ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 23 મે, 2020

ખાખીની ખમીરવંતી ઉજળી પરંપરા કાયમ ઉજાગર રાખનાર આપણા સમાજના કોરોના યોધ્ધાની પોલીસ અધીકારી શ્રી ઓ માહિતી મુકવાનો નાનકજો પ્રયત્ન કરેલ છે

જીગ્નેશભાઈ ગઢવી (પી.એસ.આઈ) નારણાઇ ગઢવી.(પી.એસ.આઈ.)
જી.એસ.ગઢવી (પી.એસ.આઈ)
પોસ્ટિંગ-રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન
વતન- કાઠડા તા.માંડવી જી.કચ્છ
Naileshdan pravindan Gadhavi
Ankleshwar city Police station 
Dist bharuch
નામ, મહેશભાઈ રાણાભાઈ મોવર
ગામ, રાણ, તાલુકો જામ કલ્યાણપુર , જિલો દેવભૂમિ દ્રારકા,

Rahulbhai gadhvi 
અજયભા ભીખુભા ફુનડા
ગામ-રફાળેશ્ર્વર (મોરબી)

મંગળવાર, 19 મે, 2020

કોરોના યોધ્ધા ડો.પ્રદિપભાઈ બી.ગઢવી


સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના થેરાસના ગામના વતની ડૉ.પ્રદીપદાન.બી.ગઢવી કે જેઓ હાલ વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે સમગ્ર દેશ માં જ્યાં કોરોના ના કેસોની સંખ્યા વધી રહી છે એવામાં તેઓ વડાલી CHC મા સારી  એવી કામગીરી કરી રહ્યા છે છેલ્લા ૩ મહિના થી તેઓ પણ પોતાના જીવ ના જોખમે કોરોના દર્દીઓ ની સારવાર કરી રહ્યા છે જે આપણા સમાજ માટે એક ગૌરવ લેવા જેવી બાબત છે 
તો આવા સમયે માતાજી એમને રક્ષા કરે એવી પ્રાર્થના

ડૉ.પ્રદીપદાન ગઢવી હાલ તેઓ મેડીસ્ટાર હોસ્પિટલ હિંમતનગર કે જે કોવીડ ડીઝાઇનેટડ હોસ્પિટલ છે ત્યાં છેલ્લા ૧૫ દિવસ થી રાતદિવસ ફરજ બજાવી રહ્યા છે 
તેમજ વાત્રક હોસ્પિટલ, અરવલ્લી ખાતે ફરજ બજાવીને આવેલ છે

ગઢવી સમાજનુ ગૌરવ ડોક્ટર :- ઘનશ્યામભાઈ



બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર તાલુકાના પેડાગડા ગામના ડૉ.ઘનશ્યામ દાન.બી.ગઢવી કે જેઓ હાલ ખેડા જિલ્લામાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી(વર્ગ ૧) તરીકે ફરજ બજાવે છે છેલ્લા ૩ મહિનાથી તેઓ કોરોના ની લડત સામે સમગ્ર ખેડા જિલ્લા ની આરોગ્ય વિભાગ ની કમાન સંભાળી રહ્યા છે અને ખેડા જિલ્લા માં તેમને કોરોના પર અંકુશ મેળવવા માં સારી. એવી સફળતા પણ મળી છે સમગ્ર ખેડા જિલ્લા ની આરોગ્ય વિભાગ ની તમામ પરિસ્થિતિ ઓ પર દેખરેખ બહુજ સરાહનીય કામગીરી કરી રહ્યા છે ખેડા જિલ્લાના તમામ PHC ,CHC ના ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ પણ તેમને સારો એવો સહકાર આપી રહ્યા છે આપણા સમાજ માટે એક ગર્વ ની વાત છે કે એક ક્લાસ૧ અધિકારી સમગ્ર જિલ્લા ના આરોગ્ય વિભાગ ની જવાબદારી બહુ સારી રીતે નિભાવી રહ્યા છે

સોમવાર, 18 મે, 2020

કોરોના યોધ્ધા :- ડો. હિમાંશુભાઈ ગઢવી



*કોરોના યોધ્ધા*

આપડા ગ્રુપના પ્રેમાળ સ્વભાવી અને દર્દિઓની સેવામાં સદાય તત્પર રહેતા એવા મારા હ્યદય સ્પર્શીય મિત્ર એવા *ડો.હિમાંશુભાઈ* ગઢવી છેલ્લા એક મહિનાથી ડીસા ખાતે આવેલ ગાંધી લિંકન હોસ્પિટલ માં કોવિડ -19 કોરોના વોર્ડમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી જીવના જોખમે દેશ સેવા માટે તત્પર રહી ખડે પગે નીડરતા પુર્વક ફરજ નિભાવી રહ્યા છે 
તેઓ એ બનાસકાંઠા જિલ્લાનું અને પોતાના ગામ પેડાગડા તથા વધુમાં પાંથાવાડા સી.એચ.સી.નું તેમજ સમગ્ર ચારણ - ગઢવી સમાજનું ગૌરવ વધારવા બદલ ચારણત્વ બ્લોગ વતી અંત:કરણ પૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું 
જગત જનની માં જગદંબા અને ચારણ  સમાજને ઉજળી  પરંપરાનો કેડો બતાવનાર માં સોનલ એમનું સ્વાશ્થ્ય સારુ રાખે તેવી ભગવતીના ચરણોમાં પ્રાથના 
ફરી ફરી ડો. સાહેબશ્રી હિમાંશુભાઈ અને તેમના પરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન 
💐💐💐