ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 28 ઑગસ્ટ, 2020

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી નિમિત્તે પ્રસિદ્ધ થયેલ અખબારી અહેવાલ



રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી નિમિત્તે પ્રસિદ્ધ થયેલ અખબારી અહેવાલ.

*૧.ગુજરાત સમાચાર,*
*૨.સંદેશ,*
*૩.ફૂલછાબ,*
*૪.જય હિન્દ,*
*૫.નૂતન સૌરાષ્ટ્ર,*
*૬.અમરેલી એક્સપ્રેસ,*
*૭.ગાંધીનગર ટુડે,*
*૮.સુપ્રભાત સૌરાષ્ટ્ર,*
*૯.યુગાન્તર,*
*૧૦.ગુજરાત સત્તા,*
*૧૧.લોક સંસાર,*
*૧૨.પગદંડી,*
*૧૩.ગુજરાત છાયા,*
*૧૪.સૌરાષ્ટ્ર ક્રાંતિ,*
*૧૫.આજકાલ,*
*૧૬.અબતક,*
*૧૭.અકિલા,*
*૧૮.સૌરાષ્ટ્ર આસપાસ,*
*૧૯.કાઠિયાવાડ પોસ્ટ.*

*અહેવાલ લેખન ✍️:*
*હિતેષ ગઢવી (નરેલા) - રાજકોટ.*

અમારા શાયર મેઘાણી :- પીંગળસીભાઈ ગઢવી


અમારા શાયર મેઘાણી :- પીંગળસીભાઈ ગઢવી

માત સરસ્વતી મીટ માંડીને જોતી કોઈ દુલારો , 
સત્યભાખી નિર્ભય નિર્વ્યસની કોણ ઉપાસક મારો , 
બાવલ બેટડો જોઈ બગસરે હૈયા માં હરખાણી , 
અમર લોક થી આવ અમારા શાયર મેઘાણી .

 ભેખ ધરી ભમતો'તો ક્યારેક સંતો મં  તો સંગે , 
ક્યારેક ઝુલ્લાં વાંકડ્યિાનાં લાલ કસુંબલ રંગે ,
 ક્યારેક લઈ ખંભામાં કોની કરતો'તો ઉઘરાણી , અમર લોક થી આવ અમારા શાયર મેઘાણી . 

ગામે ગામે ફરતો કરતો વાતો મીઠી મજાની , સૌ જનને સાંભળતો ગાતો ગીતો કરતો લહાણી , 
કરતો હતો તનતોડ પાલી પીધાં ઘર ઘર પાણી , 
અમર લોક થી આવ અમારા શાયર મેઘાણી . 

ગીરા કંદરા ઘોર પહાડે ગાંડો તુર થઈ ગાતો , 
સાવજ ને ચારણ કન્યાનું જુધ્ધ નિરખવા જાતો , 
ચૌદ વરસની ચારણ કન્યા જગપ્પા સી જાણી , 
અમર લોક થી આવ અમારા શાયર મેઘાણી . 

કોણ વે કોદાળી લઈને ધરતી પડ ઢંઢોળે , 
કોણ હવે સમશાન ગાવી ખપી ગયાં ને ખોળે , 
કોણ હવે કહેવાનો ગરવી ગૌરવ ભરી કહાણ , 
અમર લોક દી આવ અમારા શાયર મેઘાણી ,

 લોકગીતો નો લાડીલો ને લોક રદય માં રમનારો , 
મડદાંઓ ના મન મંદીર માં પ્રાણ હતો પુરનારો , 
આપી એણે સાવ અનોખી સોરઠ ની સરવાણી , 
શાયર ની દુનિયા માં માથે મુગટ હતો મેઘાણી .

 રચના :- પીંગળસીભાઈ ગઢવી 


બુધવાર, 26 ઑગસ્ટ, 2020

ચારણ સમાજનું ગૌરવ ડો.લખમાબેન ગઢવી



આજનો દિવસ આપણા ચારણ - ગઢવી સમાજ માટે ગૌરવનો  દિવસ છે 

મુળ જામખંભાળીયા ના બેહ ગામના  વતની ડો.લખમાબેન ગઢવી હાલ ડોક્ટરી નો અભ્યાસ સંપૂર્ણ કરીને  *આજે  M.D.(ડોક્ટર ઓફ મેડિસિન) ની ડિગ્રી હાસેલ કરેલ છે*
વિદેશ માં રહીને આજે આપડો પૂરો સમાજ ગૌરવ લઇ શકે તેવી અનુભૂતિ કરાવી છે.
આવી જ્ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ડો.લખમાબેન અને તેમના પરીવાર ને ખૂબ ખુબ અભિનંદન અને બેનના ઉજ્વળ ભવિષ્યની શુભકામના ઓ માં સોનલ હજુપણ પ્રગતિ કરાવે તેવી પ્રાર્થના 


શ્રી રવેચી માતાજી રાપર- કચ્છ નો સંપૂર્ણ ઇતિહાસ


કચ્છની ઐતિહાસિક ભૂમિ પર રાપર તાલુકાના રણ કાંઠા પર રવ ગામે પાસે સુંદર પુરાણ પ્રસિદ્ધ રવેચી માતાજીનું મંદિર આવેલું છે. અહીંનું વાતાવરણ ખુશનુમા મનોહર પ્રકૃતીવાળું અને શીતળતા જો યાત્રાળુઓ મુગ્ધ થઇ જાય છે. ઘટાદાર ઝાડ, તળાવ કિનારાની શીતળ હવા અને કુદરત સૌંદર્ય જોઈ મન નાચી ઉઠે છે. માતાજીના સ્થાનકે આવતા મુસાફરોના હૈયા પ્રફુલિત બને છે. સંકટો વિસરાઈ જાય છે. અહીં કચ્છ સૌરાષ્ટ્ર અને મુંબઈ વિગેરે દુર દુરના સ્થળેથી અનેક ભક્તો માતાજીના દર્શન આવે છે. અને યાત્રા પૂરી કરે છે. આવનાર પ્રવાસી તંદુરસ્તી મેળવે છે.
મંદિર તરફથી આવનાર યાત્રાળુઓને મફત સાદું અને સાત્વિક ભોજન આપવામાં આવે છે. મીઠી છાસથી યાત્રાળુઓ શાંતિ અનુભવે છે. આવનાર યાત્રાળુઓની મહંતશ્રી સુખ સગવડની ભોજનની પુરતી વ્યવસ્થા કરી આપે છે.

મંદિર પાસે ૨૫૦૦ ગાયો છે. જે ખીરામાં કહેવાય છે. ગાયોનું દૂધ વાલોવવામાં આવતું નથી માતાજીની ગાયોને અનેક ભક્તો ઘાસ અને ગોવાર ચારી માનતા પૂરી કરે છે. અહીં વિશાળ ગૌશાળા જોવાલાયક છે.



અહીં ચાર ગામના પંથકમાં રવ, ડાવરી, ત્રંબૌ, અને જેસડા વિસ્તારમાં શિયાળુ પવન રાત્રીના વાતો નથી. માતાજીએ ચાર ગામના રક્ષણ માટે વચન આપેલું છે. માતાજીની કૃપા પણ અપરંપાર છે. ભાવિક ભક્તોને હાજર હજુર છે. માતાજી પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા ધરાવનાર અનેક ભક્તો પર માની કૃપાના પ્રત્યક્ષ પરચા મળ્યાના અનેક દાખલા મોજુદ છે.
પ્રવેશદ્વારમાં દાખલ થતાં શીતળા માતા, ગણપતિ,હનુમાનજી, વાસંગી ખેતરપાળની મૂર્તિઓ છે. પાસે ધર્મશાળા છે. પંચમુખા મહાદેવજીનું મંદિર છે. બાજુમાં મહંતશ્રી અમરજતી કેશવગીરીજી ગણેશગીરીજીની દેરીઓ છે. અર્જુનદેવનો શીલાલેખ છે. બાજુમાં વિશાળ દેવીસર તળાવ છે.
મંદિર બહાર રવેચી માતાની કામધેનું ગાયની દેરી છે. તે દેરી સ્વ. મહેતા પોપટલાલ નારાણજીના સ્મરણાર્થે તેમના સુપુત્રોએ બંધાવેલ છે. બાજુમાં ચબુતરો છે. અહીં ૩૦૦ જેટલા મોરલા અને પંખીઓને નિયમિત દાણા નખાય છે. અસલ મંદિર પાંડવોએ નવ શિખર અને ઘૂમટો સહીત બનાવેલું હતું વચ્ચે બાબી સુલતાને તોડી પાડ્યું હોવાનું કહેવાય છે.

વિક્રમ સંવત ૧૮૭૮ ની સાલે સામબાઈ માતાએ ૨૬૦૦૦ કોરીના ખર્ચે વિશાળ પાકી બાંધણી વાળું મંદિર ચણાવ્યું લગભગ ૫૪ ફૂટ ઊંચા ઘુમટવાળું ૧૪ ફૂટ લાંબુ અને ૧૩ ફુટ પહોળું છે. મંદિરના મધ્ય ભાગે રવેચી માતાજીની, ખોડીયાર માતાજીની, આશાપુરા માતાજીની અને બાજુમાં સામબાઈ માતાની મૂર્તિ બાજુમાં વિભુજાવાળા અંબામાની મૂર્તિ રવના ગરાશીયાઓની મૂળ પુરુષ મુરવાજી જાડેજાને રવનું રાજ્ય અપાવ્યું તેમની યાદગીરીમાં મૂર્તિ પધરાવેલી છે. રવરાયની મૂર્તિ સામે ત્રણ પગે ઉભેલ નકલંકી ઘોડાની મૂર્તિ છે. મંદિરની અંદર રામદેવજી ભગવાનનું નાનું મંદિર છે. બટુક ખેતરપાળ મંદિરની જયોત અખંડ બળે છે તેમને ખોળામાં લઇને બિરાજે છે. અહીં શુદ્ધ ઘીની અખંડ જ્યોત જલે છે.

મંદિરની બાજુમાં ઠાકર મંદિર છે. ત્યાં કૌરવનું સ્થાનક છે. પહેલે માનવનું બલિદાન અપાતું હશે ત્યાં આખા શ્રીફળનો ભોગ ધરાય છે. અહીં ત્રીકમજીનો ઓરડો છે. ગરુડ ભગવાન, ભૈરવ, ખેતરપાળ, લક્ષ્મીનારાયણ ભગવાન, હનુમાનજી તથા ગણપતિ બિરાજે છે. મંદિરમાં ત્રણ વખત સવારે ૪ વાગ્યે મંગળ આરતી, સવારે ૭ વાગ્યે શણગાર આરતી અને સાંજે ૭ વાગ્યે સંધ્યા આરતી થાય છે.
મસાલી ગામના મુરવાજી રવેચી માતાના પરમ ભક્ત હતા, માતાજી તેમને પ્રસન્ન થયા રવ, ડાવરી, ત્રંબૌમાં દેદાઓનો અંત આવ્યો બાદ રાજ ચલાવવામાં આવ્યું માતાજી મુરવાજીની પેઢીએ એક એક શંખ બહાર કાઢતાં રહ્યાં છે. છ શંખ બહાર કાઢ્યા છે. જે માતાજીની મૂર્તિ પાસે મોજુદ છે. સાતમો શંખ હજુ નીકળેલ નથી.

અર્જુન દેવનો શિલાલેખ :-
અહીં અર્જુન દેવનો ઐતિહાસિક શિલાલેખ નીચે મુજબ હોવાનું જણાય છે. મહારાજા ધિરાજ અર્જુન દેવ અણહિલવાડ પાટણ તેમના કાર્યકર્તા કારભારી ધાન દલીયાણ બાઈથી થરીયા સુતરસિંહજી ધૃત વાટિકા તાલુકામાં આવેલા રવ ગામે માતાજી મંદિરે પોતાના આત્માના કલ્યાણ અર્થે વાવ ગળાવી તેમાં સોળસો દ્રવ્ય પરહર્યા તે વિક્રમ સંવત ૧૩૨૮ શ્રાવણ સૂદ ૨ શુક્રવારના લેખથી સાબિત થાય છે. એમ રવિસિંહજીને માતાજીને પ્રસન્ન થયેલ છે.


