ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 27 એપ્રિલ, 2023

પદ્મ કવિશ્રી "દાદબાપુ" ના શબ્દ સંભારણા તથા ઋણસ્વીકાર કાર્યક્રમ

પદ્મ કવિશ્રી "દાદબાપુ" ના શબ્દ સંભારણા તથા ઋણસ્વીકાર કાર્યક્રમ

શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે. કુવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે સાવ અલગ તાસીર છે આ ભુમિ ની, વાવો મહાભારત ને ગીતા નીકળે

ગુજરાતના લોક હૃદય માં સદાયને માટે અંકિત થઇ ગયેલા ગુજરાતનાં મૂર્ધન્ય લોકકવિ કવિશ્રી ‘“દાદ” બાપુનાં ચાહકો ની લાગણી નો પ્રતિભાવ આપતું વર્ષ ૨૦૨૧નું ‘પદ્મશ્રી’” સન્માન કવિ શ્રી ‘“દાદ” બાપુ ને તેઓની હયાતીમાં આપવામાં આવેલ છે. તદઉપરાંત તેઓના દેવલોકગમન પશ્ચાત રાજકોટ જીલ્લાનાં પડધરી ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નું નામાભિધાન કવિશ્રી ‘“દાદ’” સરકારી વિનયન અને વાણિજય કોલેજ” કરવામાં આવેલ છે. પદ્મશ્રી કવિ “દાદ” બાપુની કર્મભૂમિ એવી પડધરીની ભૂમી ઉપર સદૈવ ચિરઃસ્મરણીય રહે તેવું આ સન્માન છે.

ઉપરોક્ત બંન્ને સન્માનો નો ઋણસ્વિકાર કરવાનો તથા કવિશ્રીની કલમમાંથી અવતરેલ કવિતાઓ નો રસાસ્વાદ “શબદ સંભારણા’” ના રૂપમાં ગુજરાતનાં લોકસાહિત્ય જગતનાં ભાવકો, ગાયકો અને સાહિત્યકારો ના કંઠે કરાવવાનો સંયુક્ત ઉપક્ર્મ પદ્મશ્રી કવિ ‘“દાદ” બાપુ પરિવાર દ્વારા યોજવામાં આવેલ છે.

આ તકે કોલેજ પરિસરમાં પદ્મશ્રી કવિ “દાદ” બાપુ ની પ્રતિમા નું અનાવરણ તથા “પદ્મશ્રી કવિ “દાદ’” સ્મૃતિ-દિર્ઘા” પ્રદર્શન ગેલેરી નું ઉદ્ઘાટન મહાનુભાવો ના વરદ હસ્તે યોજવામાં આવેલ છે.

તા. ૩૦ એપ્રીલ ૨૦૧૩, રવિવાર
સ્થળ :
પદ્મશ્રી કવિ ‘‘દાદ' સરકારી વિનયન અને વર્ણાણજ્ય કોલેજ - પડધરી જી. રાજકોટ

નિમંત્રક :- કવિશ્રી દાદબાપુ પરિવાર

આમંત્રણ પત્રિકાની પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

શનિવાર, 15 એપ્રિલ, 2023

ચારણ સમાજ નો ગૌરવ ભાવિની હરિભાઈ વાછીયા (ગઢવી)


ચારણ સમાજ નો ગૌરવ ભાવિની હરિભાઈ વાછીયા (ગઢવી)

મૂળ ભાડા,કચ્છ અને હાલ મુંબઈ રહેતા હરિભાઈ વાછીયા (ગઢવી) ના દીકરી કુ. ભાવિની ગઢવી એ મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રમાં ટોપ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

માં ભગવતી ઉતરોતર પ્રગતિ કરાવે અને સફળતા ના શિખરો સર કરે તેવી શુભકામનાઓ 💐💐💐

ગુરુવાર, 13 એપ્રિલ, 2023

સમાજરત્ન શ્રી જબ્બરદાન નારાણજી રત્નું હીરક જયંતિ મહોત્સવ તથા ઋણાંજલી અર્પણ સમારોહ

સમાજરત્ન શ્રી જબ્બરદાન નારાણજી રત્નું

હીરક જયંતિ મહોત્સવ તથા ઋણાંજલી અર્પણ સમારોહ

સમગ્ર ભારતવર્ષના ચારણ સમાજના ઈતિહાસના સૌથી મોટા દાનવીર, જેને હૈયે અને હોઠે સદાય સમાજનું હિત અને હેત વસેલું છે એવા સમાજરત્ન શ્રી જબ્બરદાન નારાણજી રત્નું તા. 15/04/2023 ના રોજ તેમના દાર્શનિક અને પ્રેરણારૂપ જીવનના 75 વર્ષ પૂર્ણ કરીને 76મા વર્ષે મંગલ પ્રવેશ કરી રહ્યા છે.તેમની 75મી વર્ષગાંઠે તેમને નિરામય દીર્ઘાયુષી જીવનની શુભ કામનાઓ પાઠવવા તેમજ તેમણે કરેલા સામાજીક વિકાસના અદભુત, અવિસ્મરણીય કાર્યો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમનું સહૃદય અભિવાદન તેમજ ઋણ સ્વીકાર કરવા પરિવારજનો તેમજ મિત્રોના એક સામુહિક મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પધારી આ અભિવાદન સમારોહની શોભામાં અભિવૃધ્ધિ કરવા આપને ભાવભર્યું આમંત્રણ છે.

સમારોહ વિગત
તા. 15/04/2023સાંજે 6.30 કલાકે 
સ્થળ - હોટલ વિરામ, જ્યુબીલી ગ્રાઉન્ડ પાસે, ભુજ

આયોજક તથા નિમંત્રકબંધુ ગ્રુપ
સંપર્ક
આનંદદાન રત્નું- 99135 44477
નરેન્દ્રદાન સિંહઢાયચ-98251 67220
ઘનશ્યામદાન રત્નું-98258 02577
આનંદદાન રત્નું-98252 17563
ભરતદાન રેઢ-92276 34221
સાત્વિકદાન રોહડીયા-97267 99444
પ્રદીપદાન રોહડીયા-90999 29165

આઈ શ્રી મોગલમાં ધામ ભગુડા ખાટે ૨૭મો મો પાટોત્સવ, એવમ્ માં મોગલ શક્તિ એવોર્ડ અર્પણ સમારોહ અને ભવ્ય સંતવાણી

. || જય મોગલ મા ||

આઈ શ્રી મોગલમાં ધામ ભગુડા ખાટે ૨૭મો મો પાટોત્સવ, એવમ્ માં મોગલ શક્તિ એવોર્ડ અર્પણ સમારોહ અને ભવ્ય સંતવાણી

             તારીખ:- ૨ - ૫ - ૨૦૨૩ ને મંગળવાર   
  
  શ્રી મોગલ શક્તિ એવોર્ડ અર્પણ ૨૦૨૩ ભાવવંદના
 (1) શ્રી બળદેવભાઈ નરેલા
 (2) શ્રી મહેશદાન મીસણ
 (3) શ્રી જિતુદાન ટાપરીયા
 (4) દ.શ્રી પુંજા વાળા
 (5) કવિશ્રી ત્રાપજકર
 (6) શ્રી માયાભાઈ આહીર

એવોર્ડ અર્પણ થનાર દરેક મહાનુભાવો ને ચારણત્વ બ્લોગ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

ભવ્ય સંતવાણી કાર્યક્રમ :-
     રાત્રે ૮:૩૦ કલાકે
 પ્રેરણાત્મક સંન્નધિ :- પ.પૂ મોરારી બાપુ

એવોર્ડ સંચાલન,માર્ગદર્શન : - શ્રી મહેશદાન ગઢવી (બોટાદ)
પ્રેરક,શુભેચ્છક :- માયાભાઈ આહીર (લોક સાહિત્યકાર)

 કાર્યક્રમ દરમિયાન અનેક સાધુ-સંતો અને ચારણ જગદંબા ઓ રૂડા આશીર્વાદ આપવા પધારશે.

નિમંતત્રક :-
 આઈ શ્રી મોગલમા ધામ ભગુડા,
 તા.મહુવા, જી. ભાવનગર
સંપર્ક:-     94264 50642,
                98791 50450

 

                જય માં મોગલ

પીડીએફ સ્વરૂપે આમંત્રણ પત્રિકા ડાઊનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

રવિવાર, 9 એપ્રિલ, 2023

મહુવા થી મઢડા આઈશ્રી સોનલબીજ મહોત્સવ આઈશ્રી સોનલમાઁ શતાબ્દી મંગલ પ્રવેશ



જય શ્રી સોનલ માં 🙏🏻

મહુવા થી મઢડા
આઈશ્રી સોનલબીજ મહોત્સવ 
આઈશ્રી સોનલમાઁ શતાબ્દી મંગલ પ્રવેશ

આઈશ્રી સોનલમાઁ જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવણી સવંત ૨૦૭૯ - ૨૦૮૦માં મઢડા ખાતે ઉજવવામાં આવશે

ગુરુવાર, 6 એપ્રિલ, 2023

આજે ચૈત્ર સુદ પૂનમ એટલે સમાજ સેવક ઋષિ ચારણ શ્રી પિંગળશીભાઈ પાયક ની જન્મ જ્યંતી


આજે ચૈત્ર સુદ પૂનમ એટલે સમાજ સેવક ઋષિ ચારણ શ્રી પિંગળશીભાઈ પાયક ની જન્મ જ્યંતી

ચારણ (દ્રીમાસિક) મુખ પત્રના તંત્રી , તેઓ ચારણી સાહિત્યના સંશોધક હતા.
*"માતૃદર્શન" ના રચિયતા અને એ જમાનામાં વકીલાત ભણેલા હતા.*
*તેમજ સરકારી નોકરી ઠુકરાવી સમાજ સેવામાં જીવન અર્પી દેનાર અલગારી ચારણ રત્ન, આઈશ્રી સોનલ માં ના શક્તિશાળી નેજા હેઠળ પદ્મ શ્રી દુલાભાયા કાગ સાથે સમાજ સુધારણાના કાર્ય કરેલ*

નામ :- પિંગળશીભાઈ પાયક
પિતાનું નામ :- પરબતભાઈ પાયક
જન્મ :- ચૈત્ર સુદ પૂનમ
વતન :- લોદ્ધાણી - કચ્છ.
સ્વર્ગવાસ :- શ્રાવણ સુદ પૂનમ

ચારણ ઋષિ શ્રી પિંગળશીભાઈ પાયક ની જન્મ જ્યંતી એ અલગારી આત્માને કોટિ કોટિ નમન 🙏🏻👏🏻

*માતૃ દર્શન મેળવવા માટે નીચેનો કોન્ટેક કરો.*
અનિલભાઈ પાયક 
75748 66228
ખીમરાજભાઈ ગઢવી
9979894498

*વંદે સોનલ માતરમ*

વિદ્યાર્થી જીવનની સફળ યાત્રા


વિદ્યાર્થીજીવનની સફળ યાત્રા..


હર્ષ અનિલ મુલરવ (ગઢવી)

આ વાત છે ૧૮/૫/૨૦૧૫ની. ધો.૧૨માની પરીક્ષા આપી બધાની જેમ હું પણ પરિણામની રાહ જોતો હતો. જીવનના નવા સફરની શરુઆતની એક બાજુ ઉત્સાહ હતો તો બીજી બાજુ સંભ્રમભી હતો. પરિણામ જોતા જ એ સંભ્રમ ગાયબ થઈ ગયો.

