ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 9 માર્ચ, 2021

આજે પૂજ્ય મેરુભાબાપુ મેઘાણંદજી ગઢવી નો જન્મ દિવસ.


આજે  પૂજ્ય મેરુભાબાપુ મેઘાણંદજી ગઢવી  નો જન્મ દિવસ.

મેરુભાબાપુ  મેઘાણંદજી ગઢવી નું ટૂંક માં પરિચય

નામ: મેરુભા મેઘાણંદજી ગઢવી  ભારત દેશના ગુજરાત રાજ્યમાં પોરબંદરના છત્રાવા ખાતે વસવાટ કરતા એક લોકસાહિત્ય કલાકાર હતા. સૌરાષ્ટ્રમાં લોકવાર્તાઓ દ્વારા લોકસાહિત્યના સંસ્કારનું સિંચન કરનાર મેરુભાનો જન્મ ૧૯૦૬ માં (સવંત ૧૯૬૨, ફાગણ સુદ ૧૪ના દિવસે) થયો હતો. 
પિતા મેઘાણંદજી ગઢવીની વાર્તાકથની મુગ્ધભાવે માણતા મેરૂભા બાળપણથી જ લોકસાહિત્યના રંગે રંગાઈ ગયા હતા. કવિ દુલા ભાયા કાગ, ઝવેરચંદ મેઘાણી અને મેરૂભા એકબીજા સાથે મળી કાર્યક્રમો આપતા.

મેરુભા ગઢવી
જન્મ 9/3/1906
મૃત્યુ  1/4/1977
તેમણે પોતાની મીઠી હલકથી કાગવાણીના ગીતો અને ભજનો રજૂ કરીને અનેકવાર શ્રોતાઓને ડોલાવ્યા છે. તેમના કંઠમાં કંપન, વેધકતા તેમ જ દર્દ હતાં. એમના કંઠની ભવ્ય બુલંદી શ્રોતાઓને સ્વરલોકની યાત્રાએ ઉપાડી કોઈ નવા જ મુકામ પર લઈ જતી. માતા સરસ્વતીની ઉપાસના સાથે એમણે ગુજરાતમાં ભ્રમણ કરતા રહી ગાંધીયુગના સાહિત્ય સંસ્કારની ચેતનાનો દીવાને પ્રજ્વલિત રાખ્યો હતો. તેઓ માત્ર લોકસાહિત્યના આરાધક અને ગાયક જ ન રહેતાં, દીર્ધદ્દષ્ટા અને સમાજ સુધારક તરીકે પણ યોગદાન આપ્યાં હતા. હરિજનો અને નબળા વર્ગોને માટે તેમણે વસાહત બંધાવી હતી આ ઉપરાંત કન્યા કેળવણી ના પ્રણેતા હતા આજે પણ જૂનાગઢ માં એમના ટ્રસ્ટ ની કન્યા છત્રલાય ચાલે છે. દ્વારકામઠના જગદ્ગુરુ શંકરાચાર્યજીએ તેમને ‘કવિરત્ન’ તરીકેનો ઈલ્કાબ એનાયત કરી તેમની સાહિત્યકલાની કદર કરી છે. ઉત્તરાવસ્થામાં તેઓ ભક્તિના રંગે રંગાતાં તમામ પ્રવૃતિઓમાંથી નિવૃતિ લીધી હતી.

જૂનાગઢમા  મેરૂભા મેધાણંદજી ગઢવી ના નામનો  મા રોડ છે..આ રોડ ઉપરથી નીકળતા આજે પણ ગૌરવ અનુભવાઈ છે...
૧ એપ્રિલ ૧૯૭૭ ના રોજ એમનું અવસાન થયું હતું.

જાણકારી આપવા બદલ નીલમબેન ગઢવી નો ખૂબ જ આભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો