દિવાળીના લોકો ફટાકડા ફોડતી વખતે દાઝી ન જાય તે માટે પોલીસ ખડેપગે બંદોબસ્તની ફરજ બજાવે છે. બરાબર તે જ સમયે તેનો પરિવાર અને બાળકો પોલીસ લાઇનમાં પતિ અને પિતા વગરની દિવાળી મનાવતા હોય છે.
પોલીસ ક્યારેય પોતાના બાળકોને તેના અભ્યાસમા મદદ કરી શકતો નથી તેના શિક્ષણની પ્રગતિ વિશે જાણવાનો તેને પુરતો સમય મળતો નથી. બાળકો સુતા હોય ત્યારે ડ્યુટી પર જાય છે અને રાત્રે સુઇ ગયા હોય ત્યારે ઘેર પરત ફરે છે.
આવી પરિસ્થિતિમાં પણ આજે પોલીસ પરિવારના બાળકો UPSC અને GPSC કલીયર કરી ઉચ્ચ હોદ્દા પર સિલેક્ટ થાય છે. ગુજરાતમા ડાયરેક્ટ ડેપ્યુટી કલેક્ટર કે ડાયરેક્ટ ડીવાએસપી થયાના દાખલા છે.
આવી જ રીતે મેડિકલ સાયન્સમાં પણ પોલીસના બાળકોએ કાઠુ કાઢ્યુ છે.
આવો જ બનાવ ચારણ સમાજમા બન્યો ભાવનગર જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કુન્ચાલા ભિખુદાનભાઇ ગઢવીના પુત્ર સત્યજીત ગઢવીએ પ્રથમ પ્રયત્ને જ પ્રથમ યાદીમા સિલેક્ટ થઇ MBBS મા પ્રવેશ મેળવ્યો છે. જેણે ભાવનગર પોલીસનુ અને ગઢવી સમાજનુ ગૌરવ વધાર્યુ છે. એ બદલ સત્યજીત ને અને કુન્ચાલા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન.. 🌹❤️
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો