ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 22 સપ્ટેમ્બર, 2018

રામ કથા :- તલગાજરડા


વિશ્વ વંદનિય પૂજ્ય મોરારીબાપુના શ્રી મુખે *"રામ કથા"* તલગાજરડા 


કથા પ્રારંભ :- તા. 27-10-2018 શનિવાર 

કથા વિરામ :- તા. 4-11-2018 રવિવાર


કથા શ્રવણ સમય :- 

તા. 27-10-2018 સાંજે 4:00 થી 7:00 

તા. 28-10-2018 થી સવારે 9:30 થી 1:30 



કથા સ્થલ :- ચિત્રકૂટ ધામ, તલગાજરડા, તાલુકો મહુવા


નિમ્મિતમાત્ર :- નકુમ હરિભાઈ રામજીભાઈ (આહિર)


*શુભેચ્છક :- પદ્મ શ્રી કાગબાપુ પરિવાર, (કાગ ધામ, મજાદર) અને સાલોલી ગામ પંચાયત તથા સમસ્ત મહુવા ચારણ સમાજ*


રામ કથા :- શુભેચ્છક :- સાલોલી ગામ પંચાયત

વીર શહિદ માણશી ગઢવી


આજે તા. 22 - 9 - 2018 છે. આજના દિવસે એટલે તારીખ 22 - 9 - 2004 ના રોજ માણશી ગઢવી શહિદ થયા હતા.

તો તેમના વિશે ટુંકમાં માહિતી આપવાનો નાનકડો પ્રયાસ કરેલ છે.



નામ :- ગઢવી માણશી 

પિતાનું નામ :- ગઢવી રાજદેભાઈ

માતાનું નામ :- સુમાબાઈ

શાખા :-      સેડા

જન્મ તારીખ :-   14 - 2 - 1979

જન્મ સ્થળ :- ઝરપરા , કચ્છ

પત્નિનું નામ :- સોનલબેન 

શહીદ તારીખ :- 22 - 9 - 2004 

સ્થળ :- પુંચ સરહદ જમ્મૂ કાશ્મીર 


*સંદર્ભ :- કચ્છના ચારણ રત્નો માંથી*


લેખકશ્રી આશાનંદભાઈ ગઢવી , ઝરપરા કચ્છ


માહિતી આપવા બદલ અને ચારણત્વ બ્લૉગ પર મુકવાની અનુમતિ આપવા બદલ આશાનંદભાઈ નો ખૂબ ખૂબ આભાર.


બુધવાર, 19 સપ્ટેમ્બર, 2018

શ્રી આઈ એકેડમી



ચારણ સમાજ માટે શ્રી આઈ એકેડમી સંદીપભાઈ ગઢવી અને કિશનભાઈ ગઢવી દ્રારા સુરેન્દ્રનગર ખાતે તા.23-09-2018 ના રોજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ માટે સેમિનાર અને ડેમો લેકચરનું આયોજન કરવામાં આવેલ છે.... સર્વે વિદ્યાર્થીઓ લાભ લેવા વિનંતી


સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન

खंभाळीया चारण- गढवी समाजनुं गौरव.


खंभाळीया चारण- गढवी समाजनुं गौरव.



दिलीपभआई (दुलाभाई) राणाभाई मुळ भाडथर अने हाल गांधीनगर खाते रहे छे.

तेमना दिकरी अंजलीबेने नीटनी परिक्षामां उतिर्ण थई सरकारी कोलेज विसनगर खाते डेन्टल कोलेजमां डेन्टीश डॉक्टरना प्रथम वर्षमां प्रवेश मेळवी देव भुमि द्वारका जिल्लामां गढवी ज्ञातिनुं गौरव वधारेल छे.

 

ते बदल अंजलीबेन ने खूब खूब अभिनंदन

💐💐💐💐

મંગળવાર, 18 સપ્ટેમ્બર, 2018

આઈ શ્રી કંકુકેશરમાંનું બારાડી ચારણ સમાજના ગામડાઓ માં પ્રવાસ



           આઈ શ્રી કંકુકેશરમાં બારાડી ચારણ સમાજના ગામડાઓ માં છેલ્લા ત્રણ દિવસ થી પ્રવાસ કરી રહ્યા છ.ે


જેમા બેહ , કામઈમાં ધામ , ખજુરીયા નેહ , ભાડથર , અને  ખંભાળીયાજેવા ગામોમા આઈ માંએ પ્રવાસ કરી ને સૌ ને આશીર્વાદ અને આશીર્વચન આપેલ.


*આવતિ કાલે સવારમા આઈમાં ખંભાળીયા અને બપોર પસી મીઠાપુર થઈને ભીમરાણા આઈશ્રી મોગલમાં દર્શન કરશે.*


*ત્યાર દ્વારકા બાદ મઢડા, કણેરી થઈને આઈમા રાજકોટ તરફ પ્રવાસ કરવાના છે.*


*રસ્તામાં આવતા ચારણો ના નેહડાઓમાં પણ આઈમાં આશીર્વચન આપશે.*


*આઈ શ્રી કંકુકેશરમાં એ ચારણ સમાજ ને વ્યસનથી દુર રહેવા અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા આહવાહન કર્યું માં સોનલમાં ના અપાયેલ એકાવન આદેશ નું પાલન કરવા અને આઈમાં નો સમાજ પ્રત્યેનો લગાવ અને સમાજને આપેલ એક આગવી ઓળખ ના શિલ્પી છે*


*ભાડથર ગામનું આઈ માનુ પ્રવચન સાંભળવા નિચેની લિંક ઓપન કરો :-*

https://youtu.be/tR3O5rx_puM


*ખંભાળીયા મા આઈ માનુ પ્રવચન સાંભળવા માટે નિચેની લિંક ઓપન કરો :-*

https://youtu.be/-JYvLkhN3-I


       સહકાર આપનાર દરેકનો આભાર.



              *વંદે સોનલ માતરમ્*


રવિવાર, 16 સપ્ટેમ્બર, 2018

ચારણ સમાજના ઉચ્ચ શિક્ષિત એવા ડૉ.આર .ડી .માનવ,(ગુડગાંવ - હરિયાણા)


કોઈપણ સમાજની પ્રગતિશીલતાના પાયામાં હોય છે શિક્ષણ,રોજગાર,વ્યવસાય અને ઉધોગ.આપણો સમાજ તો જ વધારે સમૃદ્ધ અને પ્રગતિશીલ બને જ્યારે આપણા સામાજિક ખર્ચનો મોટો હિસ્સો શિક્ષણ અને રોજગાર માટે ખર્ચાતો હોય.


આજે વાત કરવી છે ચારણ સમાજના ઉચ્ચ શિક્ષિત એવા ડૉ.આર .ડી .માનવ,(ગુડગાંવ - હરિયાણા) ની ,જેમણે આપણા ચારણ સમાજના યુવાનોમાં શિક્ષણ ,ઉચ્ચ શિક્ષણ અને રોજગારનું પ્રમાણ ઉતરોતર વધે એ માટે બીડું ઝડપ્યું છે.


ડૉ .આર .ડી .માનવે રાષ્ટ્રીય સ્તરે “ચારણ –ગઢવી સેન્ટર ફોર એકસલેન્સ” પ્રોજેક્ટની સ્થાપના કરી છે.જ્યાં આપણા સમાજના યુવાનોને ઉચ્ચ શિક્ષણ અને કેરિયર અંગે નિષ્ણાતોનું માર્ગદર્શન મળશે ,એટલું જ નહિ આ સેન્ટરમાં ડૉ .માનવ એક “પ્લેસમેન્ટ સેન્ટર “ પણ શરૂ કરી રહ્યા છે .આ પ્લેસમેન્ટ સેન્ટર દેશ –વિદેશની ખ્યાતનામ કોર્પોરેટ કંપનીઓ અને અન્ય ઓદ્યોગિક એકમો  સાથે જોડાયેલું હશે ,યોગ્ય ઉમેદવારોને સરકાર અને ખાનગી કંપનીઓમાં સારી નોકરી મળી રહે એ માટે યોગ્ય માર્ગદર્શન અને ભરતી પ્રક્રિયામાં મદદરૂપ બનશે.આ ઉપરાંત આ સેન્ટરમાં ઉચ્ચ કક્ષાના આધુનિક સાધનોથી સજ્જ એક ‘સ્કીલ સેન્ટર “પણ હશે , જેમાં આપણા યુવાનોને જુદા જુદા કૌશલ્ય અંગે તાલીમ આપવામાં આવશે.


ઉચ્ચ શિક્ષણ અને જુદા જુદા ક્ષેત્રમાં કેરિયર બનાવવા ઈચ્છુક ચારણ યુવાનોએ આવા પ્લેટફોર્મનો વધારેમાં વધારે લાભ લેવો જોઈએ. 


ડૉ .આર.ડી .માનવ સોશિયલ મીડિયા દ્વારા આપણા સમાજના યુવાનો ,શીક્ષિતો,વ્યવસાયિક વિષય નિષ્ણાતો અને સમાજના અન્ય આગેવાનો સાથે આ પ્રોજેક્ટ વિષે વિચાર – વિમર્શ કરી રહ્યા છે,આપણા સમાજના વધારેમાં વધારે લોકોને આ અભિયાનમાં જોડી રહ્યા છે.આપ પણ એમના આ પ્રગતિશીલ અભિયાનમાં જોડાઈ શકો છો .સંપર્ક ડૉ .આર .ડી .માનવ (મો) ૦ 9871 5916 18, એમના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક :  https://chat.whatsapp.com/2GM9KoUEF5R5fLleLHGKHX