ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 7 જાન્યુઆરી, 2023

પ્રાતઃ સ્મરણીય પ.પૂ. આઈશ્રી સોનલ મા



ચારણ સમાજ ના આંગણે દેવી અવતરે, જગદંબા અવતરે એ કોઈ નવી વાત નથી. માં મોગલ હોય, માં રવેચી હોય, નાગબાઈ માં ખોડિયાર હોય કે માં સોનલ.. આ તમામ દેવીઓ એ અવતરણ માટે ચારણો ના ઘર પસંદ કર્યા છે..

માં સોનલ એ આચરણ ની દેવી છે. તેમનો બોધ તેમનો સંદેશ હંમેશા  જ્ઞાતિ, ધર્મ ના વાડાઓ ઉલ્લંઘી પ્રેમ, ભાયચારા અને તાલિમ પર કેન્દ્રિત રહ્યો છે. તેઓ સમાજ ને તેમના ઉપદેશ ને જીવન માં ઉતારી આચરણ માં લાવવા પર ભાર મૂકે છે.

માં સોનલ અંધશ્રદ્ધા ના પ્રખર વિરોધી હતા. તેઓ ને ધર્મ વિશે જાણવાની એટલી તાલાવેલી હતી કે અનેક ગ્રંથો અને અનેક સંતો મહાત્માઓ સાથે ગોષ્ટિ હંમેશા રહી.

તેમને ઇસ્લામ ને જાણવાની ઇચ્છતા થતા તેમને કુરાન ને ગુજરાતી માં ભાષાંત્રિત કરી કુરાન નો સંદેશો જાણવા મઢડા ગામે મૌલવી ને આમંત્રિત કર્યા અને કુરાન ને સમજી. મૌલવી ને એમ લાગ્યું કે માતાજી હવે કુરાન થી ખૂબ પ્રભાવિત થયા છે ત્યારે તેને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવાની તાલાવેલી જાગી.

માતાજી ને જાણ થઈ કે હવે આ મૌલવી અલ્લાહ નો સંદેશો ઓછો અને પોતાની ધર્માંતરણ ની લાલચ વધુ સેવે છે ત્યારે માતાજીએ તે મૌલવી ને તગેડી મુકેલો.

જૂનાગઢ ના બાદશાહ મોહબત ખાન માતાજી ના દર્શને ખૂબ આવતા.

આમ માતાજી ને તમામ ધર્મ પ્રત્યે ખૂબ આદર હતો પણ ધર્મ ના દુરુપયોગ કરનાર ને તેઓ હંમેશા ભગાડતા.

માતાજી લોકોને જમાડી ને ખૂબ ખુશ થતા. સંદેશાવ્યવહાર વગર ના તે જમાના માં માતાજી ને ખબર પડી જતી કે આજે અડધી રાતે આટલા મહેમાન આવશે.. એટલે તેમના ભોજન ની તૈયારી તેઓ સુતા પહેલા કરી રાખતા.  તેમને "મધર" નામની ભેંસ મહેમાન અડધી રાત્રે આવે ત્યારે દોહવા દેતી.. અને બોઘેરણુ ભરી ને દૂધ આપતી.

માતાજી અશપૃશયતા માં જરા પણ માનતા નહિ. તે તમામ જાતિ ના  લોકો ને પછી તે રાજા હોય કે રંક તમામને એક પંગતે બેસાડી ને પ્રેમ થી જમાડતા.

માતાજી નો કચ્છ પ્રવાસ હતો,નીકળતા જ હતા.. ત્યાં ખબર આવ્યા કે ગામમાં અનુસૂચિત જાતિના સ્ત્રી ને પ્રસુતિ સમય થઈ ગયો છે અને હોસ્પિટલમાં સમયસર પહોંચે તોજ બચશે.. ગામ માં કોઈ વાહન ઉપલબ્ધ નહોતું..

માતાજી તેમને ત્યાં ઉભેલી એમ્બેસેડર ગાડી પોતે હંકારી કેશોદ લઈ ગયા, અને અનુસૂચિત જાતિ સ્ત્રી સ્વસ્થ થઈ ત્યાં સુધી હોસ્પિટલમાં જ રોકાયા.

આમ માં સોનલ નું  સમગ્ર જીવન ઉપદેશ સમાન છે. તેમને જે ઉપદેશ આપ્યો તે સૌપ્રથમ પોતે આચરણ કરી ને દેખાડ્યો છે.

એટલેજ માં સોનલ ની ભક્તિ તેમના નામના રટણ માં નથી પણ તેમના ઉપદેશ ના આચરણ માં છે.

જય માં સોનલ.

