ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 25 નવેમ્બર, 2017

चारण समाजनुं गौरव वधारवा बदल अभिनंदन

अवनवी माहिती

चारण समाज में जन्मे महापुरुषों के जन्म से सम्बंधित जानकारी

*1*  *साँंयाजी* *झूला* (भक्त और कवी) - वि.स.1632 भाद्रपद विद नवमी को कुआवा (गुजरात) गाँव में स्वामिदास जी के घर जन्मे !

*2*  *ईश्वर* *दास* *जी* *बारठ* (भक्त और कवी) - वि.स.1515 श्रावन सुद बीज को भादरेस (राजस्थान) गाँव में सूरा जी रोहड़िया के घर जन्मे !

*3*  - *श्यामलदास* *जी* *दधिवाडिया* (महामहोपाध्याय) - वि.स. 1893 आषाढ़ सुद सातम को ढोकलिया (राजस्थान) गाँव में महपा जी के घर जन्मे !

*4*  - *कृपाराम* *जी* (कवी) - वि.स. 1825 के आसपास खराड़ी (राजस्थान) गाँव में जगराम जी खिडीया के घर जन्मे !

*5*  - *रामनाथजी* *कविया* (कवी) - सन  1808 में चोखा का बास (राजस्थान) गाँव में

*6*  - *सुर्यमल* *जी* *मिश्रण* (कवी) - दिनांक -19-10-1815 कार्तिक सुद ऐकम को हरणा (राजस्थान) गाँव में चंडी दान जी के घर जन्मे !

*7*  - *कु.* *प्रतापसिंह* *जी* *बारठ* (क्रान्तिकारी) - दिनांक -24-5-1893 को देवपुरा (राजस्थान) गाँव में केशरी सिंह जी के घर जन्मे !

*8*  - *ठा.* *केशरीसिह* *जी* *बारठ* (क्रान्तिकारी) - दिनांक- 21-11-1872 को देवपुरा (राजस्थान) गाँव में ठा. कृष्ण सिंह जी के घर जन्मे !

*9*  - *दुरसा* *जी* *आढा* (कवी और सेनापति) - वि.स. 1592 माघ सुदी चौदस को धून्धला (राजस्थान) गाँव में मेहाजी के घर जन्मे !

*10*  *देवीदानजी* *रतनु* / *कृष्णानंदजी* (मोरिसस के राष्ट्रपिता) - सन 1900 जन्माष्टमी को दासोड़ी (राजस्थान) गाँव में दौलत दान जी के घर जन्मे !

*11*  - *दुलाभाया* *जी  काग* (कवी और पद्मश्री) - दिनांक -25-11-1902 को मजदार (गुजरात) गाँव में भाया जी काग के घर जन्मे !

*12*  - *मुरारिदान* *जी* *आशिया*  (महामहोपाध्याय) - वि.स. 1890 माघ विद 2 को भांडियावास (राजस्थान) गाँव में भारत दान जी के घर जन्मे !

*13*  - *दुदाजी* *आशिया*(सेनापती) - वि.स. 1605 को आसोप (राजस्थान) गाँव में अमरा जी के घर जन्मे !

*14*  - *रामोजी* *सान्दू* (कवी और सेनापति) - हूँपाखेडी (राजस्थान) गाँव में धर्मा जी के घर जन्मे !

*15*  - *हुंपोजी* *सान्दू* (कवी) - कर्मानन्द जी के घर जन्मे

*16*  - *करणी दान जी कविया* (कवी) -वि.स.1685 के आसपास डोगरी (राजस्थान) गाँव में विजयराम जी के घर जन्मे !

*17*  - *बालाबख्श जी पालावत* (कवी) - हणुतिया (राजस्थान) गाँव में नर्सिंघ्दास जी के घर जन्मे !

  *और किसी कवी के बारे में आप के पास पूरी जानकारी हो तो इस नंबर👇🏿 पर मुझे जरुर बतावे*


   भूल हेतु क्षमा और सुधार हेतु सुझाव आमंत्रित

गणपतसिंह चारण मुण्डकोशिया-9950408090

आजे कागबापु (भगतबापु) नो 114 मा जन्म दिवसे तेमने कोटी कोटी वंदन

શુક્રવાર, 24 નવેમ્બર, 2017

आई नागबाई मां


આઈ નાગબાઈ

          ફરી એક વાર આપણે આ વાતાર્ના કાળથી ત્રીશ ચાલીશ વર્ષ પહેલાંની વેળામાં ડોકીયું કરી આવીએ.