સામબાઈ માતા :- 
સામબાઈ માતાનો જન્મ ઈ.સ. ૧૮૫૦ માં થયો હતો. ભટી ખેંગાર ભોપાની પુત્રી હતાં. નાનપણથી ગુણોવાળા અને દેવ કન્યા જેવા રૂપાળા હતા. ૧૫ વર્ષ ના થતાં ભટી ખેંગારને તેમને પરણાવવાની ચિંતા થવા લાગી પરંતુ સામબાઈ માતાતો કહે પુરુષ માત્ર મારે પેટના પોત્રા સમાન છે. મારે તો રવેચી માતની સેવા ભક્તિ કરવી છે.
છેવટે ખેંગારજી પોતાની પુત્રીને કંથકોટના મુરવાજી જોડે લગ્ન નક્કી કરે છે. બે ફેરા ખાંડાના કંથકોટ ફરીને આવ્યા. રસ્તામાં બહારવટીયા સાથેના ધીંગાણામાં મુરવાજી ખપી ગયા. સામબાઈ માતા વિધવા કન્યા રવેચી માતની ભક્તિમાં મન પરોવી દીધું.
રાપરના કલ્યાણેશ્વરના મહંત મસ્તગીરી પાસે આવી સામબાઈએ સન્યાસ લીધો સન્યાસ બાદ તેમનું નામ રામસાગરજી પાડ્યું. રવેચી માતની પુજા પાઠમાં જીવન વિતાવ્યું. મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ચાર ધામ અડસઠ તિરથ કર્યા હતા.
મહારાવશ્રી દેશલજીને શરીરના પાછળના ભાગમાં ગુમડાનું દર્દ સામબાઈએ કારેંગાની કરીથી મટાડ્યું હતું આથી મહારાવશ્રી પ્રસન્ન થઇ ખુશ થયા અને તેમના પ્રત્યે શ્રદ્ધા જાગી. સામબાઈના કહેવાથી ૧૮૯૫ માં ભુજ નજીક રુદ્રાણી માતાજીનું મંદિર બંધાવ્યું. તે સમયે પાડા વગેરે ચડતા તે બંધ કરાવી મોટી જાગીર શરુ કરાવી. સામબાઈ અને દેશલજી પૂર્વ જન્મમાં ભાઈ બહેન હોવાનું કહેવાય છે. સંવત ૧૯૧૬ માં સામબાઈ માતાએ રુદ્રાણી માતાજીના મંદિરે જીવતી સમાધી લીધી હોવાનું કહેવાય છે. રુદ્રાણીના મંદિરે રવેચી, રુદ્રાણી અને આશાપુરાની મૂર્તિઓ તથા ખેતરપાળનું મંદિર છે. સામબાઈ માતાનું શિખરબંધ મંદિર છે.

રૂદ્રાણી મંદિર :-
ભુજથી ૨૦ કિ.મી. દૂર રૂદ્રાણી માતાજીનું મંદિર છે. તે રવેચીના શાખાની જાગીર ગણાય છે. ત્યાં મહંત શ્રી ધર્મેન્દ્રગીરીજી બિરાજે છે. શ્રાવણ સૂદ આઠમના ત્યાં મેળો ભરાય છે. યુવરાજ શ્રી પધારે છે અને આજે પણ માતાજી ફૂલની પત્રી તેમને સાક્ષાત આપે છે. તે દિવસે જાત્રા થાય છે. ભજન મંડળી થાય છે. રાજકુટુંબ રવેચીમાને, રૂદ્રાણી માને પોતાના કુળદેવી તુલ્ય માને છે. અહીં સામબાઈએ જીવતી સમાધી લીધી હતી જેથી મહારાવ શ્રી દેશલજીએ શિખરબંધ મંદિર બંધાવ્યું. અહીં લક્ષ્મીનારાયણનું મંદિર તેમજ વાસંગી ખેતરપાળ, બટુક ભૈરવ વિગેરે છે.

વિશ્રાંતિ ગૃહનું ઉદઘાટન :-
અહીં વિશ્રાંતિ ગૃહ નું ઉદઘાટન તેમજ દાતા તખ્તી અનાવરણ વિધિ તા. ૧૩-૯-૧૮૮૬ સંવત ૨૦૪૧, ભાદરવા સૂદ ૧૦ ના શ્રીયુત નાનજીભાઈ ખીમજીભાઈ ઠક્કરના પ્રમુખપદે યોજાયેલ જેમાં વિશ્રાંતિગૃહનું ઉદઘાટન ચરલા માલશીભાઈ મેઘજીભાઈએ કરેલ વિશ્રાંતિગૃહના મુખ્ય દાતા ત્રંબૌવાળા બૌઆ ડાયાલાલ નરશી અને અંદરના રૂમના દાતા પટેલ કાનજી વાઘજીનું નામ જોડવામાં આવેલ.


માતાજીના પરચા :-
જગડુશાનાં વહાણ તાર્યા :
માતાજી નોંઘાભોપા સાથે પ્રત્યક્ષ ચોપાટ રમી રહ્યાં હતાં ત્યારે માતાજીની ચુડમાંથી પાણી ટપકતાં નોંઘાભોપાએ કારણ પૂછતાં માતાજીએ જણાવ્યું કે મારા પરમ ભક્ત જગડુશાનાં વહાણો મધદરિયે તોફાનોમાં સપડાયા છે. તેમણે મારું સ્મરણ કરતાં તે વહાણો મે ઉગાર્યા છે. નોંઘાભોપાને માનવામાં ન આવ્યું ત્યાર બાદ જગડુશા સંઘ સાથે ચોથો ભાગ લઇ માતાજીના મંદિરે આવી માનતા પૂરી કરી પોતાનું દ્રવ્ય શુભ માર્ગે વાપરવા કહ્યું. નોંઘાભોપાને પસ્તાવો થયો. ત્યાર બાદ માતાજી કદી પ્રત્યક્ષ ભોપા સાથે રમત રમવા ન આવતાં.

દજીયાને ચમત્કાર :
દજીયાએ રવેચી માતાજીની આસપાસની જગ્યામાં ઊગેલ બાવળ નોંઘાભોપાએ ના કહેવા છતાં કાપવા ચાલુ રાખ્યા ત્યારે માતાજીએ પરચો બતાવ્યો જ્યાં દજીયો ઝાડ કાપતો હતો ત્યાં ઝાડો નીલા થઇ જઇ જમીનમાં ખુપી ગયા નાગે ડંખ દીધો દજીયો ત્યાંજ ઢળી પડ્યો.


દેદાઓનો અંત : 
વાગડમાં જ્યારે દેદાઓ નું વર્ચસ્વ હતું ત્યારે લાખાજી જામના દેદાએ ઘોડીઓના વાછેરાઓને પીવડાવવા ખીરામાં ગાયોનું દૂધ માગ્યું. ઘોડો પીરનું વાહન હતાં મુસ્લિમોને માતાજીની મનાઈ હતી જેથી ભોપાએ ના પાડી. લાખાજી છંછેડાયો. બધા દેદાઓને ભેગા કરી ગાયો લઇ જવાની ધમકી આપી. ભોપાએ માતાજીનું સ્વરૂપ ધારણ કર્યું ત્યારે માતાજીના સ્થાને પરોઢિયે ચાર વાગ્યે આપોઆપ વાજીંત્રો નગારા વાગ્યા માતાજીએ વાઘનું સ્વરૂપ ધારણ કર્યું. આ સ્વરૂપ જોઈ દેદાઓ ધ્રુજી ઉઠ્યા. માતાજી અને ભોપાની માફી માંગી બીજે દિવસે ભાગ પાડતાં દેદાઓ ઝગડી પડ્યા. અંદર અંદર ધીંગાણું થતાં કપાઈ મુઆ. દેદાઓ માતાજીના શ્રાપથી રવ, ડાવરી, જેસડા, ત્રંબૌ છોડી મોરબી તરફ ગયા. વાગડમાં દેદાઓનો અંત આવ્યો.

