ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 2 મે, 2018

ब्रह्मानंद स्वामी (लाडु दानजी) रचीत अथ ध्यानाष्टक. चरचरी छंद

ब्रह्मानंद स्वामी (लाडु दानजी) रचीत अथ ध्यानाष्टक. चरचरी छंद

देखत बड भाग लाग, पोत सरस नवल पाग; अंतर अनुराग जाग, छबि अथाग भारि; अति विशाल तिलक भाल, निरखत जन हो निहाल, उंनत त्रय रेख जाल, काल व्याल हारी, विलसित भुंह साम वंक, चितत उर जात शंक, मूग मद भर बीच पंक, अंक भ्रमर ग्यानी. जय जय घनसाम साम, अंबुज द्रग क्रत उदाम, सुंदर सुख धाम नाम, सामरे गुमानी.(1)

श्रेन कोन द्रग लकीर, तीक्षण मनुं काम तीर, नासा छबि दीप कीर, धीर ध्यान लावे, कुंडल शुभ श्रवन कीन, नौतम क्रति अति नविन, मनहु हेम जुगल मीन, चंद मिलन आवे, गुण नीधी कपोल गोर, चितवत चित लेत चोर, ताके बिच दछन कोर, जोर तिल निसानी, जय जय घनसाम साम, अंबुज द्रग क्रत उदाम, सुंदर सुख धाम नाम, सामरे गुमानी.(2)

मंद मंद मुख हसंत, दारिम सम पंक्ति दंत, समरत माहंत संत खंत चंत करके; लोभित चित अधर लाल, विलसित विद्रुम प्रवाल, राजत अतिशय रसाल ताल वंसी धरके; अंबक फल चिबुक जान, कंबु सम कंठमान, धारत शिव आदि ध्यान, आन उर न अानी, जयजय घनसाम साम, अंबुज द्रग क्रत उदाम, सुंदर सुखधाम नाम, सामरे गुमानी (3)

दीरध अति दोर डंड, मोतिन भुजबंध मंड, खल दल बल कर विखंड, अरि प्रचंड मारे, हिय पर बन नवलहार, शोभित अति जलज सार, देखत जन वारवार अघ अपार टारे, प्रौढ उंच उर प्रथुल, फहरे शुभ गंध फूल, मनिभर नंग बर अमूल, दूलरी बखानी, जय जय घनसाम साम, अंबुज द्रग क्रत उदाम, सुंदर सुखधाम नाम, सामरे गुमानी.(4)

उदर तुंग अति अनूप, गुणवत तिल साम गूप, नाभि मानू प्रेम कृप, रुप अजब राजे, शोभित हद कटि प्रदेश, कांची नंग जटीत बेश, चिंतत उरमें मुनेश, अघ अशेष भाजे, उरु अतंत रुपवान, गरुड पिठ शोभमान, निज जन जेहि धरत ध्यान, प्रान प्रेष्ट जानी, जय जय घनसाम साम, अंबुज द्रग क्रत उदाम, सुंदर सुख धाम नाम, सामरे गुमानी (5)

जांनु दौ रुपवंत, लालित कर श्री अतंत, समरत जेहि मुनि अनंत, अंत जन्म आवे, जन मन प्रिय युगल जंग, रोम अल्प अजब रंग, चितवत चित चढत रंग, अति उमंग पावे; गुल्फन छबि अधिक शोभ, स्थिति चल मन देत थोभ, निरखत उर मिटत क्षोभ, लोभ आदि ग्लानी, जय जय घनसाम साम, अंबुज द्रग क्रत उदाम, सुंदर सुखधाम नाम, सामरे गुमानी,(6)

चरन प्रष्ट चित हरात, तरु तमाल छबि लजात, समरत ततकाल आत, रात प्रात मनमें, जाकुं नित शेष गात, अजहु पुनि नहि अघात, तुलसी जेहि स्थल रहात, पात मांनुं जनमें, नख उतंग रंग लाल, शोभित मनु दीपमाल, राजत किधुं चंद्र बाल, ख्याल करत ध्यानी, जय जय घनसाम साम, अंबुज द्रग क्रत उदाम, सुंदर सुखधाम नाम, सामरे गुमानी,(7)

विलसित चरणारविंद, कोमल अति प्रेम कंद, ध्यावत भव मिटत फंद, छंद स्तवन बोले, प्रसरत जेहि पद प्रसंग, पुन्य भरित सरित गंग, अघविनाश पसॅ अंग हो उतंग डोले, राजत महिं उध्वॅरेख, वज्रादिक सहित प्रेख, ब्रह्मानंद देख देख, लेखत कुरबानी. जय जय घनसाम साम, अंबुज द्रग क्रत उदाम, सुंदर सुखधाम नाम सामरे गुमानी(8)