          જૂનાગઢ તાબાના પ્રદેશમાં બીજો એક ઉજ્જડ ટીંબો આજે પણ પડ્યો છે. એને પાટખિલોરીનો ટીંબો કહે છે. પૂર્વે ત્યાં પાટખિલોરી નામે ગામ હતું. એ ગામમાં ભુંથો રેઢ નામનો ચારણ ગામેતી હતો. રા’ માંડળિકના બાપને કસુંબો કરાવવા રોજ આ ચારણ ભુંથો રેઢ જૂનાગઢ આવતો. રા’ની પ્રીતિ, અને તે ઉપરાંત માતાનો વરદાનધારી: એની ઘરમાં જ દેવીનું થાનક હતું. થાનકમાં એ ધૂપ દીવો લઈ એકલો જ બેસતો. વાતો ચાલતી હતી કે આપા ભુંથાને માતાજી  ઢામોઢ હોંકારો આપે છે. ચારણ ને જોગમાયા પરસ્પર વાતો કરે છે. ભક્તરાજ ભુંથા રેઢની તો માનતાઓ આવતી.

          માણસોમાં જેમ જેમ આપો ભુંથો ઓળખાતો ગયો , તેમ તેમ એનાં ધૂપ દીપ ને નૈવઘ વઘ્યાં, માતા પ્રત્યેની ભક્તિ મજબૂત બની ગઈ. ઘરની સ્ત્રીને એનો મેળાપ દુલર્ભ બન્યો. આજે આંહી તો કાલે ક્યાંક બીજે. દેવીનો વરદાનધારી વચનસિદ્ધ ગણાયો. એને બોલે અનેકોનાં દુઃખ ટળતાં ગયાં. એના જોયેલા દાણા સદાય સાચા પડ્યા. એને કહ્યે દેવીએ કૈક વાંઝિયાંના ઘર માથે અમીની છાંટ નાખી. ઘણાને ઘેર ઘોડિયાં બંધાણાં એની નામના ચાલતી ચાલતી ઉપરકોટમાં ફરી વળી. મોટા રા’એ આપા રેઢને પોતાના પડખામાં આસન આપ્યું. આખું પાટખિલોરી ગામ એને જીવાઈમાં બક્ષીસ થયું. ને પછી તો એના હાથની અંજલિ વગર મોટા રા’ને કસુંબો ન ચડે.

           એક વાર રોનક કરતે કરતે આપા ભુંથાને મોટા રા’એ કહ્યું: ‘વરદાન ખરું, પણ વરદાન હજી અધૂરું તે તો અધૂરું જ હોં, દેવ!’

          ‘કાં બાપા?’

          ‘મોઢામોઢ હોંકારા કરે તો પછી સાક્ષાત થઈને વાતો કાં ન કરે માતાજી?’

          ચારણો રાજાઓના દેવ પણ હતા, અને કેટલાક રાજાઓની રોનકના રમકડાં પણ હતાં. મોટો રા’ સોમનાથનો પાકો ભક્ત હતો, એટલે એણે આપા ભુંથાની દેવીભક્તિની આવી રમજૂ કરી.

          ગામડિયા ચારણને પોતાને વિષે ‘ઓહોહો!’ તો ક્યારનુંયે થઈ પડયું હતું. જ્યાં બેઠો હોય ત્યાં એને દેવીનો ઓતાર આવી જતો. એનેય આજ રા’ને કહ્યે પહેલી જ વાર ભાન થયું કે દેવીનું  વરદાન અધુરું છે. એનો ખાવાપીવાનો ને સૂવાનો રસ ઊઠી ગયો. એણે રોજેરોજ માતાના થાનકમાં બેસી રૂદન માંડ્યું: ‘દેવી! સાક્ષાત થા! નજરે થા! લોકો મને મેણાં દિયે છે.’