મંદિરે લુંટ :
સંવત ૧૯૪૫ ની સાલે રવના રાણા કોલીની મૈત્રીથી કાનડો બહારવટીયો અગિયાર સાથીઓ માળીયા મીંયાણાથી રવેચી મંદિરે આરતી ટાણે મહંત વશરામગરને દોરડાથી બાંધી ઓરડામાં પૂરી ૩૫૦૦ કોરીની મતા લુંટી. મહંત વશરામગરે માતાજીને પ્રાર્થના કરી એટલે આપોઆપ ઓરડો ખુલી ગયો દોરડા છૂટી ગયા.
બહારવટીયા લુંટ કરી મેવાસા ડુંગરમાં ચાલ્યા ગયા. રવોજી તથા મનુભાઈ ફોજદાર પગેરું લેતા મેવાસા ડુંગરમાં ગયા. સામસામી ગોળીયું છૂટી. બહારવટીયાની ગોળીઓ રવાજી અને ફોજદારને લીંડીની માફક સામાન્ય લાગતી. કાનડો અને બીજા બહારવટીયા ઢળી પડ્યા બચ્યો માત્ર એક જ બહારવટીયો જે પાણી ભરવા ગયો હતો અને માતાજીએ લુંટ કરવાની ના પાડી હતી. નારણ બહારવટીયે છુપાવેલી બધી મિલ્કત કાઢી આપી.

ભંડારો : 
સંવત ૧૯૯૨ માં જાગીર તરફથી ભંડારો કરવામાં આવેલ તે વખતે ગામે ગામથી લોકો આવી પહોંચ્યા. પાણીની અસહ્ય તંગી હતી. તળાવમાં પાણી ખૂટતું હતું. આ પ્રશ્ન સૌને મૂંઝવતો હતો. રાત્રે મહંત શ્રી ભગવાનગરને સ્વપ્નામાં માતાજીના દર્શન થયાં. રવેચી માતાજીએ કહયું કે તું ચિંતા ન કર રાત્રે તળાવમાં પાણી આવી જશે.
સાચેજ બીજે દિવસે મંદિર પાસે જળાશય ઉપર કાળા વાદળો ઘેરાઈ વરસાદ પડ્યો તળાવમાં પાણી થયું.
પ્રેષિત-ટાઇપઃ
મયુર સિધ્ધપુરા-જામનગર
9725630698









સોમવાર, 24 ઑગસ્ટ, 2020

આઈ શ્રી સોનબાઇ માં નું કાઠડામાં દ્રિતિય પ્રવાસ-ઇ.સ.૧૯૫૭


આઈ શ્રી સોનબાઇ માં નું કાઠડામાં દ્રિતિય પ્રવાસ-ઇ.સ.૧૯૫૭

સંપૂર્ણ શબ્દો શ્રી માતૃદર્શન પુસ્તકમાં થી પ્રકરણ-૬૩ મુ. લેખક:-પીંગલસીભાઇ પરબતજી પાયક


◆કાઠડા:-૨૫-૦૧-૧૯૫૭ રાત્રે ૮:૦૦ પછી  કાઠડા પહોંચ્યાં. કાઠડાના ચોક માં કોઈ મોટા સંમેલન છાજે તેવો ભવ્ય મંડપ ખડો કરવમાં આવેલ. અને તેને તોરણો,ચાકળ,ચંદરવા , ધ્વજા-પતાકાઓ તથા કેળના સ્તભોંથી સણગામવામાં આવેલ. વીજળીની રોશની ઝાક્રમઝાળ હતી. અને ધ્વનિ વધ્રક યંત્ર ગાનારાઓના ગાનથી ગાજી રહ્યું હતું. ઉતારાના સ્થળે થોડીવાર આરામ લીધા બાદ પૂ. આઈમાં સભામાં પધાર્યાં . મંચ પર ઉંચ્ચાસને બિરાજ્યા. તુરતજ સંગીતના મીઠા સુર રેલાયા અને કાઠડાની શાળાના અધ્યાપક જ્ઞાતિ બંધુ શ્રી રાણશીભાઈ એ રચેલ કચ્છી ભાષાના ત્રણ સ્વાગત ગીતો એક પછી એક વાજિંત્રોની સ્વરાવલિ સાથે ગુંજી રહ્યા. તેમાનું એક નીચે મુજબ છે..
 કચ્છી બોલીનું પ્રાર્થના ગીત

ભલો અસાજો કજા, સોનલમાં! ધાબળીયાળી !
એ.... અસાજા દુઃખજા ડિયડા... ટા... ર, અસાજા.... દુઃખજા ડિયડા...ટા... ર....ટેક.


