ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 11 જાન્યુઆરી, 2020

Being Charan

દામ માટે દીકરી, વેંચો નહિ લઘુ લેશ... 
દૈત્ય વૃત્તિ છોડી દો, માં સોનલ નો આદેશ...

https://youtu.be/mwqI5ewLuOI

Episode 02 is live now.

શુક્રવાર, 10 જાન્યુઆરી, 2020

આમંત્રણ



🙏*  * આમંત્રણ * *🙏
સમસ્ત ચારણ સમાજ તેમજ કલા ના ચાહકો ને હાજરી આપવા સ્નેહભર્યું આમંત્રણ છે.
આપ સહુ ની ઉપસ્થિતી અમારુ ગૌરવ છે 🙏
ફિનાલે ની તારીખ - ૧૧/૦૧/૨૦૨૦
સમય :- સાંજે ૬:૦૦ કલાકે 
🙏 જય માતાજી 🙏
લિ. બળવંતદાન ગઢવી (બાટી)

બુધવાર, 8 જાન્યુઆરી, 2020

ગાંધીનગર ખાતે શિક્ષણ માટે ઉમદા પહેલ

🚩જય સોનલ..🙏

અમદાવાદ ગાંધીનગરની વચ્ચે થોડા સમય પહેલા એક “દોઢ વિઘો” જગ્યા શ્રી એસ.કે.લાંગા સાહેબ,શ્રી બળવંતભાઈ,શ્રી કૈલાશભાઈ તથા શ્રી રામદાનભાઈએ જોઈ છે..જે આપણા પ્રોજેક્ટ માટે ખુબ જ અનુકુળ છે..આપ સૌનો સહકાર અને સાથ છે એટલે આ વાત અહીં મુકી રહ્યો છું.દરવખતે ગૃપમાં ચર્ચા થાય છે અને પછી આગળ વાત વધતી નથી..પણ આજે માઁ સોનલનો  હુકમ હોય એવુ લાગે છે..એટલે આ વાત સાથે દ્રઢતા પુર્વક આગળ વધવા માંગીયે છીયે..
જેમ હરિદ્વાર પ્રોજેકટ કર્યો એમ જ આ પ્રોજેક્ટ પુરો કરવા માંગીએ છીયે..જે સમગ્ર ગુજરાત માટે એક ડ્રીમ પ્રોજેક્ટ રહેછે..
ઉપરોક્ત જમીન આશરે ૪૧૦૦ વાર છે...ખેતીની જમીન છે..ભવિષ્યમાં બાજુમાં જ બીજી વધારે જગ્યા મળવાની શક્યતા પણ છે..
આ પ્રોજેક્ટ આપણે આઈ શ્રી સોનલ ચારણ પરિવાર(ASCP) ના નેજા હેઠળ અને CGIF પ્રેરીત રહેશે..એટલે બંને સંસ્થા સાથે મળીને કરશે એટલે હરિદ્વાર પ્રોજેક્ટની જેમ જ સફળતા મળશે..ASCP+CGIF એટલે સમગ્ર ચારણ સમાજ ગણી શકાય અને આપણે બધા એક ટીમ વર્કથી આ કાર્ય કરીશુ..દરેક વિસ્તારમાંથી કામ કરે એવા પ્રતિનિધીઓ સાથે રાખી એક અલગ વર્કિગ ટીમ બનાવીશુ..માઁ સોનલને આગળ કરી આ કાર્ય માટે સંકલ્પ કરીયે..શ્રી એસ.કે.લાંગા સાહેબ સહિતનાં તમામ આગેવાનોનાં નેતૃત્વ હેઠળ આ કાર્ય શરૂ થશે એટલે ધાર્યા કરતા ઓછા સમયમાં પુરૂ થશે..આપ સૌના મંતવ્ય આવકાર્ય છે..

આ પ્રોજેક્ટ હેઠળ ત્રિવિધ પ્રવૃત્તિ હાથ ધરાશે. 
૧). કન્યા છાત્રાવાસ અને કુમાર છાત્રાવાસ. બન્ને જુદા જુદા તથા સંપૂર્ણ સુવિધા અને સુરક્ષા યુક્ત
૨). યુવાવર્ગને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાની જરૂરી તમામ સુવિધા જેવી કે વર્ગ ખંડ, લાયબ્રેરી, કોચીંગ કોન્ફરન્સ હોલ ઓડિયો વિજ્યુઅલ સુવિધા સાથે. 
૩). સામાજિક જરુરિયાત મુજબની અન્ય તમામ સુવિધાઓ..