*रचना :- ब्रह्मानंद स्वामी(लाडु दानजी)*
टाइपिंग-धर्मेश गाबाणी

આઈ કામબાઈ

આઈ કામબાઈ

ઝવેરચંદભાઈ મેઘાણી

જાંબુડા ગામના ચારણો ઘોડાની સોદાગરી કરતા આઠ મહિના દેશાવર ખેડી ખેડી ચોમાસુ ઘરને આંગણે ગાળતા. કંકુવરણી ચારણિયાણીઓ દુઝાણાં વાઝાણાં રાખીને ઘરનો વહેવાર ચલાવતી, ઉનાળાની શીળી રાતે રોજ રાસડે ઘૂમતી અને ગામનાં, ગામધણીનાં, રામનાં ને સીતાનાં ગીતો ગાતી કે-

જામ! તારું જાંબુડું રળિયામણું રે
પરણે સીતા ને શ્રી રામ

આવે રાઘવ કુળની જાન. - જામ.
પ્રભાતનો પહોર ઉગમણી દિશામાં કંકુડાં વેરે છે. જાંબુડા ગામની સીમ જાણે સોને ભરી છે. તે ટાણે કામબાઈ નામની જુવાન ચારણી કૂવાકાંઠે બેડું ભરે છે. કાળી કામળીમાં ગોરું મોં ખીલી રહ્યું છે. ઉજાગરે રાતી આંખો હીંગળેભરી ભાસે છે. એની આંખો તો રોજની એવી રાતીચોળ રહેતી: લોક કહેતા કે, "આઈ તો ચોરાશી લોબડિયાવાળી દેવિયું ભેળી રાતે આભામંડળમાં રાસ માડે છે. એટલે આઈની આંખ્યું રાતિયું રે'છે."

રૂડાં માણસની ઉજાગરે ભરી આંખે રૂડપમાં ઉમેરો કરે છે.માટીનાં માનવી એ રૂડપના અંગારાને ગુલાબના ફૂલ સમજી દોથો ભરવા લિભાયાં છે; ને કંઈક કમતિયા દાઝ્યા છે.

કૂવાને કાંઠે કામબાઈનું એવું નીતરતુણ રૂપ નીરખીને એક આદમી ચાલ્યો ગયો. આઈનું ધ્યાન તો સીંચવામાં છે. માથેથી કામળી ખંભે સરી પડી છે. કૂવાના નીરમાં પડછાયો દેખીને એને પોતાનો પરદેશ ગયેલો ચારણ સાંભરે છે. અષાઢની વાદળીઓ આભમાં બંધાતી આવે છે. મોરલા ગળકે છે.

"ગઢવો છે કે ઘરે? ઉઘાડજો!"સાંજની રુંઝ્યો રડી ને દીવે વાટ્યો ચડી તે ટાણે કામબાઈની ખડકી પર કોઈક અજાણ્યો ટૌકો પડ્યો.

"ચારણ તો ભણે ગામતરે ગાં સે, બાપ!"

એમ કહેતી ચારણીએ બારણું ઉઘાડ્યુ. જુએ તો અજાણ્યો રાજવંશી પુરુષ: ભેળો એક આદમી: સવારે કૂવાકાંઠે નીકળેલો એ જ.

"આઈ, આ જામ લાખો. આપણા નગરના ધણી. ગઢવાની હાર્યે એને આંતરે ગાંઠ્યું છે. જામનાં આદરમાન કરો આજ."

"ખમા બાપ! ક્રોડ દિવાળી-"એટલું જ્યાં જુવાન ચારણી બોલે ત્યાં તો ઓસરીમાં ઢોલિયો પડેલો તે નિકરે ઢાળ્યો અને નગરનો રાજા લાખો તે પર બેસી ગયો;બેસીને બોલ્યો: "ભાભી! દેવતા લાવજો તો, હોકો ભરીએ!"

'ભાભી શબ્દ સાંભળતાં તો ચારણીના માથામાં ચાસકો નીકળ્યો. કોઈ કુહાડો જાણે લમણા પર પડ્યો. કોઈ દિવસ 'ભાભી' શબ્દ સાંભળવાનો એને અનુભવ નહોતો.

દેવતા દીધો. બીજી વાર 'ભાભી' કહી દૂધ માગ્યું. કામબાઈની કાયા ધણેણી ઊઠી. દૂધ દીધું ત્રીજી વાર 'ભાભી કહી પાણી માગ્યું; અને ચારણીને વેણ ઠેઠે અંતરમાં ઊતરી ગયું. આંહીં ઢોલિયે બેઠેલા રાજાને રૂંવાડે કામ પ્રગટ થયો છે.વિકારના અંગારા બળે છે.