ત્યાર બાદ  શ્રી વજા ભગત મૂંધુડા એક છંદ-સ્તુતિ બોલ્યા અને સ્વાગત ભાષણ થયું.. તેનો ઉત્તર આપતા પિંગલ પાયકે પૂ. આઈમાં માસ મદિરા ગ્રહણ કરનારાના હૃદયને ઢંઢોળીને કેવી રીતે એ વસ્તુઓ છોડાવે છે અને તે છોડે નહિ ત્યાં સુધી સ્વાગત સ્વીકારતાં નથી. તેનો ખુલાસો કર્યા અને પછી મહાભારત, ભાગવત,વાલ્મિકી રામાયણ,પદ્મપુરાણના આધારો ટાકીને ભારત વર્ષમાં ચારણો કેવી રીતે ઉતરી આવ્યા તેનું વર્ણન કર્યું અને ક્ષત્રિયોના સંસર્ગથી ક્ષત્રીયોચિંત  આચરણ ગ્રહણ કર્યા અને પોતાના ચારણ કર્મમાં કેટલાક ફેરફારો કર્યા અને તેની વાત કહીને , તુંબેલો  હિમાલયમાંથી પંજાબમાં અને ત્યાંથી સિંધ થઈને કચ્છમાં જાડેજાઓ  સાથે આવ્યા અને તેમને કચ્છ જીતવામાં સહાય કરી અંતે સેવાના બદલામાં ગામ ગરાસ મેળવ્યા, તે હકીકત કહી. અને પાછળથી પુરુષાર્થ છોડી દેવાથી આળસ ,અજ્ઞાન ,અકર્મણ્યતા આદિના પાપ આવ્યા અને વ્યસનો તથા વ્હેમોની બદીઓ આવી, તે અંગે બોલતા પિંગળ પાયકે કહ્યું કે : "ગામો ગામ અમે જુગાર જોતા આવીએ છીએ. ગજબ ની વાત છે. ચારણો અને બીજી જનતા સૌમાં જુગાર વ્યાપક જોવામાં આવ્યો. વગર પરિશ્રમેં પારકા પૈસા સરકાવી લેવા આ ખેલ આપણું સત્યાનાશ કાઢ્યું છે. પુરૂષાર્થ કરવાની, મહેનત મજૂરી કરવાની વૃત્તિનો નાશ કર્યો છે. પરસેવો રેડયાં વિના કે હૃદય અને દિમાગને શુભ કાર્યમાં  પરોવ્યા વિના પારકું ધન હરવાની ક્રિયામાં જગદંબા રાજી ન રહે. આ ગામ ચારણોનું હતું. પણ અત્યારે તો કહેવાનું ચારણોનું રહ્યું છે. ધનિકો ગામનાં ખેતરો વાડીઓ ભોગવે છે. કારણ કે આપણે ઘરેથી પુરૂષાર્થ ગયો , વિદ્યા ગઈ. ધર્મ નો આચારણ ગયો. અને જુગાર આવ્યો. મધમાંસ આવ્યા. વેર ઝગડા આવ્યા, વહેમ અને વ્યસન આવ્યા. અને એવું બીજું ઘણું ઘણું આવ્યું. મા સરસ્વતીના બાળકો આપણે આજે પૂ. આઈમા સમક્ષ એમ કહી શકીએ તેમ નથી કે 'અમે પવિત્ર છીએ, અમે ચારણત્વ જાળવ્યું છે. કારણ કે દેવત્વની વાતો તો ક્યાં રહી? મનુષ્યત્વને અનુરૂપ સદ્ ગુણો પણ આપણે ખોઈ બેઠાં છીએ. આપણે જાણે સંસારથી વિખુટા હોઈ એ, તેવું લાગે છે. જે કોઈ આ બદીઓને  રસ્તે જાય તેમને ઘરે શું શું પાપ ન આવે ? પણ હજુ સર્વ સ્થળે દીવડા ઓલવાઈ નથી ગયા. ખૂણે ખાચરે સાત્વિકતા ઝળકી રહી છે. લાછબાઈ જેવાં પવિત્રાત્માઓ છે, વજા ભગત જેવા પવિત્ર વાનપ્રસથો, સેવાભાવીઓ છે. અને પુરુષાર્થીઓ પણ છે પચાણભાઈ જેવા મૂંગા સેવકો પણ છે. સાત્વિકો પોતે શુભ માર્ગ પર ચાલે અને બીજાઓને તે માર્ગે ચાલવાની પ્રેરણા આપે. પણ આપણે તેમને સાથ આપવો જોઈએ. આજે આપણા ધનયભાગ્ય છે કે પૂ. આઈમાં આપણા મેલ ધોવા પધાર્યા છે. એમણે જે મશાલ, આચારશુદ્ધિની મશાલ પ્રગટાવી છે, તેમાંથી આપણે પણ આપણા નાનકડા દીવાઓ જગાવીએ. અને તેનાં અજ્વાળામાં આપણાં ઘર, આપણા હૃદય વાળી, ઝૂડી સાફ કરીએ. બદીઓ અને પાપોને હાંકી કાઢીએ. પૂ. આઈમાના સ્વાગત માટે આપ સૌએ સગવડ કરવામાં કંઈ કમી નથી રાખી. આલા દરજ્જાનો સભામંડપ છે, વીજળીનો જળહળાટ છે, સારાં ભોજન પકવાન છે. સબકે ઠાઠ છે. પણ પૂ. આઈમાં સ્વાગત ગ્રહણ કરવા માટે નથી જ પધાર્યા. એઓશ્રી જે સ્વાગત ઈચ્છે છે તે એ કે 'આપણે બદીઓ છોડીએ, આપણે એ પાપો છોડવા તૈયાર ન હોઈ એ, તો ક્યાં મોઢે સ્વાગતની વાત કરવાના છીએ ? આપને સૌને મારા શબ્દોથી દુઃખ લાગતું હશે. પરંતુ પૂ. આઈમાને આપણા આચરણોથી જે દુઃખ થાય છે, તેનું વર્ણન થઈ શકે તેમ નથી. એમનું મુખ હસે છે. પણ હૈયું તો રૂદન કરે છે. એનો આપણે ખ્યાલ કરવાનો છે."

  " આપણે જુગાર છોડીએ, મધમાંસ ત્યાગીએ, ધૂણવાના અને ખીર પીવાના વહેમો અને નબળાઈઓને દેશવટો આપીએ. ગામોગામ અઠગ જુગારીઓએ,  ભુવાભુવીઓએ , મદ્યમાંસના રસીયાઓએ અને માંગવાના મોહતાજોએ એ બધું છોડ્યું છે. આપ સૌ પણ એજ પ્રકારે એ બધું છોડીને ઉજળે મોઢે પૂ. આઈ માનું સ્વાગત કરો, એ જ ખરૂં સ્વાગત છે, એજ ખરી ભેટ છે. બહેનોને પણ મારી એજ અરજ છે. ( આ વખતે સભામાંથી કહેવામાં આવ્યું કે કોઈ માંગવા જતાં નથી ) બરોબર માંગવા જતાં નથી તે માટે ધન્યવાદ. હવે આગેવાન ભાઈઓ આવીને હકીકત જણાવે." 

       બાદ ગામના આગેવાનોમાંથી એક શ્રી કાકુભાઈ માંછાભાઈએ જણાવ્યું કે :- "ગત વર્ષ પૂ. આઈમાં અત્રે પધાર્યા ત્યારે ઘણાખરાઓએ પ્રતિજ્ઞાઓ લીધી છે. બાકી છે તેમની પ્રતિજ્ઞા પત્રમાં સહી કરાવી માંડવીમાં રજૂ કરશુ. સૌ ભાઈઓ બહેનોને  મારી વિનંતી કે અત્યારે સૌ પ્રતિજ્ઞાઓ લ્યો અને હાથ ઊંચા કરો." પછી સૌ ભાઈઓ બહેનોએ હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞાઓ લીધી હતી.