#આઈશ્રીસોનલમાજન્મશતાબ્દીમહોત્સવ
#સોનલધામમઢડા
#આઈશ્રીસોનલમા

ગુરુવાર, 5 જાન્યુઆરી, 2023

કાગવાણી સંદેશ માસિક મુખ પત્રક જામનગર દ્વારા વિનામૂલ્યે લગ્ન વિષય (બાયોડેટા વિભાગ) સેવા.

કાગવાણી સંદેશ માસિક મુખ પત્રક જામનગર
 દ્વારા વિનામૂલ્યે લગ્ન વિષય (બાયોડેટા વિભાગ) સેવા.

ગઢવી સમાજના લગ્ન ઇચ્છુક યુવક-યુવતીઓના વિનામૂલ્યે બાયોડેટા પ્રસિદ્ધ કરવાની ઉત્તમ તક.

સમાજના લગ્ન ઈચ્છુક યુવક-યુવતીઓને લગ્ન વિષયક માહિતી સરળતાથી મળી રહે અને યુવક-યુવતીઓ તેમજ પરિવારજનોને યોગ્ય પરિચય બાદ પસંદગીનું પાત્ર મળી રહે તે હેતુથી ઉપરોક્ત વિભાગ નિ:શુલ્ક શરૂ કરીએ છીએ.


લગ્ન વિષયક વિભાગમાં બાયોડેટા પ્રસિદ્ધ કરવા ઇચ્છુક યુવક-યુવતીઓ અથવા પરિવારજનોએ નીચે જણાવેલ માહિતી મોકલીઆપવાની રહેશે.

યુવક/યુવતીનું પૂરું નામ :-
પિતાનું પૂરું નામ :-
માતાનું નામ:-
ગોત્ર/મૂળ અટક:-
મૂળ વતન
યુવક/યુવતીની જન્મ તારીખ :-
શૈક્ષણિક લાયકાત :-
વ્યવસાય/નોકરીની વિગત :-
રહેઠાણનું પૂરું સરનામું :-
વાલીનો સંપર્ક નંબર:

ઉપરોક્ત માહિતી મોબાઈલ નંબર
9687573577 (મનુદાન બી. ગઢવી)ને વોટ્સએપ મારફત મોકલી આપવાની રહેશે.

મંગળવાર, 3 જાન્યુઆરી, 2023

આઇ શ્રી સોનલ માતાજી મઢડા નાં જીવન કવન અને દર્શન ને લગતો પૂજ્ય શ્રી પિંગલશી પરબતજી પાયક લોદ્રાણી કચ્છ સંપાદિત ગ્રંથ માતૃ દર્શન


આઇ શ્રી સોનલ માતાજી મઢડા નાં જીવન કવન અને દર્શન ને લગતો પૂજ્ય શ્રી પિંગલશી પરબતજી પાયક લોદ્રાણી કચ્છ સંપાદિત ગ્રંથ માતૃ દર્શન
*માતૃ દર્શન*

અતિ દુર્લભ અને અપ્રાપ્ય પુસ્તક પીંગળશીભાઈ પાયક લિખિત “માતૃ દર્શન” જેમાં આઈશ્રી સોનબાઈ મા ના રોજબરોજની જીવન ચર્યા, પ્રેરક પ્રસંગો, કચ્છ પ્રવાસ, તથા વાસ્તવિક માહિતી પૂરી પાડતું અદ્ભુત ગ્રંથની નવી પ્રિન્ટ આવી ગઈ છે..

કિંમત રૂ. 1000 /- 

મર્યાદિત નંગ છે..જેને જોઈતા હોય તે સમયમર્યાદામાં નીચે આપેલ સંપર્ક નંબર પર સંપર્ક કરી મંગાવી લેવા વિનંતી 
99798 94498
98255 91495
99097 22410

સોમવાર, 2 જાન્યુઆરી, 2023

શ્રી શીવરાજભાઈ ગીલવા સાહેબ (નાયબ કલેક્ટર) ને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધિક અંગત સચિવ તરીકે નિમણુંક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐🌸

શ્રી શીવરાજભાઈ ગીલવા સાહેબ (નાયબ કલેક્ટર) ને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધિક અંગત સચિવ તરીકે નિમણુંક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐🌸
 
શ્રી કુંવરજીભાઈ બાવળીયા 
 (જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબત)

શીવરાજભાઈ ગીલવા સાહેબને ચારણત્વ બ્લોગ વતી ખૂબ ખૂબ અભિનંદન સહ ઉતરોતર પ્રગતિ કરતા રહો તેવી માતાજી ને પ્રાર્થના 💐🌸