         ‘ભગત! ભીંત ભૂલ છે. તું મને નહિ ઓળખી શક. તું મારાં ને તારાં પારખાં લેવાં રહેવા દે. ભુંથા રેઢ, વાત બહુ આગળ પહોંચી ગઈ છે.’ આવા આવા જવાબ થાનકમાં સંભળાતા હતા.

          ‘ઓળખીશ. ઓળખીશ. માડી, મને સાક્ષાત થા. મારી નજરે થા.’ એના જવાબમાં થાનક આખું ખડખડાટ હસી પડતું. ને દેવીના ચાચરના દીવા ચરડ ચરડ અવાજ કરી, ભભૂકેલા નેત્રો જેવા, વધુ જોરથી સળગી હાલતા.

          થાનકની બહાર એક સ્ત્રી ઊભી ઊભી આંસુ પાડતી. એ ભુંથા ભગતની સ્ત્રી હતી. એ કદરૂપી ને કાળી હતી. એના આગલા બે દાંત જન્મથી જ લોઢાના હતા. ધણી બબે રાત સુધી થાનકની બહાર ન નીકળતો, અંદર પડ્યો પડ્યો: ‘દેખા દે! દેખા દે!’કર્યા કરતો, ત્યારે ચારણી પાલવ ઢાળીને બહાર ઊભી ઊભી દેવીને કહેતી: ‘માતાજી! મ કરજો. એવું મ કરજો. તમારું રૂપ એની નજરે ન પાડજો. મારો ચારણ અણસમજુ છે. કોઈકનો ચડાવ્યો ચડ્યો છે.’

          ‘નહિ ઓળખી શક! ભગત, નહિ વરતી શક. ઝેરનાં પારખાં! ‘

          થાનકમાંથી દેવી બોલતી હતી? કે આપા ભુંથાનો આત્મા બોલતો હતો? ખબર નથી પડી. પણ વળતા દિવસે જ્યારે એણે જૂનાગઢ જવા ઘોડવેલ હાંકી ત્યારે એને કાને ઘરની ચારણીના બોલ સંભળાયા: ‘ચારણ, ભગત, ગફલતમાં ન રે’જો.’

          ‘આ એક વહરા મોઢા વાળીએ જ મારો અવતાર બગાડ્યો છે. એણે જે મારી ભગતીમાં ભંગ પડાવ્યો છે. પડખું નબળું ન હોત તો, તો મારે ને માતાજીને આટલું છેટું રહતે કદાપિ!’ એવા વિચારે વલોવાતો ચારણ, ગઢ જૂનાનો રાજકવિ, દેવીનો , વરદાનધારી, ઘોડાવેલ હંકાવી ગયો.

          અરધોએક પંથ કાપ્યો પછી કેડાને કંઠે એક ઘરડીખખ, થાકીપાકી ડોશી બેઠેલી જોવામાં આવી. ડોશીના પડખામાં એક ગાંસડી પડી હતી. ડોશીના દાંત પડી ગયેલા હતા, અંગ ઉપર પુરાં લૂગડાં નહોતાં. ‘ખસ એઈ ડોશી, ખસી જા.’ હાંક નારે હાકલ કરી. ડોશી મહામહેનતે ખસીને બેઠી.

          ‘બાપ,’ ડોશીએ કાકલૂદી સંભળાવી; ‘મને-વધુ નહિ-એક સામા ગામના પાદર સુધી-પોગાડી દેશો? મેંથી હલાતું નથી, સંસારમાં મારું કોઈ નથી. આંહી અંતિરયાળ મારું કમોત થશે તો મને કુતરા શીયાળવાં ચૂંથશે. વધુ નહિ-સામે ગામ.’

          ‘હાંકો હાંકો, આપણે રા’ને કસુંબો પીવાડવાનું અસુર થાય છે. મારગમાં તો દુઃખીઆરાં ઘણાંય મળે. સૌને ક્યાં લેવા બેસશું! ‘

          એમ કહીને આપા ભુંથાએ ઘોડવેલ હંકારી મૂકી.