ત્યારબાદ પિંગળ પાયકે પૂ.  આઈમાના જીવન અંગે ટૂંકું પ્રવચન કર્યું. જેમાં પૂ. આઈમાના સ્વાશ્રયી જીવન, અતિથિયજ્ઞ અને કોઈની પાસેથી કંઈ પણ ન લેવાની બાબતો પર પ્રકાશ પાડી ચારણ આઈઓની વિશિષ્ટતાઓને પોતે કેવી દીપાવી છે , તેનું વર્ણન કર્યું. અને જણાવ્યું કે :- આઇમાની જેમ જીવનમાં સ્વાર્થ ત્યાગ ,સાદાઈ તથા સ્વાશ્રય લાવવા જોઈએ. અને જીવનને એકાંગી અને સંકુચિત નહિ, પણ વ્યાપક,વિશાળ , ઉદાર અને સેવાભાવી બનાવવું જોઈએ." સમય ઘણો વીતી ગયો હતો. એટલે સભાની સમાપ્તિ કરવામાં આવી. પૂ. આઈમાં વગેરેએ આરામ કર્યાં અને સભા મંડપમાં આખી રાત્રી ભજનોનો કાર્યક્રમ ચાલુ રહ્યો.



◆કાઠડા:- ૨૬-૧-૫૭ શનિવાર : સવારમાં ૯-૩૦ વાગે સભા મળી. તેમાં સર્વ પ્રથમ શ્રી શંભુદાનજીએ પૂ. આઈમાના પ્રવાસનો હેતુ 'ચારણો પોતાનાં ષટકર્મ-આચાર ધર્મ પાળે' તે બાબતમાં સુંદર રજુઆત કરી તે પછી તેઓ પૂ. આઇમાનું સ્વરચિત સ્તુતિ કાવ્ય બોલ્યા હતા. બાદ પૂ. આઇમાએ પ્રવચન કર્યું હતું. 
  
     કાઠડામાં પૂ. આઇમાનું પ્રવચન
"ગયા વરસે મારે ઓચિંતા સોંરાષ્ટ્રમાં જવું પડ્યું, તેનું મને ખુબ દુઃખ થયેલું. એટલે આ વર્ષે ફરીને પ્રવાસ ગોઠવ્યો. તમે મારૂં સ્વાગત કરો તે ભલે કરો, પણ તે સાદાઈથી કરો. નકામો અને વધારે પડતો ખર્ચ કરશો નહિ. હવે આપણે જે કરવાનું છે તે ભગતજીના શબ્દોમાં જ કહું છું કે 'દેવ એવા ફરી વાર થાઈએ,' આપણા પૂર્વજોમાં ધર્મ અને તપશ્યાર્યાના તેજ હતા. ત્યાગ અને સાદાઈ હતા. મિલ્કતનાં દાન તો દેવાય, પણ પ્રસંગ આવ્યે શરીરનાં, જીવનના બલિદાન ચારણોએ દીધાં, એવાં થોડાંઓએ દીધા છે. અને પરોપકારમાં કેવા ભાગ લીધા? આઈ આવડ સિંધની પ્રજા પર અને ત્યાંના ચારણો પર થતા જુલ્મોના નિવારણ માટે બારસો વરસ પહેલાંના જમાનામાં સોંરાષ્ટ્રમાંથી સિંધમાં પહોંચેલા. પંજાબ રાજેસ્થાનને ઢંઢોળીને, સિંધના સુમરાઓનું રાજ્ય ઉથાપીને ત્યાંની પ્રજાના દુઃખોનું નિવારણ કર્યું. આઈ જીવણી જેવાંએ પ્રજાની બહેન દીકરીઓ પર જુલ્મો કરનાર બાકર શેખ જેવા જુલ્મીઓની જડ ઉખેડી નાખી. પોતે દુઃખી થઈને. જોખમ ઉઠાવીને, મોત આંગમીને પણ બીજાઓના ભલા કર્યા. ભગતજીના 'એકલા' નામના કાવ્યમાં ચારણનું સાચું વર્ણન છે કે :- 
'તારી શીતળ છાંયલડીમાં સૌને સુવરાવી, તું તપજે તારા સંતાપ એકલો...
જળ તરવા સાગરના સૌને સાથે લેજે,બુડી જાજે આશા ભર્યો તું એકલો....' 

(એક કાવ્યની છ કડીઓ ગાયા બાદ પોતે બોલ્યાં કે)  "ચારણો બીજાઓનાં દુઃખે દુખાતા, એવા તપસ્વી હતા. આપણી નાનકડી નાત. તેમાં વાડાના ભેદ અને ઊંચાનીચાની વાતો., એ બધું જૂની પુરાણી રૂઢિઓને લીધે થઈ ગયું છે. ખરી રીતે કોઈ ઊંચુંનીચું નથી. ચારણ એક ધારણ છે. અને આપણી સ્થિતિ નબળી છે તે આપણે પુરૂષાર્થ કરીને સુધારીએ. સુધારાનું પહેલું પગથિઉં તે ઊંચા વિચાર છે. વિચાર એ બધાનું બીજ છે. આપણે ઊંચા વિચારોનાં બીજ વાવવાં. એમાંથી મહાન વૃક્ષો થશે. 'અણુમાં આખો વડ સંકેલ્યો, એનાં મુખ ઊંધા મુરાર જી'. નાનકડા બીજમાં મોટો વડલો પડ્યો હોય છે, તેમ શુભ વિચારોના નાના બીજમાં ઉન્નતિનું વૃક્ષ હોય છે, માટે સૌથી પહેલાં શુભ વિચારનાં, શુભ વિદ્યાનાં બીજ વાવો, બાળકોને ભણાવો, પિંગલશીભાઈએ હમણાં જ મને કહ્યું કે આવડા મોટા ગામમાં ૪૦૦ છોકરામાંથી પંદર વિશજ ભણે છે. તે બરોબર તો નથી જ. એક નહિ દશ માસ્તર ભણાવતાં થાકે એમ કરો. બીજું તમે માંગતા નથી. તેથી હું ખુશ થઈ છું. ચારણ માંગવાને રવાડે ચડ્યો, તેથી માણસાઈ ગઈ, સાચ ગયું અને ટેક ગઈ, લુખો રોટલો ખાવો પણ માંગવું નહિં, એ ચારણોએ દ્રઢ કરવું. વળી તમે નીમ લીધાં તેથી પણ હું ખૂબ રાજી થઈ છું. પણ એ નીમ બરોબર પાળજો સંપત્તિ વધારવી હોય, જીવન ઊંચા બનાવવાં હોય, તો જીવનમાં પવિત્રતા રાખજો,આચાર પાળજો, પુરુષાર્થ કરજો અને સંપ રાખજો. બાઈઓ બહેનોને મારી ભલામણ છે કે તમે પણ નીમ બરાબર પાળજો અને ધૂણવા ધફવાનું મૂકી દેજો. ધૂંણવાના પાખંડ કરતાં શીખીએ તેથી નીતિ અને સાચ જાતાં રહે. તમે જોગમાયાની દીકરીઓ , તમારાથી પાખંડના ખોટા પરચા ન બતાવાય. એ આસુરી પ્રવાહ છે. એમાં આપણાથી ન પડાય, ન ભળાય. આપણી આઈઓના આદર્શ ઊંચા હતા. એમનાં જીવનમાંથી પવિત્રતાની ફોરમ છૂટતી. આપણે એમના આદર્શ પાળીએ. આપણા જીવનમાંથી બીજાં પણ શીખે, એવાં આપણાં જીવન હોવાં જોઈએ."
"મને કહેવામાં આવે છે કે અહિં પણ ખીર(લોહી) પીવાય છે. બલિદાન દેવાય છે. એતો ભૂંડામાં ભૂંડું છે. બિચારાં ગરીબડાં બકરાં ઘેટાં આપણે આશરે હોય, તેને વહેમમાં પડીને ધરમને નામે મારીને આપણે આપણાં માતાજીઓના થાનક અભડાવ્યા છે. એ થાનકોમાં કતલખાનાં ન કરવાનાં હોય. ધૂપ દીપ કરો. ભજન ધ્યાન કરો, શાસ્ત્રો વાંચો, મીઠાં નૈવેદ્ય કરો અને પાપને કાઢો. તો જ હું રાજી થાઉં." બાદ શ્રી વજા ભગતે ખીર પીનારાં અને બલિદાન આપનારાંઓને એક પછી એક બોલાવ્યાં કે "અજ જીરા ડેવ સાક્ષાત માતાજી પિંઢ પાંજે ઇતે પધાર્યા અઈ, વાસ્તે ખીર પીએતા સે હાજર થીએ. બલિદાન તા કરીએ સે પણ હાજર થીએ. __ ને __, __ ને તેંજા કુટમી હિડાં અચેં ને સમજી વિજે. આઇમાજી ગાલ આકાશવાણી જી ગાલ આય." ( અર્થાતૂ " આજે જીવતાં જાગતા દેવ , સાક્ષાત માતાજી પોતે આપણે ત્યાં પધાર્યા છે. માટે ખીર પીએ છે તે હાજર થાય. બલિદાન કરે છે તે પણ હાજર થાય. __ ને _, __ અને તેના કુટુંબીઓ અહીં આવે ને સમજી જાય, કે આઇમાની વાત એ જગદંબાની વાણી- આકાશવાણી છે.") 

