને ખૂબ ખૂબ અભિનંદન
💐💐💐

    વંદે સોનલ માતરમ્

મંગળવાર, 20 જુલાઈ, 2021

ગઢવી સમાજનું ગૌરવ સુશ્રી કલ્પનાબેન ગઢવી




સુશ્રી કલ્પનાબેન એસ. ગઢવી

તેઓ *નાયબ નિયામક, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ગાંધીનગર ( વર્ગ ૧)* ની ફરજ બજાવતા હતા

 જેઓ ની આજ રોજ *પ્રિ. સ્કૂટીની ઓફિસર, iROA, મહેસુલ તપાસણી કમિશ્નરની કચેરી ગાંધીનગર (વર્ગ 1)* તરીકે બદલી થી નિમણુંક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐💐💐