          ને ગઢ જૂનાનાં રા’એ તે દિવસના કસૂંબા ટાણે પણ એ જ ટોંણો માર્યો: ‘અરે ભગત! ભગત જેવા ભગત થઈને હજી માતાજીને નજરે ન ભાળ્યાં. આ-હા-હા-હા! થડાં થડાં કહેવાય ભગત! મલક હાંસી કરે છે. કળજૂગમાં દેવસ્થાનાં રહ્યાં છે, દેવતા તો ઊઠી ગયા છે, ને કાં પછી ભગતીમાં કાંક કે’વાપણું રહી જાય છે.’

          ‘કે’વાપણું કાઢી નાખશું બાપા! આપ, ખમા, નજરે જોશો.’

          ‘અમારે સોમનાથને માથે ગઝનીનું કટક આવેલું. તયેં દેવપાટણના બ્રાહ્મણો પણ આમ જ કહેતા’તા હો ભગત! કહેતા’તા કે ભલે વયો આવતો ગઝની. આવવા દો ગઝનીને. કોઈએ ઓડા બાંધવાની જરૂર નથી. સોમનાથ સરીખો દેવ છે, એનો કાળભેરવ જ ગઝનીના કટકનો કોળીઓ કરી જશે. આ એમ કહીને બ્રાહ્મણો બેસી રહ્યાં, પછી તો ગઝની જ આવીને દેવનો કોળીઓ કરી ગયો. આ ત્યારથી સોમનાથની રક્ષા કરવાની કોઈને હોંશ જ નથી રહી. દેવસ્થાનાં માત્રનું આ ડીંડવાણું સમજવું હો ભગત!’

          ‘આ દેવસ્થાનું ને આ સેવક નોખા સમજવા મારા રા’! પણ હું શું કરું!’ એણે દાઝભેર વેણ ઉચ્ચાર્યું: ‘મારું અરધુ અંગ નબળું છે. હું તો એક પાંખાળું પંખી છું. ‘

          ‘ઓહો! એવું ડીંડવણું છે કે દેવ? તયેં એમ કહો ને. તયેં વરદાન અધુરું રહ્યું છે. ઓ-હો! ઘર જબ્બર, પણ આ તો થાંભલી નબળી.’

          ‘નબળી થાંભલીની તો શી માંડવી મારા રા’! ફક્ત એક રોટલા ટીપી જાણે છે. બસ, મેમાનો આવે – પાંચ આવે કે પચાસ આવે -તેનું ખીચડું રાંધી જાણે છે. તાવડીનું ને એનું, બેય એકરૂપ છે મારા બાપ!’

           ‘અરે-અરે-અરે રામ! એ તો અમને ખબર જ નહિ. હવે તો મજબતૂ થાંભલી, ઘરને શોભે એવી થાંભલી અમારે જાતે જ તમને ગોતી દેવી પડશે. ખરચથી ડરશો મા દેવ! ઠેકાણું હોય તો અમને જાણ કરજો. ભેળા જાનમાં સોંડશું. ‘

           ‘ખમા ધણીને.’

          ‘ના. પણ હવે વાર ન કરવી. અમારું વેણ છે.’

          ફલાઈને ઢોલ થએલો જુવાન ભક્ત ભુંથો રેઢ સાંજે જયારે પાછો ફર્યો ત્યારે, ઝડ વઝડ દિવસ રહ્યા ટાણે, રસ્તામાં એક વટેમાર્ગુ ચાલ્યું જતું હતું. ઢુકડા ગયા ત્યારે ઓળખાયું – બાઈ માણસ: જુવાનજોધ: અને રૂપ રૂપનો અવતાર. લેબાસ ચારણ્યનો.

          ‘માળું!’ ભગતે વિચાર્યું ‘અસુરી વેળાનું નાનડીયું બાઈ માણસ થાકેલા પગનાં ડગલાં ભરી રહ્યું છે. બીજું તો કાંઈ નહિ, પણ આને કોક મળશે તો કનડગત કરશે. ઘોડવેલ નજીક આવી એટલે વટેમાર્ગુ બાઈએ તરીને મારગ દઈ દીધો. ભુંથો રેઢ પાછળ પાછળ જોઈ રહ્યો, પણ બાઈના મોં ઉપર કશી લાચારી કે ઓશિયાળ ન નિહાળી. બાઈ જરાક સામું જોવે તોય એને પૂછી શકાય. પણ બાઈનું ધ્યાન તો ધરતી તરફ જ સ્થિર હતું.