"લે બાપ! તારે જે જોતું તું ઈ બધું!" એમ અવાજ સંભળાયો. સન્મુખ આવીને ચારણી ઊભી રહી. કામળીમાં ઢાંકેલ એક થાળી હાથમાં લીધી છે. કાયા થરથર કંપે છે. "લે! લે! ઝટ!" એમ ફરી ત્રાડ પાડી.

"શું!" રાજા ચમકીને બોલ્યો.

"તારે જોઈતું તું ઈ બધું!" કહીને કામબાઈએ થાળી ઉઘાડી.

"અરરર! આઈ!" લાખાનો સાદ ફાટી ગયો. થાળીમા કાપેલાં બે અંગ (સ્તન) દીઠા.

"ના, ના, ભૂલ્યો! આઈ નહિ, ભાભી!"ચારણી આંખો ઘુમાવતી હસવા લાગી: "લે! લે!"

"એ આઈ! આ હું ભૂલ્યો! ઘર ભૂલ્યો!" રાજાએ હાથ જોડ્યા.

"અરે હોય નહિ! આ લે! આ લે!"

હું ભેણી ને તું ભા, સગા! આદુનો સંબંધ,

કવચન કાછેલા! કિયે અવગણે કાઢિયું!

હે રાજા! ચારણી એટલે બહેનઃ ને તું ક્ષત્રિય એટલે ભાઈઃ ચારણ-રજપૂતો વચ્ચેનો આદિથી ચાલ્યો આવતો આ સંબંધઃ છતાં હે કચ્છમાંથી જાડેજા રાજા કાછેલા તેં 'ભાભી' એવું કુવચન મારા કયા અપરાધે કાઢ્યું?

સાંભળીને રાજા ભાગ્યો. પાછળ થાળી સોતી ચારણીએ દોટ દીધી, 'લેતો જા! બાપ, લેતો જા!' એવા સાદ કરતી કામબાઈ પાછળ પડી અને ફરી દુહો કહ્યોઃ

સંચેલ ધન ચારણ તણાં, જરશે નજિ જસા,

અજરો રે અસા, લોઢું લાખણશિયડા
જે જામ લાખા! આ તો ચારણા રૂપ-રૂપી ધનઃ એ તને નહિ પચે. આ તો લોઢું કહેવાય એનો તને અપચો થશે.

જામ ઘોડો દોડાવ્યે જાય છે. નગરમાં પેસી જાય છે. પાછળ ચારણી પડી છે. એના મોંમાંથી દુહો ગાજે છેઃ

ચમકપાણ લોહ ઓખદી, પાનંગ વખ પરાં,

અમરત ખાધે ન ઉતરે, ચારણ-લોઈ બરાં!
લોઢું ન જરે તો તેની ઔષધિ ચમકપાણ નામનો પથ્થર છે. સાપના વિષનું ઔષધ અમૃત છેઃ પરંતુ અમૃત ખાવાથી જેનું ઝેર ન ઉતરે તેવાં બૂરાં તો ચારણનાં લોહી છે.

નગરના મહેલમાં જામે સાંભળ્યું કે ચંડિકા સમી ચારણી હજુ તો શરીરના ટુકડા કરતીને સીમાડે લોહી છાંટતી ચાલી આવે છે. રાજા સામા ગયા, મોંમાં તરણું લઈને બોલ્યાઃ "માતાજી, મને પારકાએ ભુલાવ્યો. હવે ક્ષમા કરો."

"હું તને માફ કરું છું, પણ એક વાત યાદ રાખજેઃ આ તારા મહેલની ઓતરાદી બારી કદી ઉઘાડિશ નહિ."

બાર વરસ વીતી ગયાં. જામે બીજી વાર લગ્ન કર્યાં. નવં રાણીની સાથે પોતે એક દિવસ મહેલમાં બેઠા છે.

રાણીએ પૂછ્યું: "દરબાર, ઓતરાદી દ્શ્યેથી દરિયાના પવનની લહેરો આવે છે, રળિયામણા દેખાવો જોવાય; છતાં એ જ બારી શા માટે બંધ કરાવી છે?"

"ત્યાં એક ચારણી બળી મૂઆં છે, એની મના છે."

"કેટલો વખત થયો?"

"બાર વરસ."

હસીને રાણી બોલ્યાં: "ઓહોહોહો! આજ બાર વરસે કાંઈ એની મનાઈને ગણકારવાની હોય?"