આજે પણ યાદ છે સહુથી પહેલા મારા ભાઈ ધ્યાનને મેં પરિણામ જણાવેલું અને એમની પણ ખુશી બમણી થઈ ગઈ હતી. સમગ્ર સ્કૂલ સમયમાં હું એક એવરેજ સ્ટુડન્ટ જ હતો. પણ ધો.૧૨ની મહેનત માટે એકેય પથ્થર ઉથામ્યા વગરના રહેવા ન દીધા અને ત્યારે પપ્પાની અને શિક્ષકોની એક વાત સાચી પડી કે મહેનત કરતા જે ધારીએ તે પામી શકીએ.

હું હર્ષ મુલરવ ચારણ અંકના માધ્યમ દ્વારા મારા વિદ્યાર્થી તરીકેના જીવનની નાની સફર જણાવવા અને બની શકે તો તે થકી આપણા ચારણ સમાજની ઘણી યુવા પ્રતિભા એવી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાનો નાનો એવો પ્રયાસ કરું છું. હું હાલ જર્મનીમાં Technical University of Munichમાં ડેવલપમેન્ટ, પ્રોડકશન એન્ડ મેનેજમેન્ટ ઈન મિકેનિકલ એન્જિનિયરીંગના માસ્ટર કોર્સના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરું છું અને તે સાથે જ BMW કંપનીમાં નિયુકત છું. પ્રથમ ડિગ્રી મેં Technical University of Darmstadt Hill મિકેનિકલ એન્જિનિયરીંગમાં મેળવેલ છે. આ બંને યુનિવર્સિટીઓ જર્મનીની ૯ સર્વોચ્ચ યુનિવર્સિટીઓના ગ્રુપ-TU9માં સામેલ છે.

ધો.૧૨નું પરિણામ સારું આવવા છતાં મને ઈન્ડિયન યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષામાં ધાર્યા પ્રમાણેનું પરિણામ નહોતું મળ્યું. તેથી એક વર્ષનો સમય લેવાનો વિચાર કર્યો. ત્યારે મારી પાસે બે વિકલ્પ હતા કે કા તો હું ફરી પ્રવેશ પરીક્ષા માટે પ્રયાસ કરું અથવા એક નવી ભાષા શીખી અને એક નવી સંસ્કૃતિ જાણવાનો પ્રયાસ કરું. જર્મન એન્જિનિયરીંગ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. જેમિકેનિકલ એન્જિનિયરીંગનું hub ગણાય અને જો શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં ભણવાની તક અગર વિના કોઈ યુનિવર્સિટી ફી એ મળે તો એના જેવું સૌભાગ્ય શું હોઈ શકે. આ વિગત અને જર્મની જવા માટેની પ્રેરણા અને માર્ગદર્શન માટે હું મારી હું સ્કૂલ SNKના પ્રિન્સિપાલ કીરણભાઈ પટેલનો ખૂબજ આભારી છું. જર્મનીમાં તમામ પ્રકારનું શિક્ષણ નિઃશુલ્ક છે, જેમાં દરેક યુનિવર્સિટીમાં દર સેમેસ્ટરની શરુઆતમાં ૨૦૦-૩૦૦યૂરોની સેમેસ્ટર ફી ભરવાની હોઈ છે, જેના અનેક ફાયદાઓ જેમ કે સરકારી બસો તથા ટ્રેનોમાં સેમેસ્ટર દરમિયાન નિઃશુલ્ક સવારી આદિ તેમ છતાં જર્મનીમાં રહેવાનો ખર્ચ મહિને આશરે ૭૦૦-૮૦૦ યૂરો થતો હોય છે.

તા.૨૬|૬|૨૦૧૫ના રોજ મેં જર્મની જવાના સફરની શરુઆત પુણેના Goethe Instituteમાં જર્મની ભાષા શીખવાથી કરી. જર્મન ભાષા – શીખવામાં મને ૧૦ મહિના લાગ્યા હતા. નવી ભાષા શીખવાનો અનુભવ ખૂબ જ અદભુત હતો. જર્મની ભાષા શીખ્યા બાદ મેં જર્મની અભ્યાસ અર્થે જવા જાતે જ વિઝા માટેની પ્રક્રિયા શરુ કરી ત્યારબાદ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની પ્રતિક્રિયા શરુ કરી. જર્મન યુનિવર્સિટીમાં પ્રાથમિક ડિગ્રી માટે અધતન શિક્ષણની ભાષા જર્મન હોય છે. તેથી યુનિવર્સિટી શિક્ષણ શરુ કરતા પહેલા જર્મની બહારથી આવેલા વિધાર્થીઓએStudienkolleg નામક એક કોર્સ કરવો પડતો હોય છે. તેમાં મોટા ભાગે ધો.૧૧ અને ૧૨માં ભણાવેલા વિષયો થોડી વધારે ઊંડાણમાં જર્મન ભાષામાં શીખવવામાં આવતું હોય છે. તે વિદ્યાર્થીઓને આગળના શિક્ષણ માટે સક્ષમ બનાવે છે અને ટેકનિકલ જર્મન ભાષા સાથે પહેલો અનુભવ કરાવે છે. જર્મન ભાષા શીખી ૨૦૧૭માં મેં ટેકનિકલ યુનિવર્સિટી ઓફ Darmstadt ના Studienkolleg માટેની પ્રવેશ પરીક્ષા પાસ કરી અને એડમિશન મેળ વ્યું હતું. પ્રવેશ પરીક્ષામાં ગણિત અને જર્મન ભાષા પારખવામાં આવતા હોય છે. Studienkolleg ના અંતે ફરી એક પરીક્ષા આપી હતી, જેના પરિણામના આધાર પર અને ધો.૧૨ના પરિણામ થકી ૨૦૧૭માં મિકેનિકલ એન્ડ પ્રોસેસ એન્જિનિયરીંગમાં એડમિશન મળ્યું હતું. ૨૦૨૧માં ડિગ્રી પૂર્ણ કરી અને હાલ માસ્ટર ડિગ્રી માટે મ્યુનિક શહેરમાં સ્થાયી છું. આગળ હવે હું સસ્ટેનેબલ ટેકનોલોજીસ જેમ કે ઈલેકટ્રિક પાવર ટ્રેન ટેકનોલોજી તેને લગતા વિષયોમાં આગળ રિસર્ચ કરવા ઈચ્છુ છું. સાથે સાથે હાલમાં મહેનત, ધગસ, વડીલો અને માતાજીના આશિર્વાદથી મે,૨૦૨૨થી મને BMW કંપનીમાં જોબ મળેલ છે.

આ બધી વાત સફળતાની અને મારી મહેનતની વાતો થઈ. પરંતુ એક માણસની સફળતા પાછળ, અનેક માણસોના ત્યાગ, આશિર્વાદ તથા યોગદાન હોય છે. આ સમગ્ર સમયમાં મને સતત મારા પરિવારનો અને સહુથી વધારે મમ્મી અને પપ્પાનો અવર્ણનીય સાથ સહકારે મને ડગલે અને પગલે આગળ વધવાની હિંમત આપી છે. મારા પર દાદી સ્વ.જીવણીમા માણસુરભાઈ મુલરવ એમના સમયમાં ભણતરને એટલું મહત્વ આપેલું કે જે સમય એ નિશાળ માં ભણવું એ પોતાનામાં જ એક ખૂબ જ મોટી વાત કહેવાતી તેથી કરીને શિક્ષણનું મહત્વ પરિવારમાં ખૂબ જ હતું. મારા દાદા સ્વ.ભલાભાઈ માણસુરભાઈ મુલરવ કે જેમને મેં જોયેલા નથી પણ તેમના પરોપકારી સ્વભાવ વિશે સાંભળેલું તેમની પુણ્ય કમાઈ પણ ખરી તે સાથે જ મમ્મીનો લાડ અને ધીરજ, પપ્પાનો પડછાયો, દાદીમાંનુ સતત ધ્યેય યાદ કરાવવાનું, નાના બાપુની જીવનની તકલીફોનો સામનો કેમ કરવો અને બાની એવી ઘણી જૂની વાતો અને બધાજ પરીવારજનોનો સાથ સહકાર કોઈપણ અડચણ સામે જડીબુટી સમાન કામ કરતી અને હજી પણ કરે. નાનાબાપુશ્રી હરસુરભાઈ લીલાની એક કવિતા મને ખૂબ પ્રેરિત કરી ગયેલી, કવિતાનું શીર્ષક 'ફૂલ બનવું 'હતું' તેમાં એક પંકિત ખૂબજ સરસ કહે છે – ''હવાની શીતળ તરંગો, ભંવરની ઉમંગે
નિહાળવા હજારોમાનું એક સુવાસી ફૂલ બનવું હતું.''

એવું જ ફૂલ બનવાની ઈચ્છા અને પ્રેરણા ” એ કાવ્યમાંથી લઈ અને આગળ વધતો રહ્યો છું. નિષ્ફળતાઓને સફળતા માટેનું પગલું બનાવી અને । ઘણા લોકો પ્રેરિત થઈને ધીરે ધીરે સફળતાનો આનંદ “કેમ લેવો એ શીખવાનો સતત પ્રયાસ હાલ પણ કરતો હોવ છું. મહેનત સાથે ધીરજનું પણ એટલું જ મહત્વ – છે એ પણ હું જાત અનુભવ થકી શીખી શકયો હતો. । શિખર પર પહોંચવાની મજા ત્યારે જ આવે છે જયારે → ત્યાં સુધી પહોંચવાના સફરમાં મજા આવી હોય, અને । સફરમાં ત્યારે જ મજા આવે જયારે તમે કંઈક એવું કરતા હોઈ જેના પ્રત્યે તમને અનુરાગ હોય.

આ વાત થકી આપણા સમાજની સર્વે યુવા પ્રતિભા યુવતીઓને તથા યુવાનોને તેમના જીવનમાં સતત પ્રેરણા મેળવવાને એક દ્રઢ સંકલ્પ કરી મનગમતી । દિશા પછી શૈક્ષણિક હોય, artistic હોઈ કે કોઈભી વિષય કે ક્ષેત્ર હોઈ, તેમાં આગળ વધવા મહેનત કરવા । માટે પ્રેરિત કરવાનો એક પ્રયાસ કરુંછું. એકમને મહેનત કરવાથી અને એકાગ્રતાથી, અગણિત વિકટો હોવા – છતાં કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે. જો આ । વાંચીને અગર તમને પ્રેરણા મળી હોય અને તમારો અનુરાગ શોધવાની પ્રેરણા મળી હોય તો મારો આ પ્રયત્ન સફળ રહ્યો.  

સંદર્ભ ચારણ સંસ્કૃતિ અંક :- રાજકોટ

ઉપરાંત કોઈને પણ જર્મની ભણવા આવવા બાબતે કોઈપણ પ્રકારની વિગત । અથવા માહિતી જોઈતી હોય તો મારા ઈ-મેઈલ (harshmulrav99@gmail.com) પર મારો સંપર્ક 1કરી શકે છે.

મેં જર્મની અભ્યાસ અર્થે જવાની બધી જ – પ્રોસેસ જાતે જ કરેલી છે તેથી તેની ખૂણેખૂણાની મારી પાસે છે જે તમને મદદરૂપ થઈ શકશે. – સૌ વડીલો અને ચારણ સમાજને મારા જય માતાજી.
 – હર્ષ અનિલ મુલરવ / અનિલ મુલરવ, રાજકોટ

પીડીએફ ડાઊનલોડ અહીંયા ક્લિક કરો

Featured Post

ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ

અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...