          ઘોડવેલ થોડે દૂર ગઈ તે પછી ‘ભગત’ને વિચાર થયો: એ બાઈ તો લાજાળુ માણસ લાગે છે, કદાચ એ શરમની મારી ન કહી શકે. ને હું કોણ છું કોણ નહિ એટલું જાણ્યા વગર કોઈ જુવાન સ્ત્રી હિંમત પણ કેમ કરી શકે? પણ આપણી તો ફરજ છે ને, કે આપણે પૂછવા વાટ જોવી નહિ. આપણું કામ અબળાનું રક્ષણ કરવાનું જ છે. આપણે વળી અભિમાન કેવાનું? એમ વિચારીને એણે હાંકનારને હાકલ કરી: ‘ઊભી તો રાખ.’

          ઘોડવેલ ઊભી રહી.

         ‘કેમ, હું આ બધું કહું છું તે તને બરાબર લાગે છે ને?’

         ‘શું કહ્યું, આપા?’

         ‘આ બધું હું ક્યારનો કહી રહ્યો છું ને. તું તે શું બેરો છો?’

         ‘આપા, મેં તો કાઈં સાંભળ્યું નથી.’

         ‘ગમાર નહિ તો.’

          ખરી વાત એ હતી કે ભગતે પોતાના જ મનને મનાવવા માટે જે દલીલો કરી હતી તે પોતે જોરશોરથી કરી હતી. પોતાને ભ્રમણા થઈ હતી કે પોતે જગતને પૂછીને, જગતનો મત મેળવીને આ પગલું ભરી રહલે છે. વિભ્રમની કાળ-ઘડી આવી પહોંચી હતી.

         ‘જોને, કોક વાંસે સાદ કરી રહ્યું છે, સાંભળતો નથી?’

         ‘ના!’

         ‘કેદુકનો બેરો થઈ ગયો છો ભાઈ? બીજું તો કાંઈ નહિ પણ કોઈક વાર ગાડીને ઊંધી નાખી દઈશ બેરા! જોને કોક સાદ પાડતું હાલ્યુંઆવે છે.’

          સારી એવી વાર થંભ્યા ત્યારે બાઈ ભેળી થઈ. ભગતે પૂછ્યું: ‘તમે સાદ કરતાં’તા!’

         ‘ના, ના, મેં સાદ પાડ્યા જ નથી.’

         ‘ક્યાં જાવું છે, બાઈ?’

         ‘પાટખિલોરીની ઓલી કોર.’

         ‘હાલો, પાટખિલોરી સુધી પોગાડી દેશું. ‘

         ‘અમે ચારણ છીએ.’

         ‘અમારી જ નાતે નાત. હાલો.’

          રસ્તો ટૂંકો હતો. વાત લાંબી હતી. કોણ છો? ક્યાંનાં છો? વગેરે વગેરે.

          જવાબ બધા જ મનભાવતા મળ્યા. ‘ઘરભંગ છું માબાપ, ભાઈબહેન , વંશવારસ કોઈ નથી.’

         ‘ઘરભંગ શીદ રે’વું પડે?’

         ‘અડબૂત ચારણોમાં કોનું ઓઢણું માથે નાખું? મીઠપ આજ નથી શેરડીને સાંઠે રહી, તેમ નથી માનવીમાં રહી. મારેય પાછો બેક માતાજીની ભગતીમાં જીવ છે. ક્યાં પોસાઉં?’

         ‘પોસાણ થાય એવું હોય તો?’

         ‘તો મારે તો અસુર થઈ ને રાત રીયા જેવું. ‘

         ‘આપણું ઘર ગમશે?’

         ‘તમારા ઘરમાં મારાથી પગ કેમ મૂકાય?’

         ‘કાં? ‘ ભુંથો ભગત લટૂ થયો.

         ‘એક મ્યાનમાં બે તરવારું.’

         ‘એ તો વાસીદાની ને રાંધણાની કરનારી રહેશે. તમે મારી ભક્તિમાં ભાગીદાર થશો.’

         ‘એમ ન પોસાય. ભક્તિમાં આઠે પહોર ભંગ પડે. ‘

         ‘તો એને છેડો ફાડી દઈશ.’

         ‘તો ભલે. નિરાંતવાં ભક્તિ કરશું. ‘

          રાત પડી ગઈ હતી. પૃથ્વીનાં કેટલાંક પાપ ઉપર અંધાર-પડદો પડી ગયો હતો, તેમ કેટલાંક પાપને પ્રગટ થવા માટે આ અંધાર-પછેડો સગવડ કરી આપતો હતો.

          પાટખિલોરીનું પાદર આવ્યું. બાઈએ કહ્યું: ‘ઊભી રાખો ઘોડવેલ.’

         ‘કાં?’

         ‘હું આંહી બેઠી છું.’

         ‘આંહી શા સારું?’

         ‘તમારા ઘરમાં મારી જગ્યા થાય તે પછી જ આવીશ.’

         ‘ખરે પણ…. વહ્યા નહિ જાવ ને?’

         ‘વહી શા માટે જાઉં? પણ હું ચારણ્યને બહાર નીકળેલી ભાળીશ તો જ આવીશ.’

         ‘અબઘડી.’

          ઉતાવળે ઘોડવેલ ઘેર હંકાવીને ઊતરતાં વાર જ ભુંથો ભગત સીધો સડેડાટ ઘરમાં ગયો. રાંધણીઆમાં પહોંચ્યો. ચારણ્ય રસોઈ કરતી હતી એના ઉપર ધસી ગયો. ચારણી ઝબકીને પૂરું જોવે ન જોવે ત્યાં તો એણે પોતાની પછેડીનો છેડો ચીરી, ચારણીના ખોળામાં ફગાવ્યો.

         ‘કાં? કાં?’

         ‘બસ ઊઠ.’

         ‘શું છે, ચારણ?’

         ‘ઘરની બહાર નીકળી જા.’

         ‘પણ મારો કાંઈ વાંક તો ખોળે નાખ, ભૂંડા?’

         ‘ભૂંડા ને ભલા, વાત પૂરી થઈ. વાંક લેણાદેવીનો, ચારણ્ય, ઘર ખાલી કર.’

         ‘આમ ન હોય ચારણ, આવો અકેકાર ન હોય, હું તુંને ન ગમતી હોઉં તો તું તારે બીજું ઘર કર – અરે, હું પોતે જઈને તારા માટે બીજો વીવા ગોતી લાવું. ‘

          ‘ના, બસ ઊઠ.’

          ‘હું તને ભારી નહિ પડું ચારણ! હું એક કોર કોઢયમાં પડી રહીશ. હું તારા ગોલાપા કરીશ.
મારું પેટ પાલીનું હોય તો અધવાલી આપજે.’

         ‘ના, ઊઠ, બા’રી નીકળ.’

         ‘અટાણે? કાળી રાતે? ચારણ! ભગત! અટાણે હું ક્યાં જઈ ઊભી રહું? હું કેને જઈને કહી શકું કે મને ભગતે કાઢી મૂકી! મારી જીભ કેમ ઊપડે!’ એમ બોલતી ચારણી ભાંગી પડી. એનો કંઠ ભેદાઈ ગયો.

         ‘ઊઠછ કે ઢસરડીને કાઢું?’

          ચારણીએ આખરે પોતાના શરીરને, ધણીને હાથે, મૂવેલા કૂતરાની માફક ઢસરડાવા દીધું. અંધારે અંધારે એ બહાર નીકળી ગઈ.

          ચાલી જતી ચારણ્યે પાદરની શૂરપૂરાની દેરીને ઓટે એ અંધારામાં એક દાંત વગરની, પળીયલ વાળ વાળી બુઢ્ઢીને બેઠેલી દીઠી.

          રોતી ચારણી એ બુઢ્ઢીને ફક્ત એટલું જ કહી શકી: ‘માતાજી, મારા માથે આવી કરવી’તી ને?’

         ‘બાપ, નાગબાઈ! નાગબાઈ હરજોગની!’ બુઢ્ઢીએ કહ્યું. ‘માંડ્યા લેખ મિથ્યા કેમ થાય? મેં નથી કર્યું, એના અભિમાને કરાવ્યું છે. એનાં લેખાં એનાં પાપ લેશે. તું તારે આંહીથી સીધી હાલી જા. તારું ઠરવા ઠેકાણું મેણીયું ગામ આંહીથી છેટું નથી.’

         ‘ત્યાં જઈને શું કરું?’

         ‘આપો વેદો ચારણ છે. દુઃખી છે. એનું ખોરડું તુંથી પૂજાશે.’

         ‘માતાજી! હું ઊઠીને એક ભવમાં બે ભવ કરૂ?’

         ‘કરવા જોશે દીકરી! તારે માટે નહિ, કળિ કાળનાં નબળાં સબળાં સૌ નાનડિયાંને કેડી બતાવવા માટે. હલાબોળ કાળીંગો (કળજુગ) હાલ્યો આવે છે. માન સથુકો માનવીઓ જીવી શકે તેટલા સારું તું મોગળ (મોખરે) થા. જા, તને મેંણું નહિ બેસે. અંધારું ભાળીને બીશ મા. હાલી જાજે. હળાબોળ કળજુગમાં કેડો પાડતી હાલી જજે. ને બાપ! એક વાતની ગાઠં વાળજે. રાજદરબારથી તારી પ્રજાને છેટી રાખજે.’

          પછી તે રાત્રિયે એક આદમી ગામ પાદરની ખાંભીઓ વચ્ચે, મસાણમાં, સીમમાં, સીમાડા બહાર, નદીમાં, વોંકળામાં, વાવો ને કૂવાઓને કંઠે દોટાદોટ કરતો હતો. આસપાસના સૂતેલાં ગામડાં નિર્જન વગડામાં ઊઠતી ચીસો સાંભળતાં હતાં-

         ‘ક્યાં ગયાં? તમે ક્યાં ગયાં? સુંદરી, ક્યાં ગયાં?

          વળતા દિવસ અજવાળું થયું ત્યારે એક આદમી નખશીખ લૂગડાં વગરનો, ઝાળે ઝાંખરે ને ઝાડનાં થડની ઓથે લપાતો લપાતો બેબાકળો, વસ્તીથી દૂર ભાગતો હતો.

         ‘આ કોણ છે નાગો?’

         ‘એલા ભાઈ, આ તો આપો ભુંથો રેઢ: માતાજીનો વરદાનધારી: અરર, નાગોપૂગો! કોઈએ લુંટ્યો?’ લોકો ચકિત બન્યા.

         ‘એને કોઈ લૂગડાં નાખો. ઝટ એની એબને ઢાંકો.’

          લૂગડાં ફેંક્યા – નગ્ન આદમી લૂગડાં ઝીલવા જાય છે: એનો હાથ લૂગડાંને અડકે તે પહેલાં અદ્ધર ને અદ્ધર લૂગડાંનો ભડકો થઈ જાય છે.

          ગામો ગામ ભમે છે, સીમેસીમ રઝળે છે. લોકો પોતાનાં પછેડી અને ફાળિયાં ફેંકે છે. પછેડી ને ફાળિયાં એના શરીરને અડે ન અડે ત્યાં સળગી ભસ્મ બને છે. ભડકા-ભડકા-એ પોતાના પગલેપગલે ભડકા થતા ભાળે છે. નગ્નાવસ્થામાં જ ચીસો નાખતો આંહીથી ત્યાં દોટ કાઢે છે. એ વસ્તીનો વાસ છોડીને અરણ્યમાં ઊતરી જાય છે.

         લોકોમાં ખબર થાય છે: ભુંથા રેઢે માઝા મૂકી હતી. ભક્તિનો એને કેફ ચડ્યો. રાજા ને રોનકી લોકોને ચડાવ્યો એ ચડ્યો. ઘરની રાંક સ્ત્રીને એણે કાળી રાતે નોધરી કરી કાઢી: એને માણવું હતું પારકી ત્રિયાનું રૂપજોબન. એને સાંપડ્યા ભડકા: એણે લીધાં ઝેરના પારખાં. એને માથે દેવી કોપા