ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 27 માર્ચ, 2021

હિતદાન ગઢવી રચિત રચના

જીહ્વા થી નિસરેલ શબદ નું ચોક્કસ કારણ છું
પાતાળ માંથી પણ પાણી માપનાર હું ચારણ છું

શબદ નો મહાસાગર છું ને કર કલમ ધારણ છું
સદીઓ ના ઇતિહાસ નો જાણતલ હું ચારણ છું

વા લાગે જેને સખાભાવ નો એનો હું તારણ છું
તારી લઉં નાવ મધદરિયા માં ડુબતુ હું ચારણ છું

ભાંગેલ દલ ના દુખિયા ને હું હૈયા ની ધારણ છું
રણસંગ્રામેં રગદોળું રણજોદ્ધા ને હું ચારણ છું

હું શબદ નું ગીત અણધાર્યું હિત હું અકારણ છું
શબદ સિમા ને સંગીત ની ગરિમા હું ચારણ છું

હિતદાન ગઢવી (રામોદડી)
હાલ જામનગર
9023323724

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

ડો. રતન કંવર ગઢવી-ચારણ. ગુજરાત રાજ્યના ફૂડ અને ડ્રગ કમિશનર ની તરીકે નિમણૂક

ગઢવી સમાજનું ગૌરવ ડો. રતન કંવર ગઢવી-ચારણ. (IAS)(આઈ.એ.એસ.) ડો. રતન કંવર ગઢવી-ચારણ. ગુજરાત રાજ્યના ફૂડ અને ડ્રગ કમિશનર ની તરીકે નિ...