ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 13 મે, 2024

ઇન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા સ્કોલરશીપ વિતરણ




ચારણ ગઢવી વિદ્યાર્થીઓ જોગ

ઇન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા સ્કોલરશીપ વિતરણ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ચારણ ગઢવી સમાજનાં સૌરાષ્ટ્રના તેજસ્વી વિદ્યાર્થીઓને ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ, રાજકોટ દ્વા૨ા વર્ષ-૨૦૨૪/૨૦૨૫ના શૈક્ષણિક વર્ષ માટે સ્કોલ૨શીપ આપવાનું નકકી કરેલ છે જેમાં ધો.૧૦ તથા ધો.૧૨માં ગુજરાત બોર્ડમાં જે વિદ્યાર્થીઓને 80 PR થી વધુ માકર્સ મેળવેલ હોય તેમજ હાયર એજયુકેશન (મેડિકલ, સી.એ.,એન્જિનીયરીંગ તથા અન્ય)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અ૨જી ફોર્મ *તા.૧૭/૫/૨૦૨૪થી વિતરણ કરવામાં આવશે.* જે ફોર્મમાં તમામ કોલમ ભરી માંગેલી વિગતો અને માર્કશીટની નકલ સાથે તા.૨૧/૫/૨૦૨૪ પહેલા ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ, ૩૦૯- સુર્યા આર્કેડ, ૧/૧૨-પંચનાથ પ્લોટ, બેંક ઓફ બરોડા પાસે, હેડ પોસ્ટ ઓફિસ નજીક, રાજકોટ સવારના ૧૦ થી ૧૨ વાગ્યા દરમ્યાન રુબરુ અથવા કુરિયર દ્વારા પહોંચાડવા અનુરોધ છે. ટ્રસ્ટના બજેટ મુજબ સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવશે. ટ્રસ્ટીઓની વ્યસ્તતાના કારણે કૃપા કરી ફોન પર સંપર્ક નહીં કરવા વિનંતી કરવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...