ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 18 ઑગસ્ટ, 2025

સત્યજીત ગઢવીએ પ્રથમ પ્રયત્ને જ પ્રથમ યાદીમા સિલેક્ટ થઇ MBBS મા પ્રવેશ મેળવ્યો છે. જેણે ભાવનગર પોલીસનુ અને ગઢવી સમાજનુ ગૌરવ વધાર્યુ છે

સામાન્ય રીતે લોકો પોલીસને ધૃણા ની નજરે જોતા હોય છે કેમકે એને કાયદાનુ પાલન કરાવવાનુ હોય છે. લોકોને કાયદાનુ પાલન કરવું ગમતુ નથી. 
દિવાળીના લોકો ફટાકડા ફોડતી વખતે દાઝી ન જાય તે માટે પોલીસ ખડેપગે બંદોબસ્તની ફરજ બજાવે છે. બરાબર તે જ સમયે તેનો પરિવાર અને બાળકો પોલીસ લાઇનમાં પતિ અને પિતા વગરની દિવાળી મનાવતા હોય છે. 
પોલીસ ક્યારેય પોતાના બાળકોને તેના અભ્યાસમા મદદ કરી શકતો નથી તેના શિક્ષણની પ્રગતિ વિશે જાણવાનો તેને પુરતો સમય મળતો નથી. બાળકો સુતા હોય ત્યારે ડ્યુટી પર જાય છે અને રાત્રે સુઇ ગયા હોય ત્યારે ઘેર પરત ફરે છે. 
આવી પરિસ્થિતિમાં પણ આજે પોલીસ પરિવારના બાળકો UPSC અને GPSC કલીયર કરી ઉચ્ચ હોદ્દા પર સિલેક્ટ થાય છે. ગુજરાતમા ડાયરેક્ટ ડેપ્યુટી કલેક્ટર કે ડાયરેક્ટ ડીવાએસપી થયાના દાખલા છે. 
આવી જ રીતે મેડિકલ સાયન્સમાં પણ પોલીસના બાળકોએ કાઠુ કાઢ્યુ છે. 
આવો જ બનાવ ચારણ સમાજમા બન્યો ભાવનગર જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કુન્ચાલા ભિખુદાનભાઇ ગઢવીના પુત્ર સત્યજીત ગઢવીએ પ્રથમ પ્રયત્ને જ પ્રથમ યાદીમા સિલેક્ટ થઇ MBBS મા પ્રવેશ મેળવ્યો છે. જેણે ભાવનગર પોલીસનુ અને ગઢવી સમાજનુ ગૌરવ વધાર્યુ છે. એ બદલ સત્યજીત ને અને કુન્ચાલા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન.. 🌹❤️

મંગળવાર, 8 જુલાઈ, 2025

સ્કોલરશીપ વિતરણ - જુલાઈ 25

🙏 *સ્કોલરશીપ વિતરણ - જુલાઈ 25*🙏

*આઈ શ્રી સોનલમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટ તેમજ શ્રી ઇન્દુબેન ધીરુભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ- રાજકોટ* સહયોગથી સમાજનાં સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને તેમની મહેનતના સન્માન રૂપે સતત 11માં વર્ષે સ્કોલરશીપ આપવાના આવેલ.

🔹આ વર્ષે ટોટલ 163 વિદ્યાર્થીઓને જેમાં ધો. 10, ધો 12, ઉચ્ચ અભ્યાસ કરતા અને જરૂરિયાતમંદ પરિવાર ના બાળકો સહિત ને કુલ રકમ રૂ. 8,56,000 (આઠ લાખ છપ્પન હજાર ) ની સ્કોલરશીપ આપવામાં આવેલ.
 
🔹અગાઉના વર્ષોમાં (2014 થી 2024)આઈ શ્રી સોનલમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી ઈન્દુબેન ધીરુભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટના સહયોગથી *કુલ રૂ.33, 92,000 (તેત્રીસ લાખ બાણ હજાર)* ની સૌરાષ્ટ્ર અને કચ્છના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવેલ 
તેવું બંને ટ્રસ્ટ ની યાદી માં જણાવેલ છે.