રાણીના આગ્રહથી એ બંધ બારીની ઈંટો કાઢવામાં આવી. સામે જ દરિયાનો ખારોપાટ વરસાદના જળમાં ડૂબેલો પડ્યો હતો.ચોમાસા સિવાયની એ ઋતુમાં એ ખારા પાટ વચ્ચે પરગામનો કેડો પડતો હતો. બરાબર જાંબુડાથી જે કેડો આવતો હતો તે જ કેડો. પણ અત્યારે એ પાણીમાં ડુબેલો હતો. આધે આઘે જાણે એ પાણી ઉપર આગ બળતી હતી.

જામ લાખાએ રાણીને બોલાવ્યાં. આંગળી ચીંધી જામે રાણીને કહ્યું:" "જુઓ રાણીજી, ઓલી જગ્યાએ પાણીની સપાટી ઉઅપર ભડકા બળે; ત્યાં એ ચારણ્ય બળી મરેલી."

પણ રાજા જ્યાં આંગળી ચીંધાડવા જાય, ત્યાં તો એ દૂર બળતી જ્વાળા આંગળીને ચોંટી. ઝડ! ઝડ! ઝડ! અંગ આખું સળગી ગયું.રાજા બળીને ખાખ થયો. ચારણોએ ગાયું:

ચાલણ ને કમક તણી, ઓછી મ ગણ્યે આગ!

ટાઢી હોયે તાગ, (તોયે) લાગે લાખણશિયડા!

હે લાખાજી જામ! ચારણની અંદર અને ચકમકની અંદર બેસુમાર અગ્નિ છુપાઈને રહ્યો છે.દેખાવમાં ચકમક ઠંડો છે, પણ એની સાથે ઘર્ષણ થાય ત્યારે બાળિને ખાખ કરે તેવા તણખા ઝરે છે. તેવી જ રીતે આ વૃતાંતમાં પણ અબોલ અને ઠડી કામબાઈની અંદર ઊંડાણે આગ બળતી હતી. કોઈ ન સમજે કે એ બાળી શકશે. છતાં ત્યાંથી ઊઠીને એ તને વળગી, તને ભસ્મ કર્યો.

જૂનો રાફ ન છેડીએ; જાગે કોક જડાગ,
જાગી જાડેજા સરે; કામઈ કાળો નાગ.

કોઈ રાફડાને જૂનો અને ખાલી સમજીને ઉકેળવો નહિ, કારણ કે એમાંથી કોઇક દિવસ ઝેરી સર્પ નીકળી પડે. જેવી રીતે ચારણ જ્ઞાતિ-રૂપી જૂના રાફડામાં જાડેજાને માથે કામબાઈ કાળા નાગ-શી જાગી.

ઝવેરચંદભાઈ મેઘાણી

- આભાર

સૌરાષ્ટ્ર રસધાર

મંગળવાર, 1 મે, 2018

स्वयंभु अेवोर्ड

ચારણ સમાજનુ ગૌરવ

 .                   *ચારણ સમાજનુ ગૌરવ*

રાજસ્થાનના જેસલમેરમાં રહેનારા દેશલદાને IASમાં 82મી રેન્ક મેળવી પોતાના પરિવાર, સમાજ અને જિલ્લાનું નામ રોશન કર્યું. દેશલદાનના પિતા ચા વેચવાનું કામ કરે છે. 
તેમણે સાબિત કરી બતાવ્યું કે ભલે તે પોતે એક સંપન્ન પરિવારમાંથી નથી, પરંતુ સફળતા માટે પૈસાની નહીં જુનૂનની જરૂર હોય છે.

બાળપણથી જ દેશલદાન અભ્યાસમાં હોશિયાર હતાં અને તેના પિતાએ પણ દરેક સમયે તેમના દીકરાને સહયોગ આપ્યો. પિતાને વિશ્વાસ હતો કે દેશલદાન તેમનું અને સમગ્ર ચારણ સમાજનું  નામ રોશન કરશે અને દીકરાએ સપનું સાકાર કર્યું.