ત્યાર પછી બીજાઓને  પણ બોલાવ્યાં હતાં અને એ સૌ __,_ _,__ _,_ _, __ __ વગેરે સૌએ હાજર થઈ બલિદાન ન કરવાની પ્રતિજ્ઞાઓ લીધી હતી. અને ખીર પીનારી બહેનોએ પણ તે ન પીવાની પ્રતિજ્ઞાઓ લીધી હટીમ એ કાર્ય પુરૂ થયા બાદ ગામમાં એક-બીજા પક્ષો વચ્ચે જુનાં પુરાણા કારણોસર અપૈયા હતા, તે મિટાવીને કસુંબો પાવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. એવા બે અપૈયા ગામના ભાઈઓ વચ્ચે હતા. તથા એક અપૈયો કાઠડા ગામના ભાઈઓ તથા મોટા કરોડીયાના ભાઈઓ વચ્ચે હતો. એ બધા અપૈયાઓનું નિરાકરણ  પૂ. આઇમાની રૂબરૂમાં થયું હતું. આ બધાં શુભ કાર્યોથી પૂ. આઈમાં ખૂબ પ્રસન્ન થયાં અને બોલ્યાં કે-"અપૈયા તોડયાનું દુઃખ તો કોઈને નથી ને !" સૌએ ના પાડી. એટલે પોતે કહ્યું કે "આ અપૈયાઓનું પાપ આપણે ઠેઠ દરિયામાં પધરાવી દેસું. મઢડા સંમેલન વખતે આવા અનેક અપૈયા ભંગાવ્યા હતા. ચૂંવા ને બાવડા ( અને રાજૈઆ વગેરે નરા) સાથે બેસીને ન જમતા, તે બધાંયને સમજાવીને ભેળા બેસાડીને જમાડયા હતા." તે પછી પિંગલ પાયકે આગેવાનો પાસે મુદાની વાત મૂકી. વિદ્યાદાનની ચર્ચા ઉપસ્થિત કરી, કાઠડાનો સહકાર માંગ્યો. પરંતુ કાઠડાના આગેવાનો ઘણી મથામણ પછી પણ એકમત થઈ ન શકતાં એ કામ મુલત્વી રહેલું.

   ◆ લાછબાઈ બહેનના નિવાસે તથા શ્રી વજા ભગતના આશ્રમમાં પૂ. આઇમાની પધરામણી.
કાઠડાનાંજ દીકરી લાછબાઈ સેડા બ્રહ્મચર્ય પાળે છે, સીવણકામ કરીને ગુજરાન કરે છે. (ઉંમર એ વખતે પચીસ લગભગ હતી.) ભજન ધ્યાનમાં જીવન વિતાવે છે. ગામથી અલગ એક વાડીએ રહે છે. તેમની આગ્રહભરી વિનંતિથી પૂ. આઈમાં વગેરે એમને ત્યાં ગયાં અને ત્યાર પછી થોડેક દૂર બીજી વાડીમાં આવેલા શ્રી વજા ભગતના  આશ્રમે-રામકૃષ્ણ કુટીરે- પૂ. આઇમાની પધરામણી કરાવવામાં આવી હતી.  શ્રી વજાભગત (વજાભાઈ ગોપાલભાઈ મૂંધુડા)  વાનપ્રસ્થ જીવન ગાળે છે. ખૂબ સિધી પ્રામાણિક, સાદા, પવિત્ર,સંસ્કારી સેવાભાવી સજ્જન છે. એ પોતે પણ શરીર શ્રમ-ખેતી દ્વારા જીવન નિર્વાહ કરે છે અને દિવસ રાતનો ઘણો ખરો સમય સતશાસ્ત્રોના વાંચન-મનન,ધ્યાન, ભક્તિમાં ગાળે છે. સંસ્કૃત ભાષાના જાણકાર વિદ્યવાન છે. વજા ભગતને આશ્રમેથી સીધા માંડવી તરફ પ્રયાણ કર્યું. ૧૧-30 લગભગ માંડવી પહોંચ્યા...

ભૂલ ચૂક સુધારી મેં વાંચવું

જય માં સોનબાઇ

પોસ્ટ ટાઈપ બાય :- ભાવેશભાઈ ગઢવી (કાઠડા) મો. 7874562857

રવિવાર, 23 ઑગસ્ટ, 2020

'ઘર નો મોભ'

'ઘર નો મોભ'
જય માતાજી મિત્રો, આજ જે લેખ લખવા જય રહી છુ એ ખરેખર હદય ને સ્પર્શી જાય એવો છે. કારણ કે આપ સૌ કોય જાણો છો કે હુ હંમેશા સત્ય ઘટના અથવા મે પોતે અનુભવેલ જ લખુ છુ. આજ તારીખ ૧૩/૭/૨૦૨૦ સમય રાતના ૯ વાગ્યા છે. વરસાદ ધોધમાર ચાલુ છે. મિત્રો આ વરસ ૨૦૨૦ આપણા સૌ માટે રોજ કાયક ને કાયક મુસીબતો લયને આવેછે. કયારેક કોરોના જેવા વાયરસ ની બિક, તો કયારેક ધરતીકંપ ના આચકા, તો વળી કયારેક મોટા પથ્થરો ભટકાસે ને આમ ને તેમ ને. ટુકમા એક પછી એક મુસિબતો ચાલુજ છે. કોરોના ની મહામારી મા લોકડાઉન થયુ. કોય ધંધા વગર ના થયા તો કોય બિચારા રસ્તા પર આવી ગયા, અમુક લોકો એ બીજા ને સહકાર આપવા તન, મન અને ધન થી સેવા કરી તો અમુક લોકો એ કાળાબજાર કરી ને મહામારી મા પણ સાબિત કર્યુ કે હજીય કેવી હલકી કક્ષા ના લોકો છે આ દેશ પર. હવે મુદા પર આવુ તો મિત્રો શરુઆત મા જયારે લોકડાઉન થયુ તો આપણે સૌ કોરોના વાયરસ થી ખુબ બિતા, જરુર સિવાય ઘર બહાર નિકળવુ નય. છતાય અમુક ધંધાઓ ચાલુજ હતા. જેમ કે કરિયાણા ની દુકાનો, સરકારી કર્મચારીઓ ની નોકરીઓ, ભાર વાહનો, ખેડુતો ની ખેતી, માલધારીઓ બધે દુધ પોચાડતા અને બીજુ ઘણુ બધુ. લખવા બેસુ તો ખુટેજ નય.  એમા તમે નોંધ કરી?  સૌથી વધારે પોતાનો જીવ જોખમ મા કોણે નાખ્યો?  ઘર ના મોભ એવા પુરુષ એ. પછી એ કોયનો ભાઇ હોય તો પણ ભલે, કોયના પિતા હોય તો પણ ભલે અને પતિ હોય તો પણ ભલે.  દરેક સમાજ ના પુરુષો પોત પોતાના પરિવાર નુ ગુજરાન ચલાવવા ને પોતાનો પરિવાર કોય મહામારી નો શિકાર ના થાય માટે રોજ પોતાનો જીવ જોખમમા નાખતો એવા મારી નજરે જોયેલા કિસ્સા છે અને ઘટનાઓ પણ. એમાથી ૨ ઘટનાઓ મે પોતે જોયેલ જે તમારી પાસે મુકુ છુ. અમારા એક સંબંધી જાતે ગઢવી ગામથી ૨, ૩ કિમી દુર વાડીયે રેય વાડી પણ સાવ જંગલ વિસ્તાર મા. લોકડાઉન થયુ એટલે બધુ બંદ અને ટાણે એમની ગાડી ખોટવાય ગય એટલે જ્યા સુધી લોકડાઉન ના ખુલે ત્યા સુધી ગાડી રિપેર ના થાય.  એટલે તે ૨, ૩ કિલોમિટર થી ચાલી ને અનાજ કરિયાણુ લેવા ગામ મા આવે હવે વાડીયે રેય એટલે જીણા મોટા ગામ ના બધા કામ પતાવે તો ઘણો સમય વિતી જાય સવાર ના ઘરેથી નિકળા હોય એટલે ભુખ્યા તરસ્યા હોય છતાય ઘરના બીજા ૫ લોકો સામાન ની વાટે હોય ને મહામારી મા રોજ ગામ મા આવવુ પણ યોગ્ય નય એટલે પછી છેવટે અમારા ઘરે પાણી પિવા આવે. અમારા સાવ અંગત સંબંધી એટલે બા ધરાર ચા પિવરાવે. એક દિવસ કેય શુ કરવુ ફયબા મુસિબત છે ટાણે ગાડી બંદ છે. આઇ મા ને આપા ની હવે ઉમર થય અને એને કયા આવી બિમારી મા બાર કાઢવા?  એટલે હુ ૨, ૪ દિવસે ગામ મા આવુ ને જરુરિયાત ની બધી ચીજ વસ્તુઓ લય જાવ છુ. આપડા માવતર નો જીવ થોડો જોખમ મા નખાય?  ત્યારે મને એમ થ્યુ કે ખરેખર તમારી જનેતા ને ધન્ય છે કે એક જુવાન દિકરો પોતાના માવતર ને કાય ના થાય માટે પોતે મહામારી હોવા છતા ઘરે સરસામાન પોચાડે છે. મારા મોટાભા પોતાના વાહન કરિયાણા ની ચીજ વસ્તુઓ લેવા લાવવા માજ ચલાવે. હુ જોતી હોય આવીને સિધા ન્હાવા જાય, કોય ને અડે નય. જુદા જમવા બેસે, શુકામ?  કારણ કે પરિવાર ના બીજા ૫ લોકો આરામ થી ખાય શકે ને કોયને કાય તકલિફ ના પડે. મિત્રો એમ તમેય અનુભવ કર્યાજ હસે કોયના  બાપુજી તો કોયના ભાઇ તો કોયના પતિ તમે ખુશ રહી શકો, તમને ઘરમા કાય ના ઘટે માટે પોતાનો જીવ જોખમમા નાખતા હોય છે. . સમાજ મા લખવા વારા માં વિશે ખુબ લખી ગયા. માં ને તો વંદન છેજ પણ આ લેખ દરેક સમાજ ના એવા દિકરાઓ, પિતા, ભાઇ અને પતિ ને સમર્પણ કે જેમણે કોરોના જેવી મહામારી મા પોતાના જીવ ની પર્વા કર્યા વગર પોતાના પરિવાર ને ખુશ રાખવાની કોશિશ કરી છે. . દરેક સમાજ ના આવા ઘર ના મોભ ને મારા હદય થી વંદન. . . . 

લિ. અનિતાબા સરવૈયા(ઘાંટવડ) કોડીનાર