શુક્રવાર, 21 ફેબ્રુઆરી, 2025

ચારણ - ગઢવી સમાજનું ગૌરવ



ચારણ - ગઢવી સમાજનું ગૌરવ

રાજ્યમાં પોલીસ દળમાં ફરજ બજાવતા નીચે જણાવેલ ચારણ - ગઢવી સમાજના અધિકારીશ્રી ઓ ને પોલીસ સબ ઇન્સ્પેકટર (બિન હથિયારી) વર્ગ-૩ ના ઓ ને પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ-૨ બઢતી મળેલ છે.

શ્રી જબર કમલેશભાઈ ગઢવી

શ્રી હિરેનસિંહ બલરામસિંહ ગઢવી

શ્રી દિનેશ ભગવતસિંહ ગઢવી

સુ.શ્રી આશા મંજુદાન ચારણ

સુ.શ્રી મમતાબેન દજુસિંહ ગઢવી

બઢતી મળેલ દરેક અધિકારીશ્રી ઓ ને ચારણત્વ બ્લોગ વતી ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

સોમવાર, 30 ડિસેમ્બર, 2024

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજો બજાવતા

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી 
(MSC, MED)
ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

વીણાબેને સરકારશ્રી ના
સ્વચ્છતા હિ સેવા
કાર્યક્રમ અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન ચલાવ્યું હતું.
જેમાં શાળા ના વિદ્યાર્થીઓ પાસે શાળા મેદાન અને શાળા બહાર પણ પડેલી પ્લાસ્ટિક ની ખાલી બોટલો અને કોથળીઓ એકત્રિત કરી અને રિસાયક્લિંગ માટે આપી હતી. 
આમ શાળા અને શાળા આસપાસ ના વિસ્તાર ને પ્લાસ્ટિક અને પ્રદૂષણ મુક્ત બનાવવા બદલ 
વીણાબેન દિલીપદાન ગઢવી ને 
તારીખ ૨૯/૧૨/૨૪ રવિવાર ના રોજ 
વર્લ્ડવાઈડ બુક ઓફ 
રેકોર્ડસ માં સ્થાન પ્રાપ્ત કરવા બદલ સર્વ શિક્ષા અભિયાનના ભૂતપૂર્વ સચિવ 
શ્રી મહેશભાઈ મહેતા સાહેબ અને 
માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ
શ્રી પુલકિતભાઈ જોશી સાહેબ
ના હસ્તે પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
જેથી શાળાના આચાર્ય 
શ્રી કિરણકુમાર જે પટેલ સાહેબ
અને શાળા સંચાલક મંડળે 
વીણાબેન ડી.ગઢવી ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

શ્રીમતી વીણાબેન ગઢવી ને ખુબ ખુબ અભિનંદન તથા ઉત્તરોત્તર ખૂબ જ પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ.....

શનિવાર, 14 ડિસેમ્બર, 2024

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 26 જગ્યાઓ માટે TDO ક્લાસ 2 ની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં જામ ખંભાળિયાના મૂળ રહેવાસી અને હાલ ગાંધીનગર રહેતા શ્રી દેવલબેન શામરાભાઈ કારીયા ક્લાસ 2 અધિકારી તરીકે પસંદગી પામ્યા છે. લગ્નના 2 વર્ષ પછી સાસરે જઈને બેને તૈયારી કરી અને ખુબ જ કઠિન ગણાતી પરીક્ષા પાસ કરી આજે અધિકારી બન્યા છે અને અન્ય મહિલાઓને પ્રેરણા પૂરી પાડી છે. સમગ્ર ગઢવી સમાજ સહિત દેવભૂમિ દ્વારકાનું ગૌરવ વધારવા બદલ ખુબ ખુબ અભિનંદન. 💐💐💐

મંગળવાર, 24 સપ્ટેમ્બર, 2024

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા શ્રી હમીરભાઇ ગઢવી ( મહુવા તાલુકા ભાજપ ઉપ પ્રમુખ) ને જિલ્લા એટીવીટી કાર્યવાહક સમિતિના સભ્યશ્રી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે

તે બદલ હમીરભાઇ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
 સાથે આપ રાજકીય અને સામાજિક ક્ષેત્રે ખૂબ જ સફળતા મેળવો એવી માં સોનલ ને પ્રાર્થના 💐💐💐