બસ આ પ્રોજેકટ્સ હવે એક ચર્ચા નો વિષય નહી પણ એક શુભ શરૂઆત થાય એવી અપેક્ષા સાથે સૌને જય સોનલ..🙏

*જે કોઈ ને યોગદાન આપવું હોય તો સંપર્ક કરી શકો છો.*
દિલીપભાઈ શીલગા 
9825005224

*સર્વે ભાઈઓ સહકાર આપવા વિનંતી*

        *વંદે સોનલ માતરમ્*

મંગળવાર, 7 જાન્યુઆરી, 2020

सोनलबीज महुवानी यादी :- आयोजक दरबारश्री सागरभाई डाभीया

ચારણ ગાથા “ફાઈનલ”

🌹સી.જી.આઈ.એફ.(CGIF)🌹

આથી સર્વે ગઢવી-ચારણ બંધુઓને વિદિત થાય કે “ચારણ-ગઢવી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન” દ્વારા પરંપરાગત ચારણી સંસ્કૃતિને ઉજાગર કરતી સ્પર્ધા "ચારણ ગાથા" નો “ફાઈનલ”નો કાર્યક્રમ તા. ૧૧-૧-૨૦૨૦ ને શનિવારે સાંજે ૬-૦૦ કલાકે “સફર હોટલ“  શાંતિપુરા ચોકડી, સરખેજ થી સાણંદ જતાં એસ.પી. રીંગરોડ, અમદાવાદ ખાતે રાખેલ છે. સાથોસાથ ચારણ સમાજનાં ઉત્થાન માટે અલગ-અલગ ક્ષેત્રે અદ્વિતીય પ્રદાન કરનાર ચારણ વ્યક્તિ વિશેષને “એક્સેલન્સી એવોર્ડ” તથા ચારણો માટે સવાયા સિદ્ધ થનારને “ચારણ મિત્ર એવોર્ડ” થી નવાજવામાં આવનાર છે. તો આ પ્રસંગે ચારણ સમાજનાં સર્વે વડીલો, આગેવાનો, યુવા વર્ગ એવા તમામ ચારણ બંધુઓને સહકુટંબ પધારવા ભાવભર્યું આમંત્રણ છે. 
          
-એસ.કે.લાંગા, ચેરમેન, સીજીઆઈએફ
-બળવંત બાટી, ચેરમેન, CGIF-ગુજરાત
-અને સીજીઆઈએફ બોર્ડ
      🌹🙏🌹જય માતાજી🌹🙏🌹

માણાવદર ના ભાલેચડા ગામ માં.શ્રી બાલા હનુમાન ની જગ્યા માં રામકથા નું આયોજન યોજાઈ ગયું.

માણાવદર ના ભાલેચડા ગામ માં.શ્રી બાલા હનુમાન ની જગ્યા માં રામકથા નું આયોજન યોજાઈ ગયું. કથાકાર શ્રી જીવણભગત  ના કંઠે કથા નું રસપાન કરાવ્યું હતું..રામકથા માં  પોતાની સાધના નું લાભ આપવા પધારેલ   મુઘામુલા કલાકારો સૌ ને ધન્યવાદ....
( ૧ ) દેવરાજ ભાઈ ગઢવી.
( ૨ ) જીતુભાઇ દ્વારકાવાળા.
( ૩ ).રામદાસ ગોંડલીયા.
( ૪ )પધમશ્રી ભીખુદાન ભાઈ ગઢવી.
( ૫ )રાજભા ગઢવી.
( ૬ )સિવરાજ સિંહ વાળા.
( ૭ ) ભનુભાઈ ઓડેદરા.
( ૮ )વિજયભાઈ ગઢવી.
( ૯ )ભીમભાઈ મહેર.
( ૧૦ )ભરતદાન ભાઈ ગઢવી.
( ૧૧ )સાજણ ભાઈ ગઢવી.
(૧૨) કરણ ભાઈ ગઢવી.
( ૧૩ )ડેવિન ભાઈ ઓડેદરા.
(૧૪ ) પ્રતાપ દાન ગઢવી.
( ૧૫ ) આસપાર ભાઈ ગઢવી
 ( ૧૬ )રણજિત ભાઈ ગઢવી.
( ૧૭ )અરજણ ભાઈ બાલસરા.
( ૧૮ )પરસોતમ પરી બાપુ.
( ૧૯ )હરસુખગિરી ગોસ્વામી.
આખી કથા પ્રસારણ
ધર્મ ભક્તિ ચેનલ દ્વારા નિહાળી શકશો.
આ આખી કથા વિડિઓ શુટિંગ શ્રી શક્તિ સ્ટુડિયો દ્વારા કરવા માં આવ્યું હતું..
સૌ ને ધન્યવાદ સાથ.
જય માતાજી.
જય સિયારામ.
જય દ્વારકાધીશ
ૐ નમો નારાયણ..🙏🏻🙏🏻