*વ્યાજ પર પૈસા લઈને દીકરાને ભણાવ્યો*

દેશલદાનનાજી ના  અભ્યાસ દરમિયાન તેના પિતાજીએ વ્યાજ પર પૈસા લઈને સતત તેનો અભ્યાસ ચાલુ રાખ્યો અને હવે તેની મહેનત સફળ થઈ ગઈ. બાળપણથી જ દેશલદાન અભ્યાસમાં હોંશિયાર હતાં અને તેના પિતાએ પણ દરેક સમયે પોતાના દીકરાનો સાથ આપ્યો

યૂપીએસસી સિવિલ સર્વિસ ના પરિણામોમાં જેસલમેર નિવાસી દેશલદાનની પસંદગી થઈ છે. તેણે 82મી રેન્ક મેળવી છે. આ પહેલા તેનું સિલેક્શન IFSમાં પણ થઈ ચૂક્યું છે.દેશલદાનના IASમાં પસંદગીની ખબર મળતા જ તેના પૈતૃક ઘરમાં ખુશીની લહેર છવાઈ ગઈ અને ઉત્સવ જેવો માહોલ થઈ ગયો. જેસલમેરના ચુંગી નાકા પર ચાનો સ્ટોલ ચલાવનારા કુશલદાને સખત મહેનત કરીને પોતાના દીકરાનો ઉછેર કર્યો. 

જોકે આ પહેલીવાર નથી જ્યારે દેશલદાને પોતાના જિલ્લાને ગૌરવ અપાવ્યું હોય. આ પહેલા તે IFS માટે પસંદ થઈ ચૂક્યા છે. તેનું લક્ષ્ય અને સપનું IAS બનવાનું અને પરિવારનું નામ રોશન કરવાનું હતં. આજે આ ઉપલબ્ધિ માટે સમગ્ર પરિવાર અને ચારણ સમાજ અને ગામ ખુશ છે.

*વીડિયો જોવા માટે નિચેની લિંક ઓપન કરો :-*
https://youtu.be/_LObZ92CBnw


               *વંદે સોનલ માતરમ્*

રવિવાર, 29 એપ્રિલ, 2018

આજે યોજાનાર મોગલધામ ભગુડા ખાતે 22 માં પોટોત્સવ અને એવોર્ડ સમારોહ વિશે થોડી સ્પષ્ટતા

જય મોગલ માં

*આજે યોજાનાર મોગલધામ ભગુડા ખાતે 22 માં પોટોત્સવ અને એવોર્ડ સમારોહ વિશે થોડી સ્પષ્ટતા*

આઈ શ્રી મોગલઘામ ભગુડા ખાતે આજે 22 મો પાટોત્સવ અને માં મોગલ શક્તિ અેવૉર્ડ અર્પણ  મહોત્સવ યોજામાર છે ,

આ કાર્યક્રમ સમય પ્રમાણે રાત્રે 8 કલાકે થી શરુ થઈ જશે.

મોગલમાં મંદિર પરિવારના સભ્ય સ્વ. ગીગાભાઈ ભુરાભાઈ કામળીયાનું મૃત્યુ થતા તા 27/4 /અને તા. 28/4/ ના યોજાનાર માત્ર અને માત્ર યગ્નો બંદ રહ્યા હતા.
પરંતું આજે તા 29/4/2018 ના રોજ 22મો પાટોત્સવ અને  રાત્રીના 8 કલાકેથી અેવોર્ડ અર્પણ સમારોહ તેમના નિક્ષિત સમયે શરુ થઈ જશે
સૌ મોગલ ભક્તો ને પધારવા મોગલઘામ તરફ થી જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.

*ખોટી અફવાથીં દુરં રહેવુ અને ખોટી અફવાઓ ના ફેલાવવા નમ્ર વિનંતી છે.*
*તેમજ ભગુડા ખાતે મોગલધામમાં સ્વયં સેવકોને સહકાર આપવા પણ વિનંતી છે.*

સમગ્ર મહોત્સવ નું લાઈવ પ્રસારણ ભૂમિ સ્ટુડિયો youtube ચેનલ અને GTPL ડાયરો ચેનલ ના માધ્યમ થી કરવામાં આવશે.તો ન પહોંચી શકે તેવા લોકો લાઈવ પ્રોગ્રામ નો પણ લાભ લઈ શકશે.

.લી. મોગલધામ ચેરીટેબલ ટ્રસ્ટ, ભગુડા

समूहलग्न अे सामाजिक संरचना माटे अत्यंत कल्याणकारी , कच्छ मित्रनो अहेवाल


ગાંધીધામ ચારણ સમાજ નું ગૌરવ

ગાંધીધામ ચારણ સમાજ નું ગૌરવ

તાજેતરમાં દુબઈ ખાતે ગ્લોબલ બિઝનેસ તક દુબઇ આયોજિત , યુએઇ ઇન્ટરનેશનલ અચીવર્સ એવર્ડસ ફોર બિઝનેસ એક્સિસલેંસ એડવર્ડ્સ શ્રી નવીન પી જેસળ (ગઢવી) - ગાંધીધામ કચ્છ (ડેપ્યુટી મેનેજર આઇટી બાલકૃષ